SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરી પાડી છે. ગામડાંઓને સ્વશક્તિથી જ સ્વચ્છ, નીરોગી અને અદ્યતન બનાવ્યા જ છે. આંધીમાં પણ ઝળહળતા આ દીપકોને પ્રણામ છે. આશ્ચર્યની વાત તો એ છે કે યુનેસ્કોના કેળવણી વિશેના એક ગ્રંથમાં પ્રાચીન ભારતીય શિક્ષણપ્રથાના ભારોભાર વખાણ કર્યા છે. આઝાદી મળ્યાના ઉત્સાહમાં આપણે આપણા આ પ્રાચીન છતાં સનાતન વારસાને જ ભૂલી ગયા. પ્રકૃતિના નયનરમ્ય, તંદુરસ્ત વાતાવરણમાં નિઃસ્પૃહી ગુરુઓ દ્વારા છાત્રોમાં રહેલી અપાર શક્યતાઓનો પુષ્પકળી માફક સહજતાથી ઉઘાડ કરનારા એ આશ્રમોમાં સાધનોની ઝાકમઝોળ ન હતો. ત્યાં તો પોતાની જ ઓળખાણ કરીને જ વિશ્વનો પરિચય પામવાની એક આધ્યાત્મિક અને છતાંયે સ્વાભાવિક જીવનરિતી હતી. શિક્ષણનું ક્લેવર બદલવા માંગનારાઓ શું એ દિશામાં હવે તો જોશે ? નહિતર એક સમયે વિનોબાએ અકળાઈને કહેલું કે , “થોડા સમય માટે હોલી-ડે ઇન એજ્યુકેશન પાળીએ. એક બે વર્ષ શિક્ષણ વિશેનો ઊહાપોહ બંધ કરીએ. તેના ઉકળાટને શાંત કરી આત્મમંથન કરીએ.” તો આશ્ચર્ય લાગશે કે આપણને સાચું શિક્ષણ કેમ અપાય એની કૂચી આપણા પૂર્વજો એ આપી હતી. તેને આપણી ભાષામાં મહાત્મા ગાંધીએ આપી જ રાખી છે. એમણે પ્રયોગથી એમની વાત સિદ્ધ પણ કરી છે. આ આપણને યાદ છે, તો પણ એનો અમલ કેમ કરતા નથી ? આવો હિન્દ સ્વરાજના તેમના આ ટકોરાબંધ વિધાનથી આપણી વાત પૂરી કરીએ - તે માણસે જ સાચું શિક્ષણ મેળવ્યું છે, જેનું શરીર તેના પોતાના વશમાં છે, જેનું શરીર શાંતિથી અને સરળતાપૂર્વક પોતાનું કામ કરી શકે છે, તે માણસે જ સાચી કેળવણી મેળવી છે, જેની બુદ્ધિ શુદ્ધ, શાંત અને ન્યાયી છે તેણે જ સાચું શિક્ષણ મેળવ્યું છે. જેનું મન કુદરતના કાયદાને સ્વીકારે છે અને જેની ઇન્દ્રિયો જેના પોતાના વશમાં છે, જેના મનમાં શુદ્ધ ભાવનાઓ છે, જેને નીચકાર્યો પ્રત્યે ઘણા છે અને જે બીજાને પોતાના સમાન માને છે, એવો માણસ જ ખરા અર્થમાં શિક્ષિત છે, તે જ કુદરતનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે અને કુદરત તેના વડે તેનાં ઉત્તમ કાર્યો પાર પાડશે.” આ લેખની કેટલીક માહિતી - સર્વ વિશ્વવિદ્યાલય - વૃત્ત, ગાંધીનગરના અંક - ૩૨માંથી લીધી છે. તેનો આભાર માનું છું. (અમરેલી સ્થિત શ્રી વસંતભાઈ સંસ્કૃત સારસ્વત, પ્રખર વિદ્વાન, ભારતીય દર્શનો અને સંસ્કૃતિના મર્મજ્ઞ, શિક્ષણ શાસ્ત્રી છે.) ૧૦૬ . C A આદર્શ કેળવણીનું ઉપનિષદ | [શું પરીક્ષા અનિવાર્ય દૂષણ’ જ બની રહેશે ? | - એક સામૂહિક ચિંતન આઝાદ ભારતમાં અંગ્રેજોના ગયા પછી શિક્ષણ સુધારણા માટે વિવિધ પંચ રચાયાં, અહેવાલ આવ્યા. પંચના અહેવાલના આધારે પાયાના શિક્ષણ ગુણવત્તાયુક્ત અને સાર્વત્રિક બંને શિક્ષણનો વ્યાપ વધે, યુવાનોને વ્યવસાય પ્રાપ્ત વગેરે દિશામાં પ્રયત્ન થાય છે. શિક્ષણક્ષેત્રે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં - પ્રાથમિકથી યુનિવર્સિટી કક્ષાએ સમસ્યાઓ વધતી જાય છે. આ સર્વેમાં જાહેર પરીક્ષાઓ જે રીતે ઘાતક બની રહી છે તે મોટી ચિંતાનો વિષય છે. આ ૨૦૧૫-૧૬ના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક બની રહ્યું છે. જાહેર પરીક્ષાના પરિણામ તો હજુ બાકી છે. શિક્ષણજગતનું આ મોટું કલંક છે. વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતાજનક રીતે ખલેલ પામેલ અવસ્થામાં છે. મુદલિયાર કમિશનના અહેવાલમાં પરીક્ષાને “અનિવાર્ય દૂષણ' કહેવામાં આવ્યું. તેના અનુસંધાને રાષ્ટ્રવ્યાપી પરીક્ષા સુધારણાના કાર્યક્રમ ચાલ્યા. પ્રશ્નમય સ્વરૂપ સુધારણા થઈ, ‘પરીક્ષા'ને બદલે મૂલ્યાંકન'ની સંકલ્પનાનું અમલીકરણ થયું. આજે તે બાબત વધારે વિકરાળ રીતે આપણી સામે ઊભી છે. પરીક્ષા “દુષણ’ હોય તો તેને ‘આભૂષણ'ની માફક ‘અનિવાર્ય’ કેમ બનાવવામાં આવે છે ? પરીક્ષાને અનિવાર્ય બનાવવાનું કેટલું વાજબી છે ? જે તે સંસ્થા પોતાની પ્રવેશ યોજનાથી ન ચલાવી શકાય ? પ્રમાણપત્ર વગર ભણવાનો અધિકાર ન અપાય ? લાખોની સંખ્યામાં જાહેર પરીક્ષામાં નાપાસ થનારનું શું થાય છે તેની કોઈ ચિંતા કરે છે ? વિશ્વના ઘણા દેશોમાં વિદ્યાર્થીને ‘નાપાસ'નું લેબલ અપાતું નથી, કોઈને રોકી રાખવામાં આવતા નથી, તો તેમ કરવાથી શું આકાશ હેઠું પડી જાય છે ! સંસ્થાના અનુશાસનના પાલન સાથે વિદ્યાર્થી પોતાના રસ - રુચિના વિષયોનું કોઈ પણ ઉંમરે આવડતના સંવર્ધન માટે ભણે તો કોના બાપની ગાદી ઝુંટવાઈ જાય ? આદર્શ કેળવણીનું ઉપનિષદ
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy