SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર પાપસ્થાનક તે જીવને આયુષ્યનો બંધ થાય તો તેને અશુભ ગતિમાં જવું પડે છે. પરંતુ જો જીવ સમજપૂર્વક સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં પોતાને મળતી સ્વતંત્રતાનો ઉપયોગ કરી, મૃષાવાદનો ત્યાગ કરે અને સત્યના આશ્રયનું બળવાનપણું વધારતો જાય તો તેના જ્ઞાનાવરણાદિ કર્મના બંધ હળવા અને શિથિલ થતા જાય અને અઘાતીકર્મોની પ્રકૃતિ અશુભમાંથી શુભબંધમાં પલટાતી જાય છે. આમ મૃષાવાદના આશ્રયમાં જીવ આઠે પ્રકારના તીવ્રથી મંદ પ્રકારના બંધમાં બંધાતો રહે છે. તેનાથી બચવા શ્રી પ્રભુએ “સત્ય” વ્રતને બીજા મહાવ્રત સ્વરૂપે આચરવા યોગ્ય બતાવી જગતજીવો પર ઘણો ઘણો ઉપકાર કર્યો છે. સત્યવ્રતના પાલનમાં જીવ સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ વિકાસ કરતો જાય છે, જેમ જેમ જીવનાં જ્ઞાનનાં આવરણ હળવાં થતાં જાય છે તેમ તેમ તેની આત્માર્થને લગતી સમજણ વધારે વિશુદ્ધ, અનુભવમૂલક અને સ્પષ્ટ થતી જાય છે. પરિણામે તે જીવ સત્યવ્રતનું પાલન યોગ્યતાએ કરી, સત્યવ્રતને પૂર્ણપણે આરાધી સર્વ પાપબંધથી છૂટી શકે છે. સત્યવ્રતનું સંપૂર્ણ પાલન થાય ત્યારે અન્ય મહાવ્રતો પણ ઉત્તમતાએ પાળી શકાય છે, અને જીવ શુધ્ધ, બુધ્ધ તથા મુક્ત થવા ભાગ્યશાળી થાય છે. અતિ ઉચ્ચ પરિણામથી જીવ મૃષાનો આધાર લઈ વર્તે છે ત્યારે તેને અતિ ભયંકર પાપબંધ થાય છે, રૌદ્ર પરિણામથી મૃષાવાદ આરાધવાથી તેથી અલ્પતાએ પાપબંધ થાય છે, આ પરિણામને કારણે સેવેલો મૃષાવાદ તેનાથી અલ્પ પાપબંધ આપે છે, અને શાંત પરિણામથી, કલ્યાણભાવ સહિત અનિચ્છાએ અનિવાર્યપણે આચરેલ મંદ મૃષાવાદ જીવને અતિ અલ્પ કષાયયુક્ત ઘાતકર્મથી બાંધે છે, સાથે સાથે અઘાતી કર્મોની અશુભને બદલે શુભ પ્રકૃતિનો બંધ થતો હોય છે. મૃષાવાદથી બંધાતુ જ્ઞાનાવરણ કર્મ પાંચ ભેદે છે. જ્ઞાનને આઠ પ્રકારે ગણવામાં આવ્યું છેઃ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન તથા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ ત્રણ અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાનરહિત સ્થિતિ નહિ પણ ખોટું જ્ઞાન. તેથી સમ્યકજ્ઞાનના પાંચ પ્રકાર છે. જે જાણકારીથી પદાર્થના વિશેષ ધર્મોની સમજણ પ્રાપ્તિ થાય તે જ્ઞાન. આ જ્ઞાનને ત્રણ પ્રકારે ઓળખી શકાય છે. જે જ્ઞાન ઇન્દ્રિય તથા મનના સાધનના ઉપયોગથી ૩૦૭
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy