SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ એટલું જ નહિ પણ તેઓ એકબીજા સાથેના વેરનો ત્યાગ કરી એક સમયની શાતાનું વેદન કરે છે. શ્રી તીર્થકર પ્રભુના ઉત્તમોત્તમ કલ્યાણભાવનો આ એક અને અનન્ય સબળ પુરાવો છે કે જેમાં સર્વ જીવ પ્રભુના સર્વોત્તમ મૈત્રીભાવને લીધે એકબીજા સાથે પણ એક સમય માટે નિર્વેરી થઈ જાય છે. આવો પ્રભાવ બીજા કોઈ પણ આત્માનો પડતો નથી, કે જેને લીધે જીવ સમસ્ત એકી સાથે નિર્વેરી થઈ જાય. આ કારણથી શ્રી તીર્થંકર પ્રભુ માટે “અરિહંત' શબ્દ પ્રયોજાય છે. અરિ એટલે શત્રુ અને હંત એટલે હણાયા છે તે. આમ અરિહંત એટલે જેમના સર્વ શત્રુઓ હણાઈ ગયા છે તેઓ. અર્થાત્ જેમણે જગતના તમામે તમામ જીવોને પોતાના મિત્ર બનાવ્યા છે, અને તેમનામાં રહેલા શત્રુભાવને હણી નાખ્યો છે તેઓ. શ્રી કેવળ પ્રભુ શક્તિ અને જ્ઞાનદર્શનની અપેક્ષાએ શ્રી તીર્થંકર પ્રભુ સમાન જ છે, પરંતુ છદ્મસ્થ અવસ્થામાં સેવેલા કલ્યાણભાવમાં બંને વચ્ચે ખાસી તરતમતા હોવાને કારણે કેવળ પ્રભુના નિમિત્તથી જીવો એવા નિર્વેરી બની શકતા નથી, જેવા શ્રી તીર્થંકર પ્રભુના નિમિત્તથી નિર્વેરી થાય છે. શ્રી કેવળીપ્રભુની બાબતમાં સમસ્ત જીવો પ્રભુ પ્રતિ નિર્વેરી થાય છે, પણ તેઓ એકબીજા સાથે વેરથી વિરમતા નથી, પરિણામે જગતજીવો સમગ્રપણે શાતાનું વેદન કરી શકતા નથી. આ કારણથી શ્રી કેવળ પ્રભુ “અરિહંત પ્રભુ” તરીકે ઓળખાતા નથી, માત્ર તીર્થકર જ અરિહંત કહેવાય છે. શ્રી અરિહંત ભગવાન બાર ગુણો ધરાવે છે. ૮ પ્રતિહાર્ય: અશોકવૃક્ષ, સુર પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડળ, દેવદુંદુભિ અને છત્ર, ચાર અતિશયો. ૧. અપાયાપગમ અતિશય એટલે ઉપદ્રવનો, રોગનો તથા અઢાર દૂષણોનો નાશ. ૨. જ્ઞાનાતિશય – સર્વજ્ઞપણું. ૩. પૂજાતિશય એટલે કે તેઓ સહુને પૂજનીય બને છે. ૪. વચનાતિશય – એમની વાણીને સહુ જીવો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. શ્રી કેવળી ભગવંતને આ અતિશયો હોતા નથી. - શ્રી અરિહંત ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે દેવો અચેત પુષ્પોની વૃષ્ટિ કરી જમીનને સમથલ કરે છે, ત્યાં સહુ બેસી શકે એવા સમવસરણની રચના કરે છે, તેના મધ્યભાગમાં વ્યાસપીઠની રચના કરી અશોકવૃક્ષ વિદુર્વે છે, પ્રભુની ૩૨૬
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy