SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના સંસારમાં સર્વ પ્રકારનાં દુ:ખથી છૂટી શાશ્વત સુખ મેળવવાની સાચી ભાવના જેમ જેમ જીવમાં જાગતી જાય છે, તેમ તેમ નીચે જણાવેલા વિચારો તેના અંતરંગમાં આકાર ધારણ કરતા જાય છે - — ૧. આ સંસાર દુઃખથી ભરેલો છે. તેમાં જણાતું સુખ પણ દુ:ખથી ગ્રહાયેલું છે. ૨. આવા દુ:ખોથી પર એવી સુખમય સ્થિતિ સંભવિત છે. ૩. સુખદુઃખનો અનુભવ કરનાર, દેહથી ભિન્ન આત્મા છે. ૪. ક્ષણિક સુખદુઃખથી પર રહી, અનંત સુખને માણનાર આત્માઓ છે. ૫. સર્વ દુ:ખથી છોડાવી, પરમ સુખમાં લઈ જનાર માર્ગ હોવો જોઈએ. ૬. સુખના તે માર્ગનું આરાધન કરી, જીવોને સન્માર્ગ બોધી, તે સુખ પ્રાપ્ત કરવામાં માર્ગદર્શક બની શકે તેવા સમર્થ જીવો આ સંસારમાં પ્રવર્તતા હોવા જોઈએ. ૭. સ્વપર ઉપકારક આવા સમર્થ આત્માનાં સાનિધ્યની મને આવશ્યકતા છે. ૮. આવા સમર્થ આત્માનાં સાનિધ્યમાં રહીને, તે સન્માર્ગનું જાણપણું કેળવીને, સ્વકલ્યાણાર્થે એ માર્ગનું આરાધન મારે કરવું છે. સંસારથી છૂટવાના ભાવ જ્યારે જીવમાં ઉદ્ભવે છે, ત્યારે આ વિચારોના અંશો તેનામાં પ્રગટ થાય છે. તેના સ્વીકાર વિના સંસારથી છૂટવાના ભાવ સ્પષ્ટ થતાં નથી. એમ બની શકે ખરું કે પોતે એનો સ્વીકાર કરે છે તેવું સ્પષ્ટ ભાન તેને ન હોય. જેમ જેમ સંસારથી છૂટવાની ભાવના જીવમાં સ્પષ્ટ તથા બળવાન થતી જાય છે તેમ તેમ આ વિચારો પ્રગટપણું ધારણ કરે છે, અને તેનું યથાર્થપણું જીવને ખુલાસાથી સમજાતું જાય છે. વળી આ સંસારમાં જે પ્રવૃત્તિ તેણે ભવોભવ દરમ્યાન કરી છે – જે વસ્તુ મેળવવાની ઇચ્છા હોય તે જેની પાસે હોય તેની સેવના કરી તેનું દાન લેવાની યાચના કરવી – તે અભ્યાસ આ વળાંકકાળે તેને ઉપયોગી થાય છે. પોતાને જે જાતનું સુખ
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy