SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર છે. સમૂહ માધ્યમોમાં સતત વધતી જતી હિંસા, સ્થૂળતા અને જાતીયતા હવે વિજ્ઞાપનોમાં પ્રજાકીય ઉત્સવોમાં અને છે ક ક્રિકેટ જેવી રમતોને પણ ઘેરી વળી છે. સંવેદનાની માવજતને માટે આવશ્યક એવી રુચિસંપન્નતાને હૃદયવટો આપવામાં આવ્યો છે, ત્યારે માનવીય વ્યક્તિત્વના શારીરિક, માનસિક, શૈક્ષણિક, સૌંદર્યશીલ અને આધ્યાત્મિક એવા સર્વતોમુખી વિકાસ માટેના શિક્ષણનો પ્રયત્ન જરૂરી છે, જેના કેન્દ્રમાં માનવીય ગરિમા, વિશ્વકલ્યાણની ભાવના અને માનવલક્ષી આધ્યાત્મ-અભિગમ હોય. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે - “સૂર્યને ગુમાવ્યા પછી તમે આંસુ સારવા બેસો, તો તારાઓ પણ તમે ગુમાવી દો છો.” આજે એ માટે જાગવાની જરૂર છે કે - “આવતીકાલે રોબોટ માનવમાં પ્રવેશે નહિ ! માનવી તો પગારવધારો માંગે. સી.એલ. ભોગવે અને માત્ર આઠ કલાક કામ કરે, જ્યારે રોબોટ આવો કોઈ પગારવધારો કે પ્રમોશન માંગતો નથી અને આઠને બદલે ચોવીસ કલાક કામ કરે છે. એ રોબોટ માનવમાં પ્રવેશે તો શું થાય ? તો એની સર્જનાત્મકતા અને સંવેદનાત્મકતા હણાઈ જાય. આથી વર્તમાન શિક્ષણે એક નવી સર્જનાત્મકતાની સંસ્કૃતિ સર્જવાની તાતી જરૂર છે.' (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સર્જક ડૉ. કુમારપાળ દેસાઈએ ૧૦૦ પુસ્તકોનું સર્જન - સંપાદન કર્યું છે. સાહિત્યક્ષેત્રે તેમના દેશ-વિદેશનાં અનેક એવોર્ડ મળ્યા છે. ગુજરાતી વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાથે સંકળાયેલા છે.) કેળવણી ક્ષેત્રના સંદર્ભે મૂલ્યોની સંકલ્પના - ડો. મોતીભાઈ મ. પટેલ - ૧. પ્રાસ્તાવિક : મૂલ્યનો સાદોસીધો અર્થ - ‘માનવ વસ્તુને આપેલો અર્થ’ એવો થાય. મૂલ્યવિચારમાં વસ્તુનું મહત્ત્વ નથી, એને અપાયેલા અર્થનું મહત્ત્વ છે. વિવિધ વ્યક્તિઓને મન જુદી-જુદી વસ્તુઓ મૂલ્યવાન હોય છે. વસ્તુને અર્થ આપનાર માનવ છે, એટલે માનવના સંદર્ભ વિનામૂલ્યનો | વિચાર અશક્ય છે. મનુષ્યનું જીવન, સુખ, સ્વતંત્રતા, પૈસા, આનંદ, સિદ્ધિ વગેરે બાબતો જીવનરીતિ નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. - જ્યારે માનવને આચરણ માટે કોઈક ક્રિયા પસંદ કરવાનો પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે તે અમુક ચોક્કસ ક્રિયા એટલા માટે પસંદ કરે છે કે - “બધી જ કરવા જેવી ક્રિયાઓમાં તે ક્રિયા તેને મન શ્રેષ્ઠ છે, યોગ્ય છે. સારી કે ખરાબ, યોગ્ય કે અયોગ્ય નક્કી કરવાની મથામણમાંથી શું સારું કે યોગ્ય તે નક્કી થાય છે. ગ્રીક ભાષાના “Axious' શબ્દ ઉપરથી ઊતરી આવેલો અંગ્રેજી શબ્દ Axiology શબ્દ મૂલ્યમીમાંસા માટે વપરાય છે. આ મૂલ્ય એટલે જ પસંદગી માટે યોગ્ય. ગ્રીક લોકોના સમયથી મૂલ્યસંબંધી સમસ્યાની સૈદ્ધાંતિક બાજુ પર લખાતું આવ્યું છે. આ શબ્દ ‘મૂલ્યમીમાંસા વિદ્યા’ મૂલ્યોની પ્રકૃતિ, તેનાં મૂળ, વર્ગીકરણ તેમ જ વિશ્વમાં મૂલ્યોના સ્થાન સહિત મૂલ્યની સામાન્ય ઉપપત્તિ(Theory)ના અભ્યાસને માટે પ્રયોજાય છે. જેના દ્વારા ઇચ્છાઓ સંતોષાય તે વ્યક્તિ માટે મૂલ્ય અને મૂલ્યવાન 041 9. (Value - Valuable) Heul culbri Hi B41 cuba H2 રહેલાં છે, તેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો જોઈએ : ક મૂલ્યો અનુભૂતિ દ્વારા જ જાણી શકાય છે, તેની સાંખ્યિક-જથ્થાત્મક ગણતરી શક્ય નથી. દરેક વસ્તુ સાથેની અનુભૂતિમાંથી મૂલ્યોનો જન્મ થાય છે. તેનાથી વ્યક્તિને સંતોષ થાય છે કે તેના માટે સારું છે. જે સારું હોય છે તે મૂલ્ય બને છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ , એ ૧૫ [ ૧૪ ZZZZZA આદર્શ કેળવણીનું ઉપનિષદ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy