SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ થાય તેવું એક પણ નવું કર્મ બંધાય નહિ. અત્યાર સુધી આપની સાથે અનુભવેલી આંશિક એકતાની સ્મૃતિ એક ક્ષણ માટે પણ અવરાય નહિ, એ અનુભવ પૂર્ણતા પામતા સુધી વધતો રહે અને તેમાં વિઘ્નકર્તા કોઈ પણ ભાવ કે પ્રવૃત્તિ મારાથી થાય નહિ તેનો લક્ષ મને સતત આપશો. સકળ મંગલતા પ્રાપ્ત કરવા માટેના આશીર્વાદ માગું છું. સકળ પરિભ્રમણ દરમ્યાન સહુ સન્દુરુષોએ જે જે સાથ આપ્યો છે તેનો પરમ વિનયભાવથી ઉપકાર માનું છું. અને ગ્રહણ કરેલા એ અનન્ય ઋણની ચૂકવણી, પરમ નિઃસ્વાર્થ બુદ્ધિથી પાત્ર જીવોને કલ્યાણ માર્ગે વાળતાં કરી શકું એવી ભાવના અંતરંગમાં સાકાર કરતાં કરતાં, આપનાં, સર્વને અભય આપનાર નિર્દોષ અને નિષ્પાપી ચરણકમળમાં સર્વસ્વ ન્યોછાવર કરી સવિનય વંદન કરું છું.” ૐ શાંતિ. આત્મશુદ્ધિના માર્ગમાં આગળ વધ્યા પછી કેટલીક વાર પૂર્વે જે અગણિત ભૂલો સ્વચ્છંદથી કરી છે તેનું ભાન જીવને ખૂબ અકળાવે છે અને તે ભૂલો માટે પશ્ચાત્તાપનો ધોધ તેનામાં વહેવા લાગે છે, અને તે વખતે થોડા જુદા પ્રકારનાં ભાવ વ્યક્ત કરતી પ્રાર્થના તેનામાં સંસ્કરણ પામે છે. પૂર્વે જગત સાથે જે એકતા અનુભવી છે તેના પશ્ચાત્તાપ રૂપે પ્રભુ સાથેનું એકપણું અને જગત સાથેનું અલિપ્તપણે તેની ઝંખનાનો વિષય બને છે. તેથી જગતમાં લિપ્ત કરતા સર્વ પ્રકારના સંગને ત્યાગવાની તેની ભાવના ઉત્કટતાએ પહોંચે છે. તેને ચોતરફ પ્રભુનાં વીતરાગતા, સર્વજ્ઞપણું તથા સર્વદર્શીપણું કેવું ભવ્ય છે તેની સ્મૃતિ ફેલાયેલી લાગે છે. તેના અનુસંધાનમાં શ્રી પ્રભુને તે પ્રાર્થી ઊઠે છે કે – “હે રત્નત્રયના ધારક વીતરાગ પ્રભુ! તમારા ત્રિકાલિક જ્ઞાનને મારા સમય સમયના વંદન હો. તમારું સમયે સમયનું નિર્વિઘ્ન અખંડ આત્મરમણ સમજવાનો અને માણવાનો મને યોગ આપો. એ યોગ મેળવવા માટે જગતના સર્વ પદાર્થોથી નિરાભિલાષતા તથા અલિપ્તપણું માગું છું. પૂર્વનાં ભાવો તથા કૃત્યોના ફળરૂપે જે જે પુગલ પદાર્થોનો સંયોગ થયો છે, તે ૩૬
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy