SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ શરીરધારી મનુષ્યો કર્મભૂમિનાં, અકર્મભૂમિનાં, આંતરદ્વીપનાં વગેરે પ્રકારે જુદા જુદા હોય છે. અસંશીપણું છોડયા પછી પ્રગતિ કરવા માટે જીવને સંશીપણાના ૯૦૦ ભવ મળે છે. ત્રસકાયરૂપે જીવ વધુમાં વધુ ૨૦૦૦ સાગરોપમ કાળ રહી શકે છે, અને પૂર્ણ શુદ્ધિ મેળવી ન લે તો ફરીથી તે સ્થાવરકાય થાય છે. આ ૨૦૦૦ સાગરના કાળમાં સંજ્ઞીપણાના ૯૦૦ ભવોનો સમાવેશ થઈ જાય છે. સંજ્ઞીપણામાં અન્ય જીવોના ભાવો ગ્રહણ કરવા કે ન કરવાની બાબતમાં સ્વતંત્ર થઇ સ્વઈચ્છાએ વર્તી શકે છે. આ સ્વઇચ્છા સવળી બાજુની હોય તો તે સ્વતંત્રતા કહેવાય છે અને અવળી બાજુની હોય તો તે સ્વચ્છંદ કહેવાય છે. જીવ મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરે તો તે સદાકાળ ઉપકારી એવા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનો સાથ લઈ, ઉત્તમ આત્માઓનો આશ્રય કરી ૯૦૦ ભવમાં સિદ્ધ થવાની સિદ્ધિને વરે છે, અને જો તે સ્વચ્છંદે ચાલી સંસારના પદાર્થોના અતિ મોહમાં ગરક થઈ, પંચપરમેષ્ટિ ભગવંતની સદામાટેની ઉપકારી શિખામણ અવગણી, તેમની અશાતના કરી વર્તે તો મળેલા ૯૦૦ ભવને અશુભ પ્રકારે વીતાવી ફરીથી અસંશીપણામાં સરકે છે, અને પોતાનું પૂર્વવત્ પરાધીનપણું પ્રગટ કરી, ફરીથી સત્પુરુષો, પંચપરમેષ્ટિના સાથથી આગળ વધવા રાહ જોતા થઈ જાય છે. સંશીપંચેન્દ્રિય તરીકેની જીવની આ સ્વતંત્રતા નરકગતિ તેમજ દેવગતિમાં પ્રમાણમાં ઓછી છે, આ બંને ગતિ કરતાં તિર્યંચગતિમાં આ સ્વતંત્રતા પ્રમાણમાં વધારે છે, અને સૌથી વધારે સ્વતંત્રતા જીવને સંક્ષીપંચેન્દ્રિય મનુષ્યપણામાં મળે છે, અને તેમાંય કર્મભૂમિના મનુષ્યો તેનું ઉત્કૃષ્ટપણું અનુભવે છે. સંક્ષીપંચેન્દ્રિયપણાની ચારે ગતિમાં સમ્યક્દર્શન મેળવવા પૂરતો પુરુષાર્થ જીવ કરી શકે છે, કર્મભૂમિના સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચો પાંચમા ગુણસ્થાન સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે, અને કર્મભૂમિના સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યો પોતાને મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરી ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાને પહોંચી સર્વ કર્મથી મુક્ત થઇ, શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યઘન થવા સુધીનો પુરુષાર્થ કરી, સિધ્ધભૂમિમાં ચિરકાળ સિધ્ધ દશામાં અચળ ૩૧૪
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy