SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ધારણ કરી પરિભ્રમણ કરે છે. તેમાં સહુથી ઓછા ગર્ભજ મનુષ્યો છે, તે નિયમથી સંખ્યાતા જ રહે છે. મનુષ્યો કરતાં નારકી અસંખ્યાતગણા છે, નારકીઓથી બધા દેવો અસંખ્યાતગણી છે, અને દેવોથી પ્રત્યેક વનસ્પતિ જીવ અસંખ્યગણા છે. પંચેન્દ્રિય જીવોથી ચોરેંદ્રિય, ચૌરેંદ્રિયથી ત્રણ ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળાથી બે ઇન્દ્રિયવાળા લબ્ધ પર્યાપ્તકજીવો સંખ્યા પ્રમાણે અનુક્રમે વિશેષ અધિક છે. એ જ રીતે પર્યાપ્તિ સહિતના પંચેન્દ્રિય, ચોરેંદ્રિય, તેરેન્દ્રિય અને બેઇન્દ્રિય જીવો અનુક્રમથી અધિક અધિક છે. અનુત્તર વિમાનના દેવો સહુથી ઓછા છે, પણ તેથી નીચેના આનતસ્વર્ગપટલ સુધીના દેવો સંખ્યાતગણી છે અને તે પછીના સૌધર્મસ્વર્ગ સુધીના દેવો અસંખ્યાતગણા છે. કલ્પવાસી દેવોથી ભવનવાસી દેવો અને વ્યંતરદેવો અસંખ્યગણા છે, ત્યારે જ્યોતિષિક દેવો વ્યંતરદેવોથી સંખ્યાતગણી છે. તે જ પ્રમાણે સાતમી નરકમાં નારકી સહુથી ઓછા છે, અને તેનાથી ઉપર ઉપરની નરકના નારકીઓ અસંખ્યગણા થતા જાય છે. આ બધી ગતિઓમાં જીવ જઘન્યથી ઉત્કૃષ્ટ આયુ સુધીના પ્રત્યેક આયુ સહિત, પ્રત્યેક ક્ષેત્રમાં જન્મમરણ કરી ચૂક્યો છે. લોકસ્વરૂપભાવનાથી સમજાતી પરિભ્રમણ સ્થિતિ જીવને સંસારથી છૂટવા તમન્ના આપે છે. વળી પુદ્ગલના દેહ સાથે એકરૂપ થઈ દેહને પોતારૂપ માની તીવ્ર કે મંદકષાયી થાય છે. તીવ્ર કષાયમાં જીવ પાપાનુબંધી થાય છે અને મંદકષાયમાં જીવ પુણ્યાનુબંધી થાય છે. આ જીવ ચોથા ગુણસ્થાન પહેલાં બહિરાત્મા છે, ચોથા ગુણસ્થાને જઘન્ય અંતરાત્મા છે, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાને મધ્યમ અંતરાત્મા છે, અને સાતમાથી બારમા ગુણસ્થાન સુધીના સાધકો ઉત્કૃષ્ટ અંતરાત્મા છે. ત્યારે તેમાં અને ચૌદમા ગુણસ્થાનવર્તી અહત શરીર સહિતના પરમાત્મા છે. છ એ દ્રવ્યોમાં જીવ ઉત્તમ દ્રવ્ય છે, કારણ કે તે અંતરતત્ત્વ છે અને બાકીનાં પાંચે દ્રવ્યો બાહ્ય તત્ત્વ છે, તેઓ જ્ઞાનાદિથી રહિત છે. આ આત્મદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય સાથે અનાદિકાળથી જોડાયેલ છે. આખો લોક સૂક્ષ્મ-બાદર પુદ્ગલ દ્રવ્યથી ભરેલો છે, અને સંખ્યામાં જીવ-સંખ્યા કરતાં અનંતગણો છે. પુદ્ગલ દ્રવ્ય રૂપ, રસ, ગંધ, ૨૭૫
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy