SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ છેઃ મનોગુપ્તિ(આતરૌદ્ર ધ્યાન ધ્યાવવું નહિ), વચનગુપ્તિ (નિરવદ્ય વચન પણ કારણ વગર બોલવું નહિ), અને કાયગુપ્તિ(જરૂર વગર શરીર હલાવું નહિ). ગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. ઘાતીકર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. ઘાતી કર્મ ચાર છે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ચતુર્વિધ સંધ શ્રી અરિહંત ભગવાન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારના બનેલા સંઘની સ્થાપના કરે છે. તે સંઘ ચતુર્વિધ સંઘ કહેવાય છે. - - - ચરમાવર્ત જીવનું છેલ્લું આવર્તન ચરમાવર્ત કહેવાય છે. જીવ એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય થઈ, આત્મવિકાસ સાધી કેવળજ્ઞાન મેળવી સિદ્ધ થાય, તે છેલ્લી વખતનો વિકાસકાળ ચરમાવર્ત કહેવાય છે. ચક્ષુદર્શન – આંખની મારફત વસ્તુનું દર્શન થવું તેને ચક્ષુદર્શન કહેવામાં આવે છે. ચારિત્ર - આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર રહેવું તે છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કે લીનતા માણવી એ આત્મ ચારિત્ર કહેવાય છે. ચારિત્રમોહ - આત્માને તેના સ્વરૂપાનુભવથી ચ્યુત કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા ૩૮૯ પરિશિષ્ટ ૧ દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહમાં મુખ્ય ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ છે. તે પ્રત્યેકનાં ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ગણતાં સોળ ભાગ થાય. તેમાં નવ નોકષાય ભળી પચીસ પ્રકાર થાય છે. ચોથું અવિરિત સમ્યક્દષ્ટિ ગુણસ્થાન દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યક્દર્શન કહ્યું છે. જીવ ચોથા ગુણસ્થાને સમ્યક્દર્શન પામીને આત્માનાં અનંત ગુણોમાના પ્રત્યેક ગુણનો આંશિક અનુભવ કરે છે (સર્વગુણાંશ તે સમ્યક્ત્વ). આ ગુણસ્થાને ત્યાગ ન હોવાથી અવિરતિ ગુણસ્થાન કહેવાય છે. - ચોરી - જે વસ્તુ પોતાની નથી, તે કોઇના દીધા વિના ગ્રહણ કરવી, અથવા તો પોતાને જોઇતી ચીજ તેના માલિકને પૂછયા વિના લઈ લેવી, તે ચોરી. સ્થૂળ પૌદ્ગલિક વસ્તુ, માલિકની જાણબહાર ઉઠાવી જવી તે સ્થૂળ ચોરી, અને સૂક્ષ્મ ચોરી તે નાના પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે કે ઉપયોગ રહિતે ચૂક કરતા જવી. ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન - શ્રી કેવળી પ્રભુને આયુષ્યનો છેલ્લો અંતર્મુહૂર્ત કાળ બાકી રહે ત્યારે બીજા ત્રણ અઘાતી-કર્મો નામ, ગોત્ર અને શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા આત્મા મન, વચન અને કાયાના યોગને રૂંધી નાખે છે. મન, વચન તથા કાયાના યોગ આ છેલ્લા અને ચૌદમા ગુણસ્થાને રુંધાતા હોવાથી આ અયોગી કેવળી ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનના છેલ્લા સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક જ સમયમાં સિદ્ધભૂમિમાં પહોંચી ત્યાં સ્થિર થઈ
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy