SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ ૩. ગુણશ્રેણિ : પ્રત્યેક સમયે અસંખ્યાતગણા પ્રમાણ સહિત કર્મ નિર્જરવા યોગ્ય કરે, તેવી ગુણશ્રેણિ નિર્જરા કરે. તેને કર્મની નિર્જરા પ્રત્યેક સમયે અસંખ્યાત ગણી થતી જાય. ૪. ગુણસંક્રમ : અપૂર્વકરણના પ્રથમ સમયે અશુભ પ્રકૃતિનું દળિયું અપર પ્રકૃતિને વિશે જે સંક્રમે તે સ્તોક (સૌથી અલ્પ) હોય, તે પછીના પ્રત્યેક સમયે તે સંક્રમણ અસંખ્યાતગણું હોય. ૫. સ્થિતિબંધ : અપૂર્વકરણના પ્રથમ સમયે અન્ય નવો સ્તોક સ્થિતિબંધ આરંભે, સ્થિતિબંધ અને સ્થિતિઘાત સમકાળે પ્રારંભે અને સમકાળે પૂરા કરે. આ પાંચે પદાર્થ અપૂર્વકરણ ગુણસ્થાને પ્રવર્તે છે. આ ગુણસ્થાને જીવ અપ્રત્યાખ્યાન ચતુષ્ક અને પ્રત્યાખ્યાન ચતુષ્ક એ આઠ કષાય ઝડપથી ખપાવવા માંડે છે અને તેનો ઘણો મોટો ભાગ ક્ષીણ કરી નાખે છે. આઠમા ગુણસ્થાને શ્રેણિ માંડનાર પ્રત્યેક જીવની શુદ્ધિનું પ્રમાણ જુદું જુદું હોય છે, તેથી આ ગુણસ્થાનને નિવૃત્તિનાદર ગુણસ્થાન પણ કહે છે. નિવૃત્તિ એટલે ફેરફાર. આઠમા ગુણસ્થાને પહેલાં સમયની વિશુદ્ધિ બધાની જુદી જુદી હોય છે. અર્થાત્ એક જીવને આઠમા ગુણસ્થાને પહેલા સમયે જેટલી વિશુદ્ધિ હોય તેટલી વિશુદ્ધિ બીજા જીવને ચોથા પાંચમા કે તે પછીના સમયે હોઈ શકે છે, અથવા કોઈ જીવને દશમા સમયે જેટલી વિશુદ્ધિ હોય તેટલી વિશુદ્ધિ અન્ય જીવને પહેલા જ સમયે હોઈ શકે છે. આ પ્રમાણે સંભવતા ફેરફારને કારણે આઠમા ગુણસ્થાનને ‘અપૂર્વકરણ” ઉપરાંત ‘નિવૃત્તિબાદર’ ગુણસ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આઠમેથી વિકાસ કરી જીવ નવમા “અનિવૃત્તિબાદર' ગુણસ્થાને આવે છે. આ ગુણસ્થાને જીવની વિશુદ્ધિની માત્રા અસંખ્યાતગણી થઈ જાય છે, પરંતુ શ્રેણિ ચડનાર સર્વ જીવની વિશુદ્ધિ સરખી રહે છે. પ્રત્યેક સમયે દરેક જીવની વિશુદ્ધિ સરખી માત્રામાં વધતી જાય છે. એટલે કે એક જીવ પહેલા સમયથી બીજા સમયની વિશુદ્ધિ ૩૭૩
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy