SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ સ્થળે પહોંચે તો તેને એક સમય લાગે અને જો વક્રગતિથી જાય તો તેને બે, ત્રણ કે વધુમાં વધુ ચાર સમય લાગે છે. આ રીતે વર્તમાન શરીર મૂક્યા પછી ઉપજવાના સ્થળ તરફ ખેંચી જનાર કર્મને “આનુપૂર્વી નામકર્મ” કહે છે. બળદને નાથેલા દોરાથી જેમ ખેંચવામાં આવે છે, તેવું કાર્ય આનુપૂર્વી નામકર્મ કરે છે. આ કર્મ ચારે ગતિને વિશે હોય છે. જે કર્મ જીવને નરક પ્રતિ દોરી જાય તે નરકાનુપૂર્વી કર્મ (૧૧૮) છે, જે તિર્યંચ ગતિ તરફ દોરી જાય તે તિર્યગાનુપૂર્વી નામ કર્મ (૧૧૯) છે, મનુષ્ય ગતિમાં દોરી જનાર કર્મ મનુષ્યાનુપૂર્વી (૧૨૦) છે, અને દેવગતિમાં સ્થિતિ કરાવનાર દેવાનુપૂર્વી (૧ર૧) કર્મ છે. ૧૪. વિહાયોગતિ નામકર્મ (૧૨૨ થી ૧૨૩). - વિહાયોગતિ એટલે ચાલવાનો પ્રકાર. કેટલાંકની ચાલવાની રીત બેઢંગી હોય છે. ઊંટ, ગધેડાં, તીડ જેવાંની ચાલ ખરાબ ગણાય છે, અશુભ કહેવાય છે. આવી ચાલ અશુભ વિહાયોગતિ (૧૨૨) કહેવાય છે. ત્યારે હંસ, બળદ, હાથી જેવાંની ચાલને સારી ગણવામાં આવે છે. આવી ચાલને શુભ વિહાયોગતિ (૧૨૩) કહે છે. આમ વિહાયોગતિના બે પ્રકાર થાય છે. આ પ્રકારે ચોદ પિંડ પ્રકૃતિના કુલ ૬૫ કે ૭૫ વિભાગ થાય છે. ગતિ-૪, જાતિ-૫, શરીર-૫, અંગોપાંગ-૩, બંધન-૫ કે ૧૫, સંઘાતન-૫, સંઘયણ-૬, સંસ્થાન-૬, (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ)-૨૦, આનુપૂર્વી-૪ અને વિહાયોગતિ-૨. આઠ પ્રત્યેકપ્રકૃતિ (૧૨૪ થી ૧૩૧). જે પ્રકૃતિને પેટાવિભાગ નથી, જે માત્ર એક પ્રકારના પર્યાયોને નીપજાવનાર હોય છે, તેને પ્રત્યેક પ્રકૃતિ કહે છે. આ પ્રકૃતિ આ પ્રમાણે છે – પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉઘાત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ અને ઉપઘાત નામકર્મ. આમાંની ઉપઘાત સિવાયની સાતે પ્રકૃતિ શુભ છે. ૨૪૪
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy