SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ બતાવે છે, તથા જેમાં પોતાનું મરણ થવું જાણે એવાં પણ કપટ રચે છે. કપટ ઉઘાડું થઈ જતાં પોતાનું બૂરું થાય, મરણાદિક નીપજે તેને પણ ગણકારતો નથી. વળી માયાનો ઉદય થાય ત્યારે કોઈ પૂજ્ય અને ઇષ્ટજન સાથે સંબંધ થાય તો એમની સાથે પણ કપટ કરે છે, કંઇ વિચાર જ રહેતો નથી. કદાચિત્ છળ વડે કાર્યસિદ્ધિ ન થાય તો પોતે ખૂબ સંતાપવાન થાય છે, પોતાના અંગોનો ઘાત કરે છે તથા વિષ આદિ વડે મરણ પામે છે – આવી અવસ્થા માયા થતાં થાય છે.” માયાચારી વ્યક્તિ પોતાનાં બધાં કાર્યો કૂડકપટના આશ્રયે કરવા માગે છે, તે સમજતો નથી કે છેતરપિંડી વડે કોઈ કોઈ વા૨ અને કોઈ કોઈને ઠગી શકાય છે, હંમેશા નહિ, અને સૌને પણ નહિ. માયાચાર ખુલ્લો પડયા પછી જીવનભર માટે તેનો વિશ્વાસ ઊઠી જાય છે. વળી એ પણ લક્ષમાં રાખવા યોગ્ય છે કે લૌકિક કાર્યોની સિદ્ધિ માયાચારથી નહિ, પણ પૂર્વે બાંધેલાં પુણ્યોદયને કારણે થાય છે. અને પારમાર્થિક કાર્યોની સિદ્ધિમાં પાંચે સમવાય સહિતનો પુરુષાર્થ મુખ્ય કારણ છે. કાર્યસિદ્ધિ માટે કપટનો ઉપયોગ નિર્બળ વ્યક્તિ કરે છે, સબળ વ્યક્તિ પોતાના પુરુષાર્થને આધારે કાર્યસિદ્ધિ ઇચ્છતા હોય છે. વળી આ માયાચાર માત્ર અન્યને ઠગવા માટે જ થાય છે એમ પણ નથી, ઘણીએ વાર આ માયાચાર મનોરંજન માટે, આદતને કારણે પણ લોકો કરતા હોય છે. આવા લોકો સામાન્ય રંજન માટે બીજાને મોટી મુશ્કેલીમાં મૂકતા પણ અચકાતા નથી. એ કરતાં જીવ સમજતો નથી કે માયાચારીપણું માત્ર બીજાઓને જ નહિ, પોતાને માટે પણ એટલું જ ભયજનક નીવડી શકે છે, તે પોતાનાં સુખચેન પણ છોડાવે છે. માયાચારી વ્યક્તિ પોતે સશંક રહે છે કારણ કે પોતે જે દોરંગા નીતિ પકડી છે તે ખુલ્લી પડવાનો ભય તેને સતત સતાવે છે, અને ભયને કારણે તે આપત્તિથી ઘેરાયેલો હોય એવી લાગણી વેઠે છે. તેથી તેનું ચિત્ત સતત આકુળવ્યાકુળ રહે છે. આ અશાંતિમાં તે કાર્ય સફળતાપૂર્વક કરી શકતો નથી, તેમાં ય ધર્મસાધના અને ૧૩૬
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy