SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ લાગ્યો છે-માર્ગાનુસારી બન્યો છે. તેનાથી વિશેષ વિકાસ કરી તેણે માર્ગ પામેલો બનવાનું છે. તેણે માર્ગની અંતરંગ ભેદ સહિતની જાણકારી મેળવવાની છે. અંતરંગ ભેદ સહિતની જાણકારી મેળવ્યા વિના જીવ શુભ પ્રવૃત્તિ તો કરી શકે છે, પણ આવી ધર્મપ્રવૃત્તિ કરવામાં જીવના અંતરમાં ઐહિક સુખની વાસના ભરેલી હોય છે, તેથી તેમાંથી જન્મતા પુણ્યના પ્રભાવથી તેઓ કલ્પવાસી કે ગ્રેવેક દેવલોકના સુખ મેળવી શકે છે, પણ મોક્ષનું સુખ મેળવી શક્તા નથી. જો ધર્મપ્રવૃત્તિ કરતી વખતે તેમાંથી પોતાનું કર્તાપણું ખેંચી લે અને ઐહિકસુખની વાસના છોડી, મોક્ષપ્રાપ્તિની અભિલાષા તીવ્ર કરે તો તેઓને ઇચ્છિત પ્રાપ્ત થાય છે. આ અંતરંગ ભેદજ્ઞાન જે આપની કૃપાથી સહજતાએ પ્રાપ્ત થાય છે, તેને જગતમાં શોધવામાં આવે તો જીવને ઘણી ઘણી કઠણાઈઓનો સામનો કરવો પડે છે. જગતમાં અનેક પ્રકારનાં ધર્મ, પ્રત્યેક ધર્મના અનેક વિભાગ જોવા મળે છે. વળી જ્યાં તપાસ કરવામાં આવે ત્યાં પોતાનો સ્વાર્થ પોષવા, અનેક પ્રાપ્તિની મોટી મોટી વાતો કરીને જીવને અવળે માર્ગે દોરવામાં આવે છે. તેને લીધે તથ્ય પ્રાપ્ત કરવામાં ઘણી કઠણાઈ ઊભી થાય છે, પરિણામે ઉભય પક્ષે નુકશાન થાય છે. આપની આજ્ઞાથી વિપરીત વર્તન કરનાર તથા બોધનાર મહા મોહનીય અને અન્ય ઘાતી કર્મો ઉપાર્જન કરે છે. આવા મોહનું સામ્રાજ્ય વિસ્તૃત થાય ત્યારે જ ગચ્છમાં ભેદ વધતા જાય છે. તો આત્મરક્ષક પ્રભુ! અમને આવા સ્થિતિ સંજોગથી બચાવજો. આપની આજ્ઞાનુસાર વર્તન કરનાર અને બોધનાર બંનેને લાભ થાય છે. આપના ઉપદેશાનુસાર ઉપદેશ આપવો અને વર્તન કરવું તેનું નામ શુદ્ધચારિત્ર, તેનાથી વિરુદ્ધ વર્તન કરવું તે પાપનો પોટલો બાંધવો. આ સિદ્ધાંતને લક્ષમાં રાખીને જે જીવ વર્તે તે આપ અનંતનાથ પ્રભુની કૃપાથી સુખનું અનંત સામાન્ય ભોગવી શકે છે. હે પ્રભુ! અમે આ અનંતસુખની પ્રાપ્તિના અભિલાષી છીએ. તેથી અમારા પર અનંત કૃપા વરસાવી અમને સન્મતિ તથા સદ્વર્તન પ્રદાન કરો. કોઈ પણ પ્રકારના મોહમાં પડ્યા વિના, અમે કરેલી સર્વ શુભ પ્રવૃત્તિઓના ફળ રૂપે મોક્ષ માગતા રહીએ, એવી અમારી વૃત્તિ સબળ કરતા જશો. આપની આજ્ઞામાં સતત રહેવાની અમારી ૪૭
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy