SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટકર્મ પહેલાના મનુષ્ય જન્મમાં આ નામકર્મ નિકાચિત થાય છે, અને તેના પ્રભાવથી પ્રભુને અનેક અતિશયો પ્રગટે છે. કેવળજ્ઞાન લેતાંની સાથે આ નામકર્મનો ઉદય થાય છે, દેવો ઉત્સવ કરે છે, સમવસરણ રચે છે, ૩૪ અતિશયો પ્રગટે છે, તેમાંના ચાર અતિશય તેમને જન્મથી જ હોય છે. પ્રભુ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ ચોતરફ ફેલાવે છે. આ કર્મ અતિ શુભ છે. એક કાળચક્રમાં ભરતક્ષેત્રમાં માત્ર બે વખત ચોવીશ તીર્થંકર થાય છે. ઐરાવતમાં પણ એમ જ છે, અને મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્ય વીશ અને ઉત્કૃષ્ટ ૧૬૦ તીર્થંકર એક સાથે હોય છે. (૧૨૯) ૭. નિર્માણ નામકર્મ આ કર્મના ઉદયથી શરીરનાં સર્વ અવયવો યોગ્ય સ્થાને, સારા આકારે ગોઠવાય છે. હાથ, પગ, પેટ, મસ્તક વગેરે સ્વયોગ્ય સ્થાને આ કર્મના પ્રભાવથી ગોઠવાય છે. અંગોપાંગ નામકર્મ તેનું સર્જન કરે છે, અને નિર્માણ નામકર્મ તે અંગોપાંગને યોગ્ય સ્થાને મૂકે છે. આ શુભ નામકર્મ છે. (૧૩૦) ૮. ઉપઘાત નામકર્મ જે કર્મના ઉદયથી પોતાના શરીરનાં અવયવોથી પોતાને પીડા થાય, પોતે હણાય, ત્રાસ પામે તે ઉપઘાત નામકર્મ. આ કર્મને કારણે જરૂરી અંગ ન હોય, બિનજરૂરી વધારાનાં કષ્ટ કરનાર અંગો આવે, ચાલતાં પગ લચકાય, પગથી પગને નુકશાન થાય ઇત્યાદિ કર્મ તે ઉપઘાત નામકર્મ. આઠ પ્રત્યેક પ્રકૃતિમાં આ એક જ પ્રકૃતિ અશુભ છે. બાકીની સાત શુભ છે. (૧૩૧) નામકર્મની ત્રસદશક અને સ્થાવર દશક પ્રકૃતિઓ. ત્રસદશક અને સ્થાવર દશક એ વીશ પ્રકૃતિ એક રીતે પ્રત્યેક પ્રકૃતિ જેવી જ છે. ત્રસદશકની દરેક પ્રકૃતિ શુભ અને સ્થાવર દશકની દરેક પ્રકૃતિ અશુભ છે. ત્રસદશકમાં ત્રસનામ, બાદર નામ, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આઠેય અને ૨૪૭
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy