SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનો અપૂર્વ સ્વભાવ ત્યારે તે ભયકલાંત જીવ ખૂબ જ પ્રભાવિત થઈ, ગુરુનાં ચરણમાં બીનશરતીપણે નમી પડે છે. એમની શાંતિ, શીતળતા અને સહજાનંદથી ભરેલી મુદ્રા જીવને માટે ખૂબ આકર્ષણનું કારણ થઈ પડે છે, કારણ કે આવી શાંતિ, શીતળતા કે સહજાનંદનો અંશ પણ તેને સંસારમાં અનુભવવા મળ્યો હોતો નથી. વળી, સદ્ગુરુની મુખમુદ્રાનાં દર્શન કરવાથી જીવને અંતરંગમાં ખૂબ જ શાંતિનો અને શીતળતાનો અનુભવ થાય છે. મનમાં ઘણો આરામ વેદાય છે, અને પોતાનાં મનમાં ચાલતી વિચારની હારમાળા સહજપણે મંદ થતી અનુભવાય છે. જે વિકલ્પોની વણઝાર તેને સતત પીડા આપતી હોય છે તે સહજતાએ અલ્પ થતી અનુભવાતાં તે જીવ સ્વાભાવિકપણે શાંતિનું વેદન કરે છે અને તે શાંતિ પામવાના નિમિત્તરૂપ ગુરુમુખનું આકર્ષણ વર્ધમાન થાય છે. સત્પુરુષોનાં બોધવચનોને વધારે અસરકારક બનાવવામાં તેમની મુખમુદ્રા ઘણો નોંધનીય ફાળો આપે છે, કારણ કે તેમની વાણીની સાથોસાથ તેમનાં નયનો, કપાળ અને અન્ય અંગો કલ્યાણભાવ પ્રસરાવવામાં ખૂબ જ સક્રિય રહેતાં હોય છે. જીવ સત્પુરુષનાં વચનનો અને મુદ્રાનો આવો અલૌકિક અનુભવ કરે છે, ત્યારે તેને સહજતાએ સત્પુરુષના યોગમાં રહેવાના ભાવ જાગે છે. થોડાક સમય માટે સંપર્કમાં રહેવાથી જે આત્માની આવી સુંદર અસર થાય છે, તેના યોગમાં વિશેષ રહેવાનું નિમિત્ત મળે તો કેટલો બધો લાભ થાય! આ ગણિત તેના મનમાં ચાલે છે. જે આત્માનું થોડાકાળનું સાનિધ્ય પણ અપૂર્વ શાંતિનું વેદન કરાવે છે, વિકલ્પોની વણઝારથી રક્ષણ કરે છે અને પરમ મિત્રતાનો અનુભવ કરાવે છે, તે સાનિધ્ય લાંબા કાળનું બને તો તેમની રોજિંદી રહેણીકરણીનો પરિચય કેવું ફળ આપે તેવી જિજ્ઞાસા તે જીવમાં બળવાન થાય છે. આ ઉત્તમ પુરુષ પોતાનાં રોજિંદા જીવનમાં કર્મના ઝપાટાને કેવી રીતે નમાવે છે, કર્મોનાં બળવાનપણા વખતે પોતાનું વીર્ય વધારે સક્રિય કેવી રીતે કરી જીત મેળવે છે, પ્રબળ શાતાના ઉદયમાં પોતાનાં વીર્યને કેવી રીતે ફોરવી સંસારની લાલચમાં કે લબ્ધિસદ્ધિના મોહમાં પોતાને ફસાતો અટકાવી અણનમ રહે છે એ વગેરે વિશેની તેની જિજ્ઞાસા બળવાન થાય છે. તેની સામે પોતાની વીર્યહીનતા, પામ૨૫ણું વગેરે પ્રત્યક્ષ થતાં પોતાનું ઉજ્જવળપણું ૨૦૫
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy