SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શાખાઓ છે, તે બધી ભણો છતાં પણ તેનાથી સહિષ્ણુતાની શક્તિ જાગૃત કરી શકાતી નથી. ૭. જ્ઞાતાથી અજ્ઞાત : આજે શિક્ષણમાં દુનિયાભરની જાણકારી પ્રાપ્ત થાય છે, પરંતુ સ્વયંની શક્તિ વિશે તે અજાણ રહે છે. વાસ્તવમાં સ્વયંમાં છુપાયેલી શક્તિની ઉપેક્ષા કરવામાં આવી છે. ૮. અનુશાસનનો અભાવ : આજના વિદ્યાર્થીમાં અનુશાસનનો અભાવ જોવા મળે છે; કારણ કે અનુશાસન બૌદ્ધિકતાનો વિષય નથી. અને શિક્ષણ બુદ્ધિના દાયરામાં જ બંધાયેલો છે. તેથી વ્યક્તિ ઇચ્છે તો પણ અનુશાસન સુધી પહોંચી શકતો નથી. ૯. બુદ્ધિનું પરિણામ : આશ્ચર્યની વાત એ છે કે આજના ભણેલગણેલ આદમી પણ સ્મગલિંગ (ચોરી) કરતાં જરા પણ અચકાતો નથી, લાંચ લેતા પણ તે શરમાતો નથી; કારણ કે એમાં બુદ્ધિનો વિકાસ થયેલ હોવાથી બુદ્ધિ તેને તર્ક કરતાં શીખવાડે છે. અને જે તર્ક શીખે છે તે પોતાનું ઘર ભરે છે અને બીજાને દગો આપવો તેના માટે સાહજિક હોય છે. ઉપર્યુક્ત આ બધી જ ત્રુટિઓ આજની શિક્ષણપદ્ધતિમાં જોવા મળે છે, અને એનું સમાધાન પણ “જૈનદર્શન'ના જીવનવિજ્ઞાનની અંતર્ગત મૂલ્યપરક શિક્ષાનું વર્ગીકરણ કરી સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે જેમ કે - મૂલ્યપરક શિક્ષા અને તેનું વર્ગીકરણ : (૧) સામાજિક મૂલ્ય : કર્તવ્યનિષ્ઠા, સ્વાવલંબન (શ્રમ). (૨) બૌદ્ધિક - આધ્યાત્મિક મૂલ્ય : સત્ય, સમન્વય, નિરપેક્ષતા, માનવીય એકતા. (૩) માનસિક મૂલ્ય : માનસિક સંતુલન, ધર્ય. (૪) નૈતિક મૂલ્ય : પ્રામાણિકતા, કરુણા, સહઅસ્તિત્વ. (૫) આધ્યાત્મિક મૂલ્ય : અનાસક્તિ, સહિષ્ણુતા, મૃદુતા, અભય અને આત્માનુશાસન. A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1 આ પાંચ વર્ગોનાં સોળ મૂલ્યો(ગુણો)નો વિકાસ કરવો એ જ “જૈનદર્શન’નો ધ્યેય છે. સામાજિક અને નૈતિકતાની દૃષ્ટિથી પણ એનો વિકાસ થવો જરૂરી છે; ત્યારે જ વિદ્યાર્થી સાચી કેળવણી મેળવી શકે છે. તેવી જ રીતે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરવો પણ એટલો જ જરૂરી છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય : ફક્ત આધ્યાત્મિક વ્યક્તિત્વ કે ફક્ત વૈજ્ઞાનિક વ્યક્તિત્વ લાભદાયી બની શકતું નથી. પરંતુ બંનેથી સંયુક્ત વ્યક્તિત્વ વધારે લાભદાયી બની શકે છે. જેમ કે - “એક વૈજ્ઞાનિકને પિનિયલના શારીરિક ફંકશનની ખબર છે, પરંતુ તેના પર ધ્યાન - એકાગ્રતા કરીને ક્રોધ શાંત કરી શકાય છે એ વાતની ખબર હોતી નથી. પરંતુ એમાં આધ્યાત્મિક મૂલ્ય પરકશિક્ષાનું જ્ઞાન એમાં જોડાય, તો ચોક્કસ ભાવ-પરિવર્તન થઈ શકે છે. અને એનાથી વ્યવહાર અવશ્ય બદલાવી શકાય છે.” ગુણોનો વિકાસ બે પદ્ધતિ દ્વારા થઈ શકે છે - વ્યવહાર દ્વારા ભાવ બદલાવી શકાય છે, અથવા તો તે ભાવ દ્વારા વ્યવહાર બદલાવી શકાય છે. વિજ્ઞાન બંનેને જોડતી કડીરૂપે છે. ભાવ દ્વારા રસાયણ બદલાય છે અને રસાયણ દ્વારા વ્યવહાર બદલાય છે. આમ સિદ્ધાંત અને પ્રયોગના સમન્વયથી વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવી શકાય છે. આદતો બદલાવી શકાય છે. ભાવપરિવર્તન માટે અનુપ્રેક્ષાના પ્રયોગ અને વ્યવહારપરિવર્તન માટે વ્યાવહારિક-પ્રયોગ કરવાથી કેળવણીનું ક્ષેત્ર વધુ તેજસ્વી બનશે, અને સારા વ્યક્તિત્વનું નિર્માણ થશે. સત્ય એ છે કે - “વિજ્ઞાનનો ઇતિહાસ ૮૦૦ વર્ષ પુરાણો છે, જ્યારે આધ્યાત્મિકનો ઇતિહાસ અબજો વર્ષ પુરાણો છે. તેમ છતાં બંનેનો અધ્યયન અને અધ્યાપન આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયથી જ એક અભિનવ સંસ્કૃતિનો અભ્યદય થઈ શકશે.’ આજે “જૈનદર્શન'ની આ પ્રાચીન પણ અભિનવ મૂલ્યપરક કેળવણી ઉપર ચિંતન જરૂર થયું છે, અને કોઈ-કોઈ વિશ્વવિદ્યાલયમાં આ કેળવણીને પાઠ્યક્રમના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ પાઠ્યક્રમ નાત-જાતના કોઈ ભેદભાવ વગર બધા માટે ખુલ્લો મૂકી ભારતીય શિક્ષાજગતમાં એક સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧૩૩. [ ૧૩૨ %
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy