SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ રીતે જીવ દેવગતિનું વિશેષ આકર્ષણ વેઠે છે, કારણ કે ત્યાં નીરોગીપણું અને ભૌતિક શાતાની બહુલતા રહેલી છે. વળી, મનુષ્યગતિમાં ઉપસર્ગ, પરિષહ સહિત અનેક પ્રકારનાં કષ્ટોનો અનુભવ જીવને થાય છે તેથી તેનું જીવને સામાન્યપણું થઈ જાય છે. પરંતુ જ્યારે આત્મશુદ્ધિથી મળતાં સુખનો અનુભવ વિચારવામાં આવે છે ત્યારે મનુષ્ય જન્મની અનેકવિધ શ્રેષ્ઠતા સમજાતી જાય છે. આપની કૃપાથી અમે એટલું તો સમજી શક્યા છીએ કે આત્મવિશુદ્ધિના માર્ગે જવું હોય તો જીવે ઓછામાં ઓછું સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરવું જ જોઈએ. કોઈ પણ અસંજ્ઞી જીવ શ્રી વીતરાગ પ્રભુના માર્ગમાં સકામપણે – ઇચ્છાપૂર્વક ચાલી શકતો નથી. વળી, પાંચમાંથી એક પણ ઇન્દ્રિયનો પૂર્ણ ઘાત થયો હોય તો પણ આત્મવિકાસના માર્ગમાં પ્રગતિ થઈ શકતી નથી. અલબત્ત, નબળી ઇન્દ્રિય હોય તો ચાલે પણ ઇન્દ્રિયરહિતપણું વિકાસ કરવા દેતું નથી. આમ કલ્યાણમાર્ગ માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય જીવો માટે જ ખુલ્લો છે, અર્થાત્ સંખ્યાત્ જીવો જ આ માર્ગનો લાભ લઈ શકે છે. સંશી પંચેન્દ્રિયપણામાં ચાર ગતિ સંભવે છે, તેમાંની નરક તથા તિર્યંચ એ બે અશુભ ગતિમાં આત્મકલ્યાણ ક૨વા જોઈતી સુવિધાઓ ભાગ્યે જ જીવને મળે છે, તેથી કલ્યાણ થવું અતિ કઠિન થઈ જાય છે. કોઈ અપવાદ રૂપ જીવો જ પરમાર્થ સમકિત · ક્ષયોપશમ સમકિત આ ગતિમાં લઈ શકે છે. પરંતુ આ બંને ગતિમાં દુ:ખની બહુલતા અને સન્માર્ગની સુવિધાના અભાવે તે પછીનો વિકાસ શક્ય બનતો નથી. દેવગતિમાં જીવો શાતાની બહુલતાના ભોગવટામાં રત રહેતા હોવાથી, ક્ષયોપશમ સકિતથી આગળ વધી શકતા નથી. જ્ઞાન, દર્શન, ચારિત્રનું વિશુદ્ધિકરણ કરી તેને એકરૂપ કરવાની પ્રક્રિયા ચારિત્રપાલન દેવો કરી શકતા નથી. તેથી તો મનુષ્ય ગતિમાં જે આત્મા જ્ઞાન, દર્શન તથા ચારિત્રની એકતા કરી વીતરાગતા પ્રગટાવે છે તેમને દેવો અનેક પ્રકારનાં સ્તુતિ વચનોથી વધાવે છે; અને કરેલાં કાર્યોનો મહિમા ગાય છે. ૫રમાર્થ સમકિત પછીના પ્રત્યેક વિકાસ માટે મનુષ્ય ગતિ હોવી જરૂરી છે. માત્ર તિર્યંચ ગતિમાં પાંચમું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય છે, તે સિવાયનો કોઈ પણ વિકાસ કોઇ પણ અન્ય ગતિમાં સંભવિત થતો નથી, આ જ માનવભવનું મહત્વ છે. — - ૩૮
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy