SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પરાક્રમ ક્ષાંતિથી (ક્ષમા – તિતિક્ષા) જીવને શું મળે છે?' એવો પ્રશ્ન મૂકી ઉત્તરરૂપે કહ્યું છે કે, “ક્ષાંતિથી જીવ પરિષહ પર વિજય મેળવે છે.” વીતરાગી આત્મા શુભાશુભ કર્મના ઉદયમાં નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત રહે છે. પણ બીજા જીવો પૂર્વ સંચિત અશુભ ભાવને કારણે વિપરીત યોગે પરિણમે છે ત્યારે તેના માટે કોઈ પણ પ્રકારના ઉણાભાવ સેવ્યા વિના કલ્યાણભાવ યથાવત્ જાળવી રાખવા રૂપ ક્ષમાભાવ તેઓ રાખે છે. અને પ્રાપ્ત થયેલા વિપરીત ઉદયને સમભાવથી સહન કરે છે. આ બંને ક્રિયા આત્માને જરાપણ ડહોળાયા દીધા વિના કરવી તે ક્ષત્તિ. આ ક્ષાન્તિથી અશુભ કર્મ તૂટીને શુભમાં પલટાય છે અને નવું વેર બંધાતું નથી, અને જુનું વેર નિર્જરી જાય છે. ક્ષાન્તિના ગુણથી પરિષહ જય કરી શકાય છે. સામાન્યજનને જ્યારે પરિષહનો ઉદય આવે છે ત્યારે સામાન્યપણે તેને આર્ત પરિણામ થતા હોવાથી તે જીવ ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો તરતમપણે વેદે છે. પરંતુ તેના પર વિજય મેળવનાર મુનિ ક્રોધ, માન તથા માયાને તો નિવૃત્ત કરે છે પણ લોભકષાય કથંચિત રહી જાય છે. પરિષદને જીતવો છે એવો સૂક્ષ્મ લોભ તે વખતે તેને વર્તતો હોય છે. પરિષહ જય કર્યા પછી મુનિ આ લોભનિવૃત્તિ માટે પુરુષાર્થ કરે છે. તે લોભ પરિણતિને મુનિ મુક્તિ (નિર્લોભતા)થી જીતે છે. અડતાલીસમાં સૂત્રમાં “મુક્તિ (નિર્લોભતા) થી જીવને શું મળે?” એ જિજ્ઞાસાના સમાધાનરૂપે તેનાથી થતો લાભ વર્ણવ્યો છે કે, “મુક્તિથી જીવ અકિંચનતા (અપરિગ્રહ) પામે છે. અકિંચન જીવ અર્થના લોભી માણસો માટે અપ્રાર્થનીય બને છે.” | મુક્તિ શબ્દ અહીં નિર્લોભતાના અર્થમાં પ્રયોજાયો છે. જે મુનિ લોભ પર જય મેળવે તે સ્થળ તેમજ સૂક્ષ્મ બંને અર્થમાં અપરિગ્રહી થાય છે: સ્થૂળતાએ બાહ્ય પરિગ્રહથી છૂટે છે અને સૂક્ષ્મતાએ કર્યગ્રહણથી છૂટે છે. આ રીતે અકિંચન થયેલા મુનિ અર્થના લોભી માણસો માટે અપ્રાર્થનીય બને છે કેમકે વીતરાગી મુનિ કોઈને સંસારે સહાય કરે નહિ, એટલે સંસારસુખના કામી જીવો તેમની પાસે જાય નહિ, સંસારલાભ મળતો ન હોવાથી તેના ઇચ્છુક મુનિ સમાગમનો ત્યાગ કરે છે. મુનિને ધારી અસંગતા મળે છે. ૧૭૧
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy