SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ એમને ગુજરાતી બરાબર આવડે છે ન તો અંગ્રેજી બરાબર આવડે છે. વિદ્યાર્થીઓને જો માતૃભાષા બરાબર આત્મસાત્ ન થાય તો બીજી ભાષાઓમાં પણ એ ખાસ ઉકાળી ન શકે એ ભાષાશિક્ષણનું અફર સત્ય છે. પણ નવમાતાપિતા આ જાણતાં-સમજતાં નથી. પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવાના વ્યામોહમાં તેઓ એવાં ફસાયાં છે કે કોઈની વાત સાંભળવા પણ તૈયાર નથી. આપણા જાણીતા વિચારક ગુણવંત શાહે માતૃભાષા વિશેના ૯મી ફેબ્રુઆરી - ૨૦૧૪ના ‘દિવ્યભાસ્કર'માં સોઈ ઝાટકીને કહી દીધું કે - જે માણસ અંગ્રેજી ભાષાનો વિરોધ કરે તે મૂર્ખ છે, અને જે માણસ માતૃભાષાના માધ્યમનો વિરોધ કરે તે મહામૂર્ખ છે.' ગુણવંતભાઈની ભાષા અવશ્ય આકરી છે, પણ એક માતૃભાષાપ્રેમીના બળબળતા હૃદયનો આ ઉદ્ગાર છે, એમ આપણે સમજવું જોઈએ. માતૃભાષાનો મહિમા કરવો એનો અર્થ અંગ્રેજીનો વિરોધ કરવો એવો નથી જ નથી. આપણા મૂર્ધન્ય કવિ નિરંજન ભગતે આપેલું સૂત્ર ‘ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી' એ જ આ આખી સમસ્યાનો શૈક્ષણિક ઉકેલ છે. એક બીજું સત્ય પણ આપણે સમજી લેવું જોઈશે. આપણી માતૃભાષા જશે તો સાથે-સાથે આપણી મહાન સંસ્કૃતિ પણ ક્ષીણ થતી જશે અને કાળે કરીને વિલાઈ જશે. ફાધર વાલેસના એક નિબંધનું શીર્ષક છે - ‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય' ફાધરની આ ચેતવણી આપણે ગંભીરતાપૂર્વક કાને ધરવી જોઈશે. ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા' માત્ર હિંદુઓનો ગ્રંથ નથી, ભારતીયોનો ગ્રંથ નથી - એ તો સમગ્ર માનવજાતનો ગ્રંથ છે. ગીતા જીવનવિદ્યાનું પાઠ્યપુસ્તક છે. ગીતાના દેશમાં અધ્યાયના ‘વિભૂતિયોગ’નો ૩૪મો શ્લોક નીચે પ્રમાણે છે : મૃત્યુઃ સર્વહર: ચ અહમ્ ઉદ્ધવઃ ચ ભવિષ્યતામ્ । કીર્તિ: શ્રી: વાક્ ચ નારીણામ્ સ્મૃતિઃ મેધા ધૃતિઃ ક્ષમા II આ શ્લોકનો અર્થ એવો છે કે - ‘હું સૌનો સંહાર કરનાર છું તેમજ મૃત્યુ પામનારાંઓ અને જન્મ લેનારાઓનું કારણ હું છું તથા સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા હું છું.' આ શ્લોકના બીજા ચરણમાં જીવનનું અદ્ભુત રહસ્ય સમાયેલું છે. માનવજીવના પાયાનાં ગુણો અને શક્તિઓની સૂચિ આપીને એમ કહેવાયું છે કે - ‘આ પાયાનાં ગુણો અને શક્તિઓ રૂપે ઈશ્વર સ્ત્રીઓમાં વસે છે. આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧૧૬ આ ગુણો સ્ત્રીના લોહીના લયમાં ધબકતા ગુણો છે. પરમતત્ત્વનું આવું આયોજન શા માટે છે ? આવું આયોજન એટલા માટે છે કે સ્ત્રી મનુષ્યની જન્મદાત્રી છે. ‘બાળકનું શિક્ષણ ગર્ભાધાનનાં છ અઠવાડિયાં પછી શરૂ થઈ જાય છે.’ એવું હવે આધુનિક મનોવિજ્ઞાન સ્વીકારે છે. એટલે મનુષ્યજીવનના પાયાના ગુણોના સંસ્કાર બાળક પર દૃઢપણે અંકિત થાય એટલા માટે સર્જનહારે આ પાયાના ગુણો સ્રીમાં મૂક્યા છે. મનુષ્યમાત્રને આ પાયાના ગુણો સ્ત્રી દ્વારા મળે છે, એ જગતનું એક અફર સત્ય છે. એટલે માનવજાતિનાં મુખ્ય ગુણો અને શક્તિઓની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેનો તફાવત સાહિત્યની કોઈ મૂળકૃતિ અને એ જ કૃતિની અનુવાદિત કૃતિ વચ્ચે હોય એવો અને એટલો છે.' આનો અર્થ એ થયો કે પુરુષમાત્રને જે ગુણો મળે છે, તે માતા તરફથી મળે છે - માતા ઉપરાંત ભગિની, જીવનસખી સર્વ તરફથી. શિક્ષક તરફથી મળે છે, તે પણ શિક્ષકમાં રહેલા માતૃસદેશ પ્રેમતત્ત્વને કારણે. આ દેશમાં સ્ત્રીઓનું સ્થાન કેટલું મહત્ત્વનું હતું ! વેદઃ આધુનિક નજરે' પુસ્તકમાં વિનોબાજીએ સ્ત્રીઓના વેદકાલીન ગૌરવ વિશે બહુ ભાવપૂર્વક લખ્યું છે. વિનોબાજી કહે છે કે - ‘એક જમાનામાં આપણે ત્યાં સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા હતી, સ્ત્રીઓ માટે ભારે આદર-ઇજ્જત હતાં. જે રીતે બ્રહ્મવાદી પુરુષો થઈ ગયા, તે જ રીતે બ્રહ્મવાદિની સ્ત્રીઓ પણ થઈ ગઈ. સ્ત્રીઓનાં કેટલાંક સૂક્ત પણ વેદમાં આવે છે. તે જમાનામાં સ્ત્રીઓને વેદઅભ્યાસનો અધિકાર હતો. ઋગ્વેદમાં અનેક સ્ત્રી-દેવતા છે અને અનેક સ્ત્રીઓ ઋષિ પણ છે... ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ'માં પણ પ્રથમ માતાનું નામ આવ્યું છે. ઉપનિષદોમાં આજ્ઞા આપી. તેમાંયે નંબર એકમાં કહ્યું - ‘માતૃદેવો ભવ.' તેના પછી જ ‘પિતૃદેવો ભવ'. ‘આચાર્યદેવો ભવ' કહ્યું. એટલે પહેલો દેવ તો માતા જ. પ્રાચીનકાળમાં સ્ત્રીઓ બહુ જ જ્ઞાનવતી પણ હતી. વિનોબાજી એક પ્રસંગ વર્ણવે છેયાજ્ઞવલ્ક્યની સભામાં ચર્ચા ચાલી રહી હતી, ત્યાં ગાર્ગી ઊભી થઈ અને તેણે યાજ્ઞવલ્ક્યને કહ્યું : ‘જેમ કાશી કે વિદેહનો ક્ષત્રિય વીર બાણ મારે છે, તેમજ હું તમને પ્રશ્નરૂપી બાણ મારું છું. તમે તમારી છાતી સામે કરો, હું મારા પ્રશ્નોથી પ્રહાર કરીશ' યાજ્ઞવલ્ક્ય જેવા ઋષિને પડકારનારી ગાર્ગી જેવી આત્મવિશ્વાસથી ભરી-ભરી સ્ત્રીઓ પ્રાચીનકાળમાં હતી. આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧૧૭
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy