SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ ઉપાદાન - જીવની પાત્રતા. ઉપાધ્યાયજી - ઉત્તમ આચાર્યના પગલે ચાલી, તેમની પાસેથી સ્વાર કલ્યાણના માર્ગનો ઉત્સાહથી ફેલાવો કરવાની પ્રેરણા લઈ સહુને માર્ગદર્શનરૂપ શિક્ષણ આપનારને ઉપાધ્યાયજી કહેવાય છે. એકેંદ્રિય - માત્ર સ્પર્શેન્દ્રિય ધરાવનાર જીવ એકેંદ્રિય કહેવાય છે. આવા જીવને ચાર પ્રાણ હોય છે: કાર્યબળ, સ્પર્શેન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. એકત્વભાવના - મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, અને એકલો જવાનો છે, આમ અંત: કરણથી ચિંતવવું તે એકત્વભાવના. ઔદારિક શરીર - ઉદાર એટલે શૂળ, તે પરથી દારિક શબ્દ આવ્યો છે. જે સ્થૂળ પુદ્ગલ પરમાણુનું બનેલું શરીર હોય તે દારિક શરીર કહેવાય છે. અંતર્મુહૂર્ત - આઠ સમયથી વધારે અને ૪૮ મિનિટથી ઓછા કાળને અંતમુહૂર્ત કાળ કહે છે. અંતરકરણ - જીવ અનિવૃત્તિકરણના કાળ પછી, ઉદય આવવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મનાં નિષેકોનો અંતરમુહૂર્ત માત્ર અભાવ કરે છે, અને તે પરમાણુને અન્ય સ્થિતિરૂપ પરિણમાવે છે, જેથી તેનો ઉદય થાય નહિ. આ પ્રક્રિયાને અંતરકરણ કહેવામાં આવે છે. અંતરાય - કોઈપણ પ્રકારનું સુખ મેળવવાની ઇચ્છા પૂર્ણ થવામાં નડતા વિનો તે અંતરાય. અંતરાય કર્મ - જે કર્મ આત્માનાં વીર્યબળને - શક્તિને રોકે કે અવરોધે છે તે અંતરાય કર્મ છે. આ કર્મના જોરથી જીવનું વીર્ય નબળું થઈ જાય છે, પુરુષાર્થ કરવાની શક્તિ તેનામાં યોગ્ય રૂપે રહી શકતી નથી. અંતવૃત્તિસ્પર્શ - શ્રી તીર્થંકર પ્રભુનાં સાનિધ્યમાં એક સમય માટે જીવ દેહથી ભિન્નપણાનો અનુભવ કરે છે, એટલે કે એક સમય માટે તે જીવ મિથ્યાત્વના ઉદયને તથા બંધને ટાળે છે. આ એક સમયના સ્વાત્માના એકરૂપપણાના અનુભવને અંતવૃત્તિસ્પર્શ કહેવામાં આવે છે. કર્તાભાવ/કર્તાપણું - જીવના જીવનમાં જે કાંઈ થાય છે તે હું કરું છું કે મારાથી થાય છે એવા ભાવ સહિતના વર્તનને કર્તાભાવ કહે છે. કર્મ - કર્મ એ સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણા છે. આવી સૂક્ષ્મ પુદ્ગલ વર્ગણાથી આખો લોક ભરેલો છે. સકર્મ આત્મા અર્થાત્ જીવ જ્યારે ભાવ કે ક્રિયા કરે છે ત્યારે કર્મવર્ગણાનો આત્મા સાથે સંબંધ થઈ જાય છે. આ વર્ગણામાં ઘણી શક્તિ હોવાને કારણે જ્યાં સુધી તેનું ફળ આત્માને આપે નહિ ત્યાં સુધી તે ખરી જતી નથી. કર્મ અનુભાગ/રસ - રસ એટલે જે કર્મ પ્રહણ થયું છે તેનો પરિપાક થતાં તેની તીવ્રતા કે મંદતા કેટલા પ્રમાણમાં હશે તેનું માપ. ફળ આપતી વખતે તે કર્મ આકરાં, સાદાં કે મધ્યમ પરિણામ આપે તે રસબંધ. રસબંધને “અનુભાગ' પણ કહેવામાં આવે છે. કર્મ ઉદય – બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. સંસારી સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છે - પ્રદેશોદય અને વિપાકોદય. કર્મ પ્રકૃતિ - પ્રકૃત્તિ એટલે સ્વભાવ. પ્રત્યેક ગ્રહણ કરેલા કર્મનો સ્વભાવ કેવી જાતનો થવાનો છે 3८६
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy