SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનો અપૂર્વ સ્વભાવ सयलकुहियाणं पिंडे किमिकुलकालयं अउव्वदुग्गंधं । मलमुत्ताणां गेहं देहं जाणेहि असुइमयं || ८३ ॥ હે ભવ્ય! તું આ દેહને અશુચિમય, અપવિત્ર જાણ. કેવો છે આ દેહ? સઘળી કુત્સિત અર્થાત્ નિંદનીય વસ્તુઓના પિંડ સમાન છે, કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડા તથા નિગોદિયા જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગધમય છે તથા મળ અને મૂત્રનું ઘર છે. – સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા, અશુચિ ૮૩ સંજ્ઞી પંચેન્દ્રિય આત્માનું શરીર છદ્મસ્થ અવસ્થામાં ઘણું અશુચિમય છે એનું કારણ સમજાવતાં કહે છે કે તેમાં અનંત એકેંદ્રિય જીવો વસે છે, આ જીવોની અશુચિ પંચેન્દ્રિય જીવનાં શરીરમાં ઠલવાય છે, અને તે શરીરને વધારે અશુચિમય બનાવે છે. જીવનાં કર્મ જેમ જેમ ભારે તેમ તેમ તે અશુભ પુગલો વધારે ગ્રહણ કરે છે, અને અશુભ પુદ્ગલો ગંદકી વધારે સર્જે તે સમજાય તેવી બાબત છે. વળી, એકેંદ્રિય જીવોની પરિણતિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવની વૃત્તિ અનુસાર ચાલતી હોવાને લીધે, આડકતરી રીતે દેહની અશુચિની માત્રાની તરતમાતા સંજ્ઞીપંચેન્દ્રિય જીવનાં ભાવાનુસાર સર્જાય છે. તેથી સંજ્ઞીપંચેન્દ્રિય જીવ દેહની અશુચિને અને તેની નશ્વરતાને બરાબર ઓળખે તો તે દેહની આસક્તિથી છૂટતો જઈ શકે છે. सट्ठ पवित्तं दव्वं सरससुगंधं मणोहरं जं पि । देहणिहित्तं जायदि धिणावणं सुट्ठदग्गंधं ॥ રૂડા, પવિત્ર, સરસ અને મનને હરણ કરવાવાળા સુગંધિત દ્રવ્યો છે તે પણ આ દેહમાં નાખતાંની સાથે જ ધૃણાત્મક અને અત્યંત દુર્ગધમય બની જાય છે. - સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા અશુચિ – ૮૪ દેહની અપવિત્રતા કેટલી બળવાન છે તેનું ચિત્ર આપણને આ શ્લોકમાં જોવા મળે છે. બહારથી જે દ્રવ્યો સુગંધી છે, મનોરમ્ય છે તે પણ શરીરમાં જતાં અન્ય ૨૧૯
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy