SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ જોડાયેલા અને બાકીના પ્રદેશો દેહનાં પરમાણુ સાથે વિશેષ અંતરવાળા થાય તેવી અસમાન પરિસ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં જીવને દેહત્યાગની પરિસ્થિતિમાં રહેતી સમાધિનો આધાર તે વખતના પુરુષાર્થ પર વિશેષ અવલંબે છે. જેમ જેમ એકબાજુ આત્મપ્રદેશોનું દેહનાં પુદ્ગલ પરમાણુ સાથેનું જોડાણ યથાવતું હોય છે અને બીજી બાજુ અન્ય આત્મપ્રદેશોનું દેહના પુદ્ગલ પરમાણુ સાથેનું અંતર વધતું જાય તેમ તેમ તે જીવને તેમાં સમાનતા લાવી ક્ષાયિક સમતિ લેવું કઠણ થતું જાય તે સ્વાભાવિક રીતે જ સમજાય તેવી હકીકત છે. ક્ષયોપશમ સમકિત લીધા પછી કે ક્ષાયિક સમકિત પછી ચોથા ગુણસ્થાને જ્યારે જ્યારે જીવની સ્થિરતા વધે છે ત્યારે ત્યારે તેનાં ઘાતી કર્મોની નિર્જરા પણ વધે છે, અને તે કર્મોની સત્તાગત સ્થિતિ ઘટે છે. આમ થવાના પરિણામે તે જીવનો તેના સગુરુ પ્રતિનો અને શ્રી પ્રભુ પ્રતિનો અર્પણભાવ વધે છે. આને લીધે આત્મવિકાસમાં અડચણરૂપ થાય કે વિનરૂપ થાય તેવી પ્રવૃત્તિનો અને તેવા ભાવોનો ત્યાગ કરતાં શીખે છે, જે તે જીવની ગુરુ સાથેની અમુક અંશે એકતા વધારે છે, અર્થાત્ ગુરુની જેમ આજ્ઞાધીન રહેવાનો તેનો પુરુષાર્થ શરૂ થાય છે. તે પોતાના મન, વચન તથા કાયાનો સ્વછંદ અમુક માત્રામાં ક્ષીણ કરી, બાહ્યથી અંશે વ્રતનિયમ પાલન કરવાનો ધર્મ સ્વીકારે છે અને વધારે છે. આ સ્થિતિ તે જીવનું પાંચમું ગુણસ્થાન. આ દશાએ સંસારમાં બે અવસ્થા જોવા મળે છે. મન, વચન તથા કાયાને ગુરુઆજ્ઞાએ પ્રવર્તાવવાનો પુરુષાર્થ કરવો તે આંતરશૈલી, અને તે દશાને અનુરૂપ બાહ્યથી વતનિયમ ગ્રહણ કરવા તે બાહ્યશૈલી, કેટલાંક જીવોને બાહ્ય તથા આંતર શૈલી સંમાતરે ચાલે છે, એટલે કે બંને શૈલી એકબીજાની સ્થિતિને અનુરૂપ રહે છે, અને કેટલાંક જીવોને આ બંને શૈલી અસમાંતરપણે વહે છે. એટલે કે બાહ્યથી એક ગુણસ્થાનને અનુરૂપ વર્તન હોય અને અંતરંગથી બીજા ગુણસ્થાનને યોગ્ય ભાવના રહેતી હોય એવું થાય છે. આ રીતે અસમાંતરપણે બંને શૈલી વહે છે ત્યારે જીવના અંદરમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે. ૩૬૨
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy