SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ શીતળમય અનુભૂતિમાંથી બહાર ખેંચી કાઢી, અશાંતિવાળી સવિકલ્પ નીચલી કક્ષામાં અમને ઊતારી મૂકશે. બીજી રીતે કહીએ તો અમે ક્ષપકને બદલે ઉપશમ શ્રેણિએ ચડી, અગ્યારમાં ગુણસ્થાનથી નીચે પટકાઈ છઠ્ઠા ગુણસ્થાન સુધી નીચે આવી જઇશું. અમારે આવી દશા જોઇતી નથી, તેથી અમે મહાઉઝ પુરુષાર્થ કરી, સર્વ કર્મનો સતત ક્ષય કરતા રહી, મહામૂલા મોક્ષરત્નને મેળવવા જ ઝંખીએ છીએ. આ ઉપરાંત, તમારી મક્કમતા જોયા પછીથી, રાજીમતી પણ દીક્ષા લઈ, સન્માર્ગ પામી સર્વજ્ઞ થયાં, તે જ પ્રકારે અમારે માટે લબ્ધિ, સિદ્ધિ અને સુવિધાઓ પણ સન્માર્ગ સ્વીકારી, મોક્ષરત્નમાં ભળી જઇ, અનંત ચતુષ્ટયપણું ધારણ કરશે; સર્વજ્ઞપણું પ્રગટ થવાથી આ લબ્ધિ આદિ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્યમાં વિલિન થઈ શુદ્ધ આત્મા સાથે એકપણું ધારણ કરશે. આ પ્રકારે આપના જીવનમાંથી શ્રેણિમાં અમારે કેવું વલણ ધારણ કરવું જોઇએ તેનું સુંદર માર્ગદર્શન અમને મળ્યું છે. આવો બોધ સમજાવવા માટે અમે આપનો ખૂબ આભાર માનીએ છીએ. અને એ બોધ અનુસાર જ અમે શ્રેણિમાં વર્તી શકીએ એવી ભાવના ઉત્કૃષ્ટતાથી ભાવીએ છીએ. અમે તેથી આપને પ્રાર્થીએ છીએ કે, “હે મોક્ષદાતા! અમારી પાસે અત્યારથી જ એવી તૈયારી કરાવો કે અમે ક્ષપક શ્રેણિએ જ ચડીએ; અને વહેલામાં વહેલી તકે ઉપશાંતમોહ નામનું અગ્યારમું ગુણસ્થાન ઓળંગી, બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનને પસાર કરી, તેરમા સયોગી કેવળી નામના ગુણસ્થાને આવી, આત્મશુદ્ધિની કષાયરહિત દશાનો પૂર્ણતાએ અનુભવ કરીએ. પૂર્ણતા પામવાની અમને એવી ઊંડી લગની આપો કે જેથી આસપાસનાં કોઇ પણ તત્ત્વો અમને લેશ માત્ર આકર્ષી શકે નહિ. આ લગની એવી હોજો કે અમે શ્રેણિમાં હોઈએ ત્યારે આત્માની અદ્ભુત શાંતિમાં પણ અમે એક સમય માટે રોકાઇએ નહિ, અને પ્રત્યેક સમયે કર્મક્ષય વધારતા જ રહીએ, અર્થાત્ એક સમય માટેનો પણ પ્રમાદ અમે શ્રેણિમાં કરીએ નહિ.” શ્રી નમિનાથ પ્રભુના નિર્વાણ પછી, પાંચ લાખ વર્ષ ગયા પછી શ્રી નેમિનાથ પ્રભુએ ધર્મપડહ વગડાવ્યો. આ આંતરો છઠ્ઠા સાતમા ગુણસ્થાને કરવી જોઇતી શ્રેણિની ૮૦
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy