SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ મળી છે તેના પ્રતિકરૂપે વૃક્ષોના ઉત્તમ ફળો જેવાં કે શ્રીફળ, કેરી, સફરજન, સંતરા વગેરેનું નૈવેદ્ય આપને ધરીએ છીએ. આ બંને અંગપૂજા તથા અગપૂજા કરતી વખતે આપના ગુણોની સ્તુતિ કરીને, સ્તવના કરીને, આપનું નામસ્મરણ આદિ કરીને અમે ભાવપૂજા કરી અમારી દુર્ગતિ અને દુર્ભાગ્યનો છેદ કરી શકીશું, એ સાચી વિધિ જણાવવા માટે અમે આપના ખૂબ ઋણી છીએ. વળી આપના ઉપદેશ પ્રમાણે અમારા જીવનનું ઘડતર કરી, પ્રતિપત્તિ પૂજાનો આશ્રય લઈ અમારું શુભ ભાવિ કરવાની ભાવના ભાવીએ છીએ. અમારે આપની કૃપાથી અપુનબંધક્તા, માર્ગાનુસારિતા, સર્વવિરતિપણું, ક્ષપક શ્રેણિ, ક્ષીણમોહ ગુણસ્થાન, યોગી કેવળીપણું વગેરે જેમ બને તેમ ત્વરાથી મેળવવાં છે. કૃપાળુ જિનપ્રભુ! અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા તથા પ્રતિપત્તિ પૂજા દ્વારા અમે તમારા પ્રતિનું શ્રદ્ધાન તથા શુદ્ધાત્મા પ્રતિનું શ્રધ્ધાન ખૂબ વધારી શકીશું એમ જણાય છે. આપના ઉત્તમ ગુણોનો પરિચય વધારી, શ્રદ્ધા મજબૂત કરી અને દર્શનાવરણને ક્ષીણ કરતા જઇશું. વળી જે અજ્ઞાનભાવથી અન્ય પદાર્થોમાં મારાપણું કરતા હતા, તે પદાર્થોને આપના ગુણોના પ્રતિકરૂપે નિહાળવાની દૃષ્ટિ જેમ જેમ બળવાન થતી જશે તેમ તેમ તે પદાર્થોનો ભોગવટો કરવાની અમારી લૌકિક બુદ્ધિ ઘટતી જશે, એ પદાર્થોનો ભોગોપભોગ છૂટતો જશે અને એ દ્વારા હિંસાદિ પ્રવૃત્તિ અલ્પ થતી જશે. એથી દર્શનાવરણ તૂટશે કેમકે આપની કૃપાથી અમને સમજાયું છે કે એકથી ચાર ઇન્દ્રિયવાળા જીવોની હિંસાને કારણે દર્શનાવરણ કર્મ બંધાય છે, તે હિંસા સાથેનું ભાવનું તાદાભ્યપણું છૂટતાં, તેની સાથે જડાયેલું દર્શનાવરણ કર્મ પણ નીકળતું જાય છે. આત્માના દર્શનગુણને ખીલવવાની આ ચાવીનો ઉપયોગ કરી શકીએ એવા આશીર્વાદ માગી ખૂબ ભક્તિભાવથી વંદન કરીએ છીએ. પ્રભુ! અમે દર્શનાવરણ કર્મ ઘટ્ટતાથી ન બાંધીએ તે માટે અમે સર્વ પ્રવૃત્તિ યત્નાપૂર્વક કરી શકીએ અને અયત્નાથી બચતા જઇએ એવી કૃપા કરશો. શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના નિર્વાણ પછી ૯૦ કરોડ સાગરોપમ કાળ વીત્યે શ્રી સુવિધિનાથ પ્રભુનું ધર્મરાજ્ય પ્રવર્યું હતું. એ સૂચવે છે કે સમ્યક્દર્શનની પ્રાપ્તિ ૨૪
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy