SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ બીજા દિવસથી થીસીસ ટાઈપ કરવાની શરૂઆત કરી. થીસીસ ટાઈપ કરતી હતી ત્યાં બપોરના સમયે તેઓ આવ્યા, ત્યારે મારી નવાઈનો પાર ન રહ્યો. કેમકે એક તો તેઓ કામમાં બહુ વ્યસ્ત હતા, અને બીજું દર વખતે થીસીસના કામ માટે હું તેમને મળવા અને માર્ગદર્શન લેવા કોલેજ પર જતી. આથી મેં તેમને આટલા જલદી આવવાનું પ્રયોજન પૂછયું. તેમણે મને જણાવ્યું કે તમે એક બેઠકે આ પ્રકરણ લખ્યું અને મેં એક જ બેઠકે આ પ્રકરણ તપાસ્યું. મેં રાત્રે આ પ્રકરણ ઉપર ઉપરથી જોઈ જવા વિચાર્યું હતું, પણ આખું પ્રકરણ રાત્રે એક વાગે પૂરું થયું તે પછી જ હું ઊઠી શક્યો. તે પછી હું સૂવા ગયો, અને મારે સવારે ચાર વાગે ઊઠી, એન. સી.સી ની પરેડ માટે જવાનું હતું, તેને બદલે સવારે સાડાત્રણે પૂરી સ્કૂર્તા સાથે ઊઠી ગયો, અને અત્યાર સુધીનું બધું જ કામ વિના વિઘ્ન સરળતાથી પૂરું થયું. આથી હું ખૂબ આશ્ચર્ય અનુભવું છું. તે જણાવવા આવ્યો છું. મે વળતું પૂછયું, “પણ સર, આ પ્રકરણમાં મારે ફેરફાર કેટલા કરવાના છે?” તેમણે જવાબ આપ્યો, “એક પણ શબ્દનો નહિ.” મને પ્રભુને કરેલી હૃદયપૂર્વકની પ્રાર્થનાનો બરાબર લાભ મળ્યો. મેં મનોમન પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો અને વંદન કર્યા. થીસીસ પૂરી કરી સમયસર યુનિવસીટીને સોંપી દીધી. થોડા સમય પછી મારી વાઈ વાઇ લેવાઈ. મારા રેફરી-પરીક્ષક હતા શ્રી દલસુખભાઈ માલવણિયા જેઓ જૈનશાસ્ત્રોના નિષ્ણાત ગણાતા હતા. તેમણે આખી થીસીસ માટે સારો રીપોર્ટ લખ્યો હતો, અને તેમાં આત્મવિકાસનાં પ્રકરણ માટે લખ્યું હતું કે “...પણ આ બધાને ટપી જાય તેવું કાર્ય તો લેખિકાએ સમગ્ર વાંગ્મયનો સૂક્ષ્મ અભ્યાસ કરીને શ્રીમદ્ગો જે આધ્યાત્મિક જીવનવિકાસ આલેખ્યો છે, અને ભારતીય સંતોની પરંપરામાં શ્રીમનાં જીવનની જે ઉચ્ચ ભૂમિકા હતી, તેને જે રીતે વ્યક્ત કરી છે તે છે. આખો નિબંધ ન હોત અને માત્ર શ્રીમન્ના આ આધ્યાત્મિક જીવનનું તારણ લેખિકાએ જે રીતે સુસંવાદ રીતે, લખાણોમાંથી આધાર ટાંકીને કરી બતાવ્યું છે, તે જ માત્ર હોત તો તે પણ લેખિકાની સંશોધન શક્તિના પૂરાવા રૂપે બનત અને એટલા માત્રથી પણ તેમને પી.એચ.ડી. ની ઉપાધિને યોગ્ય ઠરાવત - એ પ્રકારનું સમર્થ રીતે આ પ્રકરણ લખાયું છે.” મારી હૃદયપૂર્વકની પ્રાર્થનાનું ફળ અનુભવાતાં પ્રાર્થનાની મહત્તા હૃદયસ્થ બની. xvi
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy