SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રસ્મરણ ગુણ; જ્ઞાનાચાર (જ્ઞાન ભણે, ભણાવે તથા ભણનારને સહાય કરે), દર્શનાચાર (શુદ્ધ સમ્યકત્વ પાળે, પળાવે, સમકિતથી પડતાને સમજાવી સ્થિર કરે), ચારિત્રાચાર (શુદ્ધ ચારિત્ર પાળે, પળાવે, અનુમોદ), તપાચાર (છ બાહ્ય તપ: અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા, છ અત્યંતર તપ: પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ એ કરે, કરાવે, અનુમોદ), વર્યાચાર (ધર્માચાર કરવામાં પોતાની બધી શક્તિ ખીલવે) આ પાંચ આચાર પાળે તે પાંચ ગુણ; ઈય સમિતિ (ઉપયોગ પૂર્વક ચાલવું), ભાષા સમિતિ (ઉપયોગ પૂર્વક બોલવું), એષણા સમિતિ (ઉપયોગ પૂર્વક અપ્રાસુક આહાર તથા પાણી વહોરવા નહિ), આદાન નિક્ષેપણ સમિતિ (વસ્ત્ર કે પાત્ર અણપૂંજી ભૂમિ પર લેવું કે મૂકવું નહિ), પરિસ્થાપન નિકાસ સમિતિ (મળમૂત્ર અણપૂંજી જીવાકૂલ ભૂમિએ પરઠાવવું નહિ), એ પાંચ સમિતિ પાળે તે પાંચ ગુણ; મનોગુપ્તિ (આર્ત રોદ્ર ધ્યાન ધ્યાવે નહિ), વચનગુપ્તિ (નિરવ વચન પણ કારણ વગર બોલે નહિ), કાયગુપ્તિ (જરૂર વગર શરીરને હલાવે નહિ), આ ત્રણ ગુપ્તિ પાળે તે ત્રણ ગુણ. આ બધા ગુણોનો સરવાળો છત્રીશ થાય છે. જે ગુણપાલન સહિત આચાર્યજી વર્તે છે તેની વિચારણા કરીએ તો સમજાય છે કે તેઓ ક્ષણે ક્ષણે મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે. તેમની વર્તના તથા ભાવના એવાં રહે છે કે પ્રત્યેક સમયે કર્મબંધ કરતાં કર્મનિર્જરા અસંખ્યગણી હોય છે. ટૂંકમાં કહીએ તો છબસ્થમાં સંભવિત ઉત્તમોત્તમ ચારિત્ર તેઓ પાળે છે. આવા આદર્શ ચારિત્રના પાળનાર શ્રી આચાર્યજી પ્રત્યક્ષ કલ્યાણ કરનાર ઉપકારક આત્મા તરીકે ચીરસ્મરણીય સ્થાને મહામંત્રમાં રહે તે સહજ છે. તેઓ પોતાની આત્મશુદ્ધિ વધારતાં વધારતાં અન્ય પાત્ર જીવોને ખૂબ જ મદદકર્તા થાય છે. શ્રી આચાર્યજીએ ઉપાડેલા સ્વાર કલ્યાણના ભવ્ય પુરુષાર્થમાં સતત સહાયરૂપ થનાર, શુદ્ધિના માર્ગે પળનાર શ્રી ઉપાધ્યાયજીનું સ્થાન તેમના પછી તરત જ આવે છે. શ્રી પ્રભુના બોધને સર્વાગે અવધારી, એ બોધને આચાર્યજી ગ્રંથસ્થ કરે છે તથા ભવ્ય જીવોને તેનો ઉપદેશ કરે છે; આ ગ્રંથોનો તથા ઉપદેશનો સતત અભ્યાસ કરી, આચાર્યજી પ્રણીત શાસ્ત્રો તથા સૂત્રોનાં રહસ્યને સમજી અન્યને સમજાવવામાં ૧૮૧
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy