________________
મંત્રસ્મરણ
જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુ કે તેમના દ્વારા મળતા સિદ્ધ મંત્રની પ્રાપ્તિની સંભાવના ન હોય ત્યારે મોક્ષમાર્ગ બંધ ન થઈ જાય તેવા અત્યંત બળવાન શુભ હેતુથી આ મંત્રનું પ્રગટીકરણ શ્રી તીર્થકર ભગવાને કર્યું છે. વર્તમાન શાસન શ્રી મહાવીર પ્રભુનું હોવાથી આપણે કહી શકીએ કે શ્રી મહાવીરદેવે જનકલ્યાણાર્થે આ મંત્ર આપ્યો છે. પરંતુ શુદ્ધભાવથી વિચારતાં જણાય છે કે પ્રત્યેક તીર્થંકર પ્રભુ લોક કલ્યાણાર્થે આ મંત્ર પ્રગટ કરતા આવ્યા છે, જેનું આરાધન પ્રત્યક્ષ ગુરુના અભાવમાં પણ ઉત્તમ ફળ આપે છે. સર્વજ્ઞ શ્રી તીર્થંકર પ્રભુની સ્મૃતિ લઈ, મનથી તેમની આજ્ઞા લઈ, જે કોઈ જીવ આ મંત્રનું ભાવપૂર્વક આરાધન કરે તેને આ મંત્ર સહજતાએ ફળે છે. પ્રત્યેક તીર્થકર પ્રભુ પોતાની જીવ સમસ્તનું કલ્યાણ કરવાની ભાવના એમાં રેડી પ્રાણ પૂરતા આવ્યા છે. આથી આ મંત્ર અનાદિ સિદ્ધ છે. અનાદિકાળ પહેલાં શરૂ થયેલો આ મંત્ર અનંતકાળ પછી પણ રહેવાનો છે તે કારણે શ્રી સર્વજ્ઞ પ્રભુએ આ મંત્રને ‘શાશ્વતો કહ્યો છે. કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે આ મંત્રનો પ્રભાવ રહેતો હોવાથી તે યથાર્થતાએ “મહામંત્ર” તરીકે ઓળખાય છે.
અન્ય સર્વ મંત્રો આત્માના અમુક વિશિષ્ટ ગુણને કે સ્થિતિને લક્ષમાં લઈને રચાયા હોય છે, કારણ કે જે જીવે એનું રટણ કરવાનું હોય છે તેને તે ગુણો વિકસાવવા સત્તાગત કર્મોનો નાશ કરવા જરૂરી હોય છે. આમ એ મંત્ર મર્યાદિત જનસમૂહને ઉપકારી થાય છે, પરંતુ તે મંત્ર તે સમૂહને વિશેષતાએ અને ત્વરાથી ફળવાન થાય છે કારણ કે તેમના કર્મક્ષયના ઉદ્દેશથી એની રચના થઈ હોય છે. એ જ પ્રમાણે નમસ્કાર મહામંત્ર સમસ્ત જનકલ્યાણાર્થે રચાયેલો હોવાથી આત્માના સર્વ ગુણોને આવરી લે એ પ્રકારે રચાયો જણાય છે.
આ મહામંત્રમાં મોક્ષમાર્ગના પ્રણેતા તેમજ મોક્ષમાર્ગને યથાર્થ અનુસરનાર સર્વનો સમાવેશ જોઈ શકાય છે, સાથે સાથે તે સર્વને તેમાં ભાવપૂર્વક વંદન કરાયેલા છે. આ વંદન કરવાથી જીવને ઘણો વિશેષ લાભ થાય છે. મોક્ષમાર્ગમાં યથાર્થતાએ ચાલતા આત્માઓને જીવ જ્યારે ભાવપૂર્વક વંદન કરે છે ત્યારે તે તે આત્માઓ સમક્ષ મંત્રરટનારનું લઘુત્વ સ્વીકારાય છે. આ લઘુત્વના સ્વીકાર સાથે મનુષ્યગતિના સૌથી
૧૬૯