SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ ત્રણેની અસર એવા પ્રકારની છે કે તે જીવને દોષથી છોડાવતી જાય છે. તે ત્રણેના પરિચયથી જીવ સન્માર્ગે આવે છે અને દોષથી મુક્ત થતો જાય છે. અનાદિકાળથી સંસારમાં રખડતો જીવ પોતે પોતાને જ ભૂલી ગયો છે, તે પોતાનાં સ્વરૂપને ઓળખતો નથી, તેથી તે અનેક પ્રકારની અસુવિધા તથા ભૂલભૂલામણીમાંથી પસાર થયા કરે છે. આવું પોતાને ભૂલી જવા રૂપ અજ્ઞાન જ્ઞાનીપુરુષ તથા સપુરુષના આશ્રયથી નાશ પામે છે. પુરુષનો પ્રભાવ એવો છે કે જીવ દોષ ટાળી નિર્દોષ થતો જાય છે. અને જો સપુરુષ નિર્દોષ ન હોય તો બીજાના દોષ કેવી રીતે ટાળી શકે ? સત્પરુષનાં વચનામૃત, મુદ્રા તથા સમાગમનું આ કાર્ય જણાવવા ઉપરનો “દર્શન માત્રથી નિર્દોષ” શબ્દપ્રયોગ થયો હોય એમ જણાય છે. એ પરથી આત્માના અપૂર્વ સ્વભાવની જાણકારી મેળવવા તરફ થતી જીવની પ્રગતિ દેખાય છે. “જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે; એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઇએ; એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું, એમ જિનાગમ આદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિકાળથી રખડ્યો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહિ વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનના નિદિધ્યાસનનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે, એમ સપુરુષોએ કહ્યું છે.” – શ્રી. રા. વચનામૃત આંક ૨૦૦ ૨૩)
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy