SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ બ. નડિયાદ, ભાવનગર, પોરબંદર અને લીંબડી ખાતેની સ્પોર્ટ્સ હોસ્ટેલનું સંચાલન : એસ.એ.જી. દ્વારા ખેલકૂદ છાત્રાલયની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને લાંબાગાળાની તાલીમ આપીને તેઓને ઉચ્ચકક્ષાના ખેલાડીઓ બનાવી શકાય એ માટે આવા ખેલાડીઓને છાત્રાલયમાં પ્રવેશ આપીને તેમને નિવાસ, ભોજન, તાલીમ, મેદાન, સાધનો, ગણવેશ, ડૉક્ટરી સારવાર વગેરે વિનામૂલ્ય પૂરાં પાડવામાં આવે છે. તેમજ માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. હાલમાં નડિયાદ, ભાવનગર, પોરબંદર અને લીંબડી ખાતે સ્પોર્ટ્સ હૉસ્ટેલ કાર્યરત છે. રાજ્યની હૉસ્ટેલમાં પ્રવેશ મેળવનાર ખેલાડીને દર વર્ષે ગણવેશ આપવામાં આવે છે. જેની એકની કિંમત આશરે રૂપિયા ૨૦૦૦/- જેટલી થાય છે. જિલ્લાકક્ષાનાં રમત-સંકુલો : ૪00 મીટરનો ટ્રેક, આંતરરાષ્ટ્રીય માપના સ્વિમિંગ પુલ, જિગ્નેશિયમ, મલ્ટીપર્પઝ હૉલ, ક્રિકેટ મેદાન (ટફ), સિમેન્ટ બાસ્કેટબૉલ મેદાન, વોલીબૉલ, ફૂટબૉલ, હેન્ડબૉલ, હોકી, કબડ્ડી, ખોખો તથા ટેનિસની રમતમાં વિવિધ મેદાનો બનાવવાની યોજના હેઠળ જિલ્લાકક્ષાનાં રમત સંકુલોમાં રમતગમતની ઉપર મુજબની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે. ગ્રામ્ય - વિસ્તારોમાં રમત-પ્રવૃત્તિઓનાં વિસ્તરણ અન્વયે : (અ) ગ્રામ્યશાળાઓને રમતનાં મેદાનો તથા સાધનો માટે આર્થિક સહાય અને (બ) ગ્રામ પંચાયતો - રમતમંડળો - યુવકમંડળોને રમતગમતનાં સાધનો પૂરાં પાડવાની યોજના. અ. એસ.એ.જી. દ્વારા ગુજરાતના અંતરિયાળ તથા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ખેલાડીઓને વિવિધ રકમોની સુવિધાઓ સંપન્ન થાય, રમત પ્રત્યે રુચિ કેળવાય તે હેતુસર ગ્રામ્ય-વિસ્તારની શાળાઓને રમતનાં મેદાનો તથા રમતનાં સાધનો માટે આર્થિક | ૧૪૨ M. CA આદર્શ કેળવણીનું ઉપનિષદ | સહાય આપવાની યોજના અનુસાર સને ૧૯૯૮-૯૯ના વર્ષથી કુલ ૧૦ શાળાને રૂપિયા ૫૦,૦૦૦/- સુધીની ગ્રાન્ટ આપવામાં આવી હતી. રાજ્યની ગ્રામ પંચાયત - યુવકમંડળો - રમતમંડળોને રૂપિયા ૧૦૦૦/-ની મર્યાદામાં રમતનાં સાધનો આપવાની યોજના અન્વયે રૂપિયા ૩,૫૦ લાખની જોગવાઈ થયેલ છે. જેમાં ૩૯૮ ગ્રામ પંચાયતને સાધનો આપવામાં આવેલ છે. રમતગમતનાં જરૂરી સાધનો : વિવિધ રમતો જેવી કે એશ્લેટિક, હેન્ડબૉલ, જુડો, સ્વિમિંગ, બૉક્સિંગ, ટેનિસ, વોલીબોલ, જિમ્નાસ્ટિક્સ, બાસ્કેટબોલ, ટેબલટેનિસ, હોંકી, ક્રિકેટ, બેડમિન્ટન, કુસ્તી વગેરે માટેનાં અદ્યતન સાધનો રાજયનાં પ્રશિક્ષણ - કેન્દ્રોમાં પૂરાં પાડવાની યોજના હેઠળ યુવાન અને આશાસ્પદ ખેલાડીઓને જરૂરી આવાં સાધનો દરવર્ષે એસ.એ.જી. દ્વારા પૂરાં પાડવામાં આવે છે. રાજ્યના ખેલાડીઓને ટ્રેકફૂટ અને ગણવેશ આપવાની યોજના : આ યોજના અંતર્ગત એસ.એ.જી. દ્વારા ઉનાળુ વેકેશનમાં વિવિધ રમતોના યોજવામાં આવતા ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરોમાં અને દિવાળી વૅકેશનમાં યોજવામાં આવતા ક્રિકેટ રમતના ઘનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરોમાં ભાગ લેતા આશરે ૧૦૦૦ જેટલા ખેલાડીઓને ગણવેશ પૂરો પાડવામાં આવે છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા જુદી-જુદી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તથા માર્ચપાસ્ટમાં ભાગ લેવા ગણવેશની એકસૂત્રતા જળવાય તે હેતુથી ટ્રેકશૂટ સાથે ગણવેશ આપવાની યોજના અંતર્ગત રાષ્ટ્રકક્ષાએ ભાગ લેવા જનારને ૧૦૦૦ જેટલા યુવકોને ગણવેશ આપવામાં આવે છે. રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાનું આયોજન : એસ.એ.જી. હસ્તકના જુદા-જુદા જિલ્લાઓમાં આવેલ ૨મત-સંકુલોનો વિકાસ થાય તે હેતુસર પ્રતિવર્ષ એક રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાનું આયોજન ગુજરાતમાં હાથ ધરાય તેવો અભિગમ અખત્યાર કરવામાં આવેલ છે. આદર્શ કેળવણીને ઉપનિષદ CM A. ૧૪૩]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy