SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ શ્રી સંભવ જિન! આપશ્રીએ શ્રી અજીતનાથ પ્રભુના નિર્વાણ પછી ૩૦ લાખ કરોડ સાગર વીત્યે, આ ભરતક્ષેત્રે નિર્વાણ માર્ગનો સંદેશો આપવાનું કાર્ય કર્યું. એ પરથી અમને સમજાય છે કે અંતવૃત્તિસ્પર્શ કર્યા પછી, નિશ્ચયથી વ્યવહાર સમકિત સુધી પહોંચતાં જીવને લાંબો ગાળો પસાર કરવો પડે છે. આમ છતાં અનાદિ અનંત કાળના પડછામાં આ ઘણો અલ્પ કાળ કહી શકાય. હે પ્રભુ! અમારી માર્ગની સમજને વિશેષ વિશેષ વિશુધ્ધ કરતા રહો એ જ આગ્રહભરી અને આનંદસહિતની નમ્ર વિનંતિ છે. ૪ શ્રી અભિનંદન સ્વામી ! નિશ્ચયથી વ્યવહાર સમકિત પ્રાપ્ત થતાં, માર્ગપ્રાપ્તિનો સંભવ વધે છે, અને અનંતકાળનું પરિભ્રમણ છૂટી મર્યાદિત કાળનું પરિભ્રમણ બને છે. એ પરિભ્રમણને વધારે સિમિત કરવા હે અભિનંદન પ્રભુ! અમે આપનાં દર્શનને અભિનંદીએ છીએ, ઇચ્છીએ છીએ. આ દર્શનને અમે મનથી પણ અનુમોદીએ છીએ. આ દર્શન થતાં, અમારો સંસાર ઘણા અંશે નાશ પામી જશે. હે પ્રભુજી! આ સંસારમાં કરેલી રખડપાટને આધારે અમે કહી શકીએ એમ છીએ કે, “હે પ્રભુ! તમારાં દર્શન થવાં એ ખૂબ દુર્લભ છે.' તમારા દર્શન કઈ રીતે થાય તે વિશે કોઈને પણ પૂછવા જતાં અમારે પાછા પડવું પડ્યું છે. તે જીવે પોતાના અહંપણાને લીધે તથા ભ્રાંતિને કારણે પોતાને જ “પરમાત્મસ્વરૂપ ગણાવી અમને તેના શિષ્ય થવા લલચાવ્યા હતા. પરિણામે અમે તેની જાળમાં ફસાઈ અમારું જ અહિત કર્યું હતું. કેમકે અમે તો અનેક પ્રકારનાં મદથી ઘેરાયેલા હતા, તે ઉપરાંત સાચા ખોટાનું કે સારાનરસાનું સાચું વિશ્લેષણ અમારાથી થઈ શકતું ન હતું. આથી બાહ્યદ્રષ્ટિથી વતી અમે ઉન્માદમાં ઘણું ઘણું ગુમાવ્યું હતું. વળી હે પ્રભુ! સામાન્ય પ્રકારે પણ તમારા દર્શન ખૂબ દુર્લભ ગણાયા છે, તો પછી આત્માની વિશુદ્ધિ વધારનાર દર્શન વિશેષ વિશેષ દુર્લભ હોય તો તેમાં નવાઈ શું હોઈ શકે ?
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy