SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે ઉદય આવે તો મીઠી, વિકથા રહિત, સત્ય અને કલ્યાણમયી ભાષા વાપરે. કર્કશ, કઠોર, માર્મિક ભાષા ન વાપરવાનો ઉપયોગ રાખે તે ભાષા સમિતિ. આ સમિતિ જાળવવાથી સ્વપર કર્મબંધન ઘણાં અલ્પ થાય. ત્રીજી એષણા સમિતિ – આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાનો ઉદય આવે તો યત્નાપૂર્વક મમત્વરહિત બની ગ્રહણ કરે. તેમ કરતાં, વાપરતાં એવી સાચવણી કરે કે કીડી, કંથવા આદિ જીવો પણ તેમના થકી દૂભાય નહિ. ચોથી આદાનનિક્ષેપણા સમિતિ – પોતે જે વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિ ઉપકરણો ગ્રહણ કર્યા હોય તેની એવી રીતે જાળવણી કરે અને પ્રતિલેખના કરે કે સૂક્ષ્મ અસંજ્ઞી જીવો પણ તેમના થકી દૂભાય નહિ. પાંચમી પ્રતિસ્થાપના સમિતિ – મુનિને શરીરધર્મ જાળવવા જે મળ, મૂત્ર, બળખો આદિ ત્યાગ કરવાનો પ્રસંગ આવે તે અન્ય જીવજંતુ હણાય નહિ, દૂભાય નહિ, તેવી જગ્યામાં પરઠાવે. એ જગ્યાના માલિકની પરવા માટે આજ્ઞા મેળવે અને સર્વ પ્રકારે શુદ્ધિ જળવાય તે માટે સજાગ રહે. આ પાંચ સમિતિનો ક્રમ પણ સુંદર જણાય છે. પહેલી બે સમિતિ ઇર્યા અને ભાષા સમિતિમાં પ્રવૃત્તિ કરવા માટે ઈચ્છા કરતાં ઉદય બળવાન હોય છે. ત્રીજી સમિતિ એષણામાં ઉદય સાથે ઇચ્છાની માત્રા ઘણી વધે છે. ઈચ્છાને કારણે જે ગ્રહણ થયું છે તેની જાળવણી રૂ૫ ચોથી સમિતિ રચાઈ છે. અને આહારાદિ જે ગ્રહણ થાય તેના પરિણામ રૂપ મળ મૂત્રનો ત્યાગ કરવો પડે તે વખતે પણ આત્મા ન બંધાય તે માટેની સાવચેતી માટે પાંચમી સમિતિ મૂકાઈ છે. આમ વિચારીએ તો પાંચ સમિતિના ક્રમની યોગ્યતા અને યથાર્થતા સમજાયા વિના રહેશે નહિ. પાંચ મહાવ્રતની રખેવાળી કરવા પાંચ સમિતિ સાથે ત્રણ ગુપ્તિ જાળવવાની ભલામણ પણ શ્રી પ્રભુએ આપી છે. મન, વચન તથા કાયાની ગુપ્તિ જાળવવી એટલે મન, વચન અને કાયાને એવી રીતે પ્રવર્તાવવાં કે જેથી આત્મા નવીન કર્મબંધ કરતાં અટકે. સમારંભ, સમારંભ આરંભ એ ત્રણ પ્રકારે જીવ અન્યને પીડવા ઈચ્છે છે, તે પણ મન, વચન અને કાયા દ્વારા – આમ નવ પ્રકારે જીવ બંધ કરે. મનથી સમરંભ, સમારંભ આરંભ કરવો એટલે અનુક્રમે મનથી પરિતાપ ઉપજાવવાનો વિચાર કરવો, ૧૬૯
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy