SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ આ રીતે ક્ષીણકષાયી થયેલો આત્મા બારમા ગુણસ્થાને આવી, શેષ કર્મોના સ્થિતિઘાત આદિ કરી છેલ્લો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે તે આત્મા પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાયાદિ ચૌદ પ્રકૃતિનો અને અન્ય કર્મોનો દ્વિચરમ સમયે ક્ષય કરી, ચરમ સમયે કેવળજ્ઞાન કેવળદર્શન મેળવે છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીનો સમઝકાળ ઉત્કૃષ્ટ અંતમુહૂર્તનો છે, અગર બેઘડીનો છે. અને પ્રત્યેક ગુણસ્થાને આત્મા અંતમુહૂર્તથી વધારે કાળ માટે રહેતો નથી. તેથી વચગાળાના ગુણસ્થાનોએ સદ્ગુરુનું પ્રત્યક્ષ માર્ગદર્શન તેને મળી શકે નહિ. માટે શ્રેણિની સફળતા માટે જે કંઈ સમજણ અને પૂર્વ પુરુષાર્થની તેણે તૈયારી કરવાની છે તે તેણે આઠમા ગુણસ્થાન પહેલાં જ કરી લેવી જોઈએ. આ અપેક્ષાએ આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીની શ્રી પંચપરમેષ્ટિની સહાય પરોક્ષ રહે છે. આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ આત્માએ એક જ બેઠક કરી લેવાનો હોય છે, અર્થાત્ તેને સર્વ ઘાતી કર્મોનો અંતિમ ક્ષય કરવા શક્ય તેટલા ઓછા સમયનો વપરાશ કરવાનો હોય છે. તે માટે તેણે ખૂબ જ પૂર્વ તૈયારી કરવી જરૂરી છે.શ્રેણિમાં જીવની આત્મદશા ઘણી શુધ્ધ હોય છે, અને તે વખતે પૂર્ણ શુધ્ધ થવા માટે તે પ્રયત્નવાન હોય છે, તેથી તે આત્માનાં શાંતિ તથા શુદ્ધિ પ્રત્યેક સમયે સંખ્યાત તથા અસંખ્યાતગણા વધતાં જતાં હોય છે. આવી વધતી અદ્ભુત શાંતિનું વેદન કરવામાં જીવ લિપ્ત બની, પ્રમાદી થઈ એક સમય માટે પણ તેમાં અટવાય, કર્મક્ષય કરવાની પ્રવૃત્તિમાં એક સમય માટે પણ શિથિલતા આવે તો તે જીવ નિયમપૂર્વક શ્રેણિથી પતિત થઈ નીચે ઊતરે છે. જો આવી પડવાઈમાં જવું ન હોય તો જીવે ઘણી બળવાન પૂર્વ તૈયારી કરવી જરૂરી છે, કારણ કે શ્રેણિમાં એક વખત કાર્ય શરૂ થયા પછી એ કાર્યને અધવચ્ચે અટકાવવા કે ફેરવવા કોઈ સમર્થ થતું નથી, એટલે કે ભૂલ થાય તો પણ તે જીવને સગુરુ, કેવળીપ્રભુ કે તીર્થંકરપ્રભુની ભૂલ સુધારવા માટે સહાય મળી શકતી નથી. શ્રેણિમાં જીવ આસપાસના સર્વ સંજોગોથી અલિપ્ત બની સ્વની એકાગ્રતા પ્રત્યેક સમયે વધારતો જતો હોવાથી કોઈ પણ બાહ્ય નિમિત્તની ૩૭૫
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy