SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ કઈ રીતે વર્તવાથી કર્મવૃદ્ધિ થાય, ક્યા ભાવની વૃદ્ધિ કરવાથી કર્મોથી નિપજતા ભયથી રહિતપણું આવે, કયા ભાવની ઉત્પત્તિ કરવાથી કર્મોથી ઉપજતો ભય વધતો જાય વગેરે વગેરે. આમ આપના શરણે આવવાથી આપના તરફથી જાણકારી મળવાની શરૂઆત થઈ ગઈ છે. તેથી સમજાય છે કે જેટલા અંશે અમે આજ્ઞા પાળી શકીશું એટલા અંશે અમે તમારું લીધેલું શરણ સાર્થક કરી શકીશું. આંશિક આજ્ઞાપાલનનો આનંદ વેદાતાં આપના શરણમાં પૂર્ણતાએ આવવાના ભાવ વિકસિત થાય છે, સાથે સાથે જોરદાર પણ થતા જાય છે. તેથી અમે અમારા પ્રવર્તતા સ્વછંદને પૂર્ણતાએ તોડવા તત્પર થયા છીએ. આ સ્વચ્છંદને ક્ષીણ કરી, આજ્ઞાધીન બનતા જવાથી તમારી કૃપાથી અમને દિવ્યખંજન મળશે, જેના થકી અમે મોક્ષમાર્ગના ભેદરહસ્યોની જાણકારી મેળવી કેવળજ્ઞાનદર્શનરૂપી ઉત્તમ ખજાનો જાણી શકવાની અને જોઈ શકવાની શક્તિ મેળવી શકીશું. આવાં ભેદરહસ્યો મેળવવાની પાત્રતા તો જ આવે જો મેરુપર્વત જેટલા મહિમાવાળા અર્થાત્ અપરંપાર મહિમાવાળા શ્રી ધર્મનાથ પ્રભુને અમારા હૃદયમાં પૂર્ણતાએ પ્રસ્થાપિત કરી શકીએ. એ માટે સ્વચ્છંદનો ત્યાગ કરી શ્રી પ્રભુને અમારાં મન, વચન તથા કાયા આજ્ઞાધીન કરવા ઇચ્છીએ છીએ. એમ કર્યાથી મોક્ષમાર્ગના ભેદો-રહસ્યો શ્રી પ્રભુની કૃપાથી ત્વરાથી મળવા લાગશે. શ્રી પ્રભુને ભક્તહૃદયમાં સ્થાપવાની ક્રિયા કરવામાં શ્રી સદ્ગુરુનો ફાળો સહુથી અગત્યનો છે, કેમકે તેમના જ યથાર્થ બોધથી અને ઉપદેશથી જીવ આ કરવા યોગ્ય કાર્યનો અણસાર તથા આજ્ઞા પામી શકે છે. શ્રી સદગુરુ તરફથી માર્ગદર્શન ગ્રહણ કરીને તે ધર્મનાથ જિન! તમને અમારા હૃદયમાં સ્થાપવાની ક્રિયા કરવાથી અમે અમારું ભાગ્ય ખીલવી લીધું છે. શ્રી ગુરુજીના સબોધનો સાથ લઈને મનની જેવી ગતિ છે તેવી શીધ્ર ગતિથી અમારે મોક્ષમાર્ગમાં આગળ વધવું છે, ગુરૂગમનો જો સાથ ન હોય તો માર્ગના અજાણપણાને લીધે અમારે પતિત થવાનો સંભવ થાય છે, તેથી આ માર્ગના ઉત્તમ ભોમિયારૂપ શ્રી સદ્ગુરુના સબોધનો સાથ ઘણો જરૂરી છે, તે નિશ્ચય અમને વર્તે છે. આ નિશ્ચયથી અમે શ્રુત
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy