SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થકર પ્રભુની સ્તુતિ શ્રી ઋષભ – ઉત્તમ સાથે જોડાવાના ભાવના પરિપાક રૂપે જીવ અંતવૃત્તિસ્પર્શ પામે છે – એક સમય માટે દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરી મિથ્યાત્વના ઉદયને તોડે છે, અને અભવિપણું ત્યાગી તે ભવિપણું અંગીકાર કરે છે. તે પ્રાપ્તિ સહુ પાત્ર જીવો મેળવો. ભરતક્ષેત્રના આ અવસર્પિણીકાળમાં, લગભગ ૯ ક્રોડાક્રોડી સાગરોપમ કાળ વીત્યા પછી, જગતજીવોને આપનાં દર્શન થયાં! અનેક જીવો આપના નિમિત્તથી સંસારસમુદ્ર તરી ગયા. નિત્ય નિગોદમાંથી નીકળ્યા અનંતકાળ વીત્યે અમે આ શુભ ભાવ આપની કૃપાથી ભાવી શકયા છીએ. તે ભાવના જરાય નિષ્ફળ ન જાય તેવી મહતી કૃપા હે દયાનિધિ! તમે અમારા પર કરો! ૨ શ્રી અજીતનાથ પ્રભુ ! હે ભગવન્! શ્રી આદિનાથ પ્રભુની અનંતી કૃપાથી અમે અંતવૃત્તિ સ્પર્શવા બડભાગી થયા. એક સમય માટે દેહ તથા આત્માની ભિન્નતા અનુભવવાનો લાહવો લઈ, અમારું અભવીપણું ટાળી ભવીપણું મેળવ્યું. તેથી કોઇ ને કોઇ કાળે અમે મોક્ષની સિદ્ધિ મેળવવાનું અભયવચન પામ્યા. જો કે એક સમયનું જ્ઞાન અમને વર્તતું ન હોવાથી, તેનો સ્પષ્ટ અનુભવ ન થયો છતાં પ્રભુની અને ધર્મના સાતત્યની ઘેરી છાપ આત્મામાં પડી ગઈ, જે ધર્મશ્રધ્ધા કરવામાં ભાવિમાં ખૂબ જ ઉપયોગી થાય તેમ હતું. આમ અમારા અભવીપણાને ભવીપણામાં પલટાવી શ્રી આદિનાથ પ્રભુએ પોતાનું બિરુદ સાર્થક કર્યું. તેમની કૃપાથકી અત્યંત સૂક્ષ્મપણે અમને મોક્ષમાર્ગનું આદિપણું પ્રાપ્ત થયું. આ ઉપકારાર્થે સર્વ તીર્થંકર પ્રભુજીને અમારા કોટિ કોટિ વંદન હો. હે કરુણામય પ્રભુ! ભૂલોની પરંપરામાં અટવાયેલા અમારા આત્માને આવા અભુત કાર્યની કોઇ સમજણ મળી નહિ, કેમકે અસંખ્ય સમયવર્તી જાણકારીવાળાને એક સમયની જાણકારી કયાંથી આવે? પ્રભુનો અમારા પરનો આ ઉપકાર ગુપ્ત જ રહયો. આ બિનજાણકારીના કારણે અમે તેનો સાચો લાભ, તરતમાં લઈ શકયા નહિ, માર્ગનો વિકાસ વધારી શકયા નહિ, જેથી પરિભ્રમણની પરંપરાનું સાતત્ય
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy