SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એ સર્વોત્કૃષ્ટ મંગલ છે પરપીડન ત્યાગને કારણે સ્વની સુખાનુભૂતિ આવતાં જીવ સત્ય શું છે તે સમજતાં અને આચરતાં શીખે છે. અનાદિકાળથી પરપદાર્થમાં જ સુખ છે એવી ભ્રમણામાં રાચતો જીવ સ્વનિષ્પન્ન સુખને ઓળખતાં શીખે છે, અને પરપદાર્થથી પોતાનાં ભિન્નપણાને સ્વીકારી સત્યદર્શન કરી સત્યવ્રતને આરાધવાનો અધિકારી થાય છે. સત્યનું આરાધન શરૂ કરતાં જીવને અનુભૂતિ આવે છે કે અત્યાર સુધી પરપદાર્થના ગ્રહણત્યાગને જ જીવનનું ધ્યેય બનાવી વર્તન કરતો હતો તે અસત્ય હતું. સત્ય તો એ છે કે પરનું ગ્રહણ કરવું નહિ અને સ્વનું આરાધન છોડવું નહિ. આ સમજ ઊંડી બનતાં તેને લક્ષ થાય છે કે આ પરપ્રવૃત્તિના કારણે જે પોતાનું નથી એવાં ધન, વૈભવ, દાસ દાસી આદિ અચેત સચેત પરિગ્રહમાં મમતા સેવી હતી તે લોકની ચોરી છે, તે અનેક પ્રકારનાં કર્મબંધનું અને દુ:ખનું કારણ છે. તેથી બાહ્ય પરિગ્રહનાં મમતનો ત્યાગ કરી આંતરપરિગ્રહની મુચ્છ પણ છોડે છે. કર્મનાં નાનામાં નાનાં પરમાણુનાં ગ્રહણને અદત્તાદાન સમજી તે તેનાથી નિવૃત્ત થવા સતત પ્રયત્નવાન બને છે. આ કાર્ય જેમ જેમ વિશેષ વિશેષ વિવેકભર્યું અને સૂક્ષ્મ થતું જાય છે તેમ તેમ કર્મોનો જથ્થો આત્મપ્રદેશો પર આવતાં ઘટતો જાય છે. અર્થાત્ આશ્રવ તૂટતો જાય છે. કર્માશ્રવ ઘટતાં આત્માની ચોખ્ખાઈ – શુધ્ધતા વધવા લાગે છે, અને કર્મભારનું દબાણ ઘટતાં તે સ્વરૂપરમણતા વધારી શકે છે. જે સ્વરૂપનો આસ્વાદ લીધો તેના આધારે વારંવાર તેમાં એકરૂપ થઈ જતાં શીખે છે. આ સ્વરૂપ સિદ્ધિમાં બાધારૂપ, કષાયથી ભરપૂર સ્થળ મૈથુનથી તો તે ચોથા વ્રતમાં સર્વથા વિરમે છે, આશ્રવ તોડે છે. અને સાથે સાથે પોતાનાં સ્વરૂપમાં એકરૂપતા કરવાથી પૂર્વ સંચિત કર્મોની નિર્જરા પણ તે ઘણી વધારે કરે છે. આમ બેવડા દોરે બ્રહ્મચર્ય વ્રતના આરાધનમાં જીવ કર્મથી નિવૃત્ત થતો જાય છે. બહ્મમાં ચરવાથી, સ્વરૂપમાં એકાકાર થવાથી સંવર અને નિર્જરા એકસાથે બળવાનપણે થાય છે. અને તેનું પરિણામ યોગ્ય જ આવે છે. આરંભમાં ધૂળ પરિગ્રહથી વિરમનાર જીવ પુરુષાર્થને કારણે આંતરિક રીતે પણ અપરિગ્રહી થતો ૧૬૭
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy