SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમમાં હોમસ્કૂલિંગનો ખ્યાલ વધુ ને વધુ લોકપ્રિય થતો જાય છે. આ પ્રયોગમાં માબાપની ક્ષમતા અને બાળકો સાથે સમય ગાળવાની તત્પરતા મહત્ત્વની છે. ભારતમાં પણ આ પ્રયોગ પ્રસરતો જાય છે. ગુજરાતમાં - વડોદરામાં કેટલાંક સંનિષ્ઠ વાલીઓ હોમસ્કૂલિંગ કરાવી રહ્યાં છે. રાજકોટમાં પણ કેટલાક વાલીઓ આ દિશામાં સક્રિય થયાં છે. શિક્ષણમાત્ર વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે, શિક્ષક દ્વારા જ, સરકારે નિયત કરેલ પાઠ્યક્રમ દ્વારા જ, સરકાર નક્કી કરે તેવી પરીક્ષા દ્વારા જ મૂલ્યાંકન થાય - આ બધા ચીલાચાલુ ખ્યાલો બદલવા પડશે. બાળકોને આત્મહત્યા તરફ દોરે તેવું શિક્ષણ તો હરગિજ ન જોઈએ. ચાલો, સાથે મળી સહુ વિચારીએ કે - “આપણાં બાળકોને ભાર વિનાનું ભણતર, આનંદલક્ષી શિક્ષણ (Joy of learning) કુદરતના સાંનિધ્યમાંથી, સમાજમાંથી, પડોશમાંથી મળતું શિક્ષણ આપીને તેમને આવતી કાલના જવાબદાર અને રુઆબદાર નાગરિક બનાવવા પ્રયત્ન કરીએ. સહુ વિચારશીલ વ્યક્તિઓનાં આ અંગેનાં સૂચનો આવકાર્ય છે. (શિક્ષણશાસ્ત્રી ગુલાબભાઈ સિસ્ટર નિવેદિતા સ્કૂલ - રાજકોટ સહિત નવ જેટલી શિક્ષણ સંસ્થામાં સાથે સંકળાયેલા છે. તેઓએ ૨૮ પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલું છે. તેમને અનેક એવોર્ડ-પુરસ્કાર પ્રાપ્ત થયા છે) પર્યાવરણીય શિક્ષણ - નવી સદીની માંગ પ્રા. રામલાલ પરીખ છેલ્લા બે દાયકાથી, પર્યાવરણક્ષેત્રે સામાજિક આંદોલનોમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું પ્રદાન ધીરે-ધીરે પણ સ્થિરપણે વધતું જાય છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ, આપણે જે પાણી પીએ છીએ, આપણે જે ધરતી પર રહીએ છીએ અને કામ કરીએ છીએ, તેની ગુણવત્તા વિશે આ સંસ્થાઓ વિચારતી થઈ છે. વિશ્વભરમાં સ્વૈચ્છિક સંસ્થાઓ વૈશ્વિક સંસાધનોના યોગ્ય ઉપયોગ, કુદરતી સંપત્તિના બચાવ અને તંદુરસ્ત વિશ્વ અર્થતંત્ર માટેનાં અભિયાન કરી રહી છે. વિશ્વ એમને પર્યાવરણવાદીઓ તરીકે ઓળખે છે. આ પર્યાવરણવાદીઓનો ઉદ્દેશ આપણા દેશમાં અને સમગ્ર વિશ્વમાં જીવનનાં સ્તરને સુધારવાનો છે, એમના પ્રયાસોથી ચારે બાજુ પર્યાવરણ બાબતે જાગ્રતિ પણ વધી છે. પર્યાવરણની સુરક્ષા અને માનવજાતને અનુકૂળ એવું પર્યાવરણ સર્જવાની મહત્તા આજે બધા સમજે છે. સન ૧૯૭૦ના દાયકામાં, સ્વૈચ્છિક સંસ્થાઓનું ધ્યાન સીધી રીતે પ્રદૂષણ ફેલાવતા પ્રદૂષકો અને મોટરકાર કે અન્ય વાહનો તથા સુધરાઈ અને ઔદ્યોગિક કચરો જેવાં કેટલાંક પ્રદૂષણ ફેલાવનાર સાધનો, વસ્તુઓ પર હતું. થોડા ઘણા અંશે આવા પ્રદૂષકોને નાથવામાં આ સંસ્થાઓને સફળતા મળી છે. પણ આ ક્ષેત્રમાં હજી ઘણું કરવાનું બાકી છે. દરમિયાનમાં ઘણા નવા મુદ્દાઓ પણ ઉપસ્થિત થયા છે, જેવા કે - ઝેરી વાયુઓના પ્રસારણનો પ્રશ્ન, વૈશ્વિક તાપમાનના ફેરફારો, ઓઝોનમાં છિદ્રો, ઍસિડ, વર્ષો વગેરે. એનાથી હજી થોડાં વર્ષ પહેલાં જ આપણે સાવ અજાણ હતા. પર્યાવરણનાં આ ધ્યાનપાત્ર અને વિનાશકારી વલણોને સમગ્ર સૃષ્ટિના સંદર્ભમાં આપણે મૂલવવાં પડશે. આખી કુદરતી વ્યવસ્થામાં અસ્થિરતાનો ખતરો એનાથી ઊભો થયો છે. ઓઝોનને લગતા સવાલો આ સંદર્ભમાં આપણા માટે મોટી ચિંતાનો વિષય બન્યા છે. જૈવિકસૃષ્ટિનું પતન અને એની વિવિધતામાં ઘટાડો પણ એટલો જ મહત્ત્વનો પ્રશ્ન છે. આપણા જેવા દેશોમાં ગરીબી અને ગરીબો દ્વારા થતા પર્યાવરણનાં નુકસાનનો પ્રશ્ન પણ સંવેદનશીલ છે. આપણાં શહેરોમાં, હવામાં, પાણીમાં અને જમીનમાં જે આદર્શ કેળવણીનું ઉપનિષદ , Uી ૧૦૯ | શિક્ષણ સંસ્થાઓને પૂરી સ્વાયત્તતા આપવી જોઈએ. શિક્ષણમાં નવપ્રયોગ કરવાની તક શિક્ષકોને અને સંસ્થાને આપવી જોઈએ. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીય સંબંધ હોવો જોઈએ. નિષ્ઠાવાન શિક્ષકને બિરદાવવાની યોજના હોવી જોઈએ. શિક્ષકોને વધુ પડતી સલામતી મળી છે તે દૂર કરવી જોઈએ. પરીક્ષા પદ્ધતિ બદલવી જોઈએ. સતત સર્વગ્રાહી મૂલ્યાંકન થવું જોઈએ. વિદ્યાર્થીમાં મૌલિક વિચારશક્તિ ખીલે તેવી શિક્ષણપ્રથા ગોઠવવી જોઈએ. શિક્ષણનું ધ્યેય તો “સારો માણસ બને’ (to produce a good person) તે છે. આથી મૂલ્યશિક્ષણ પર વિશેષ ભાર મુકાવો જોઈએ - ઉષાબહેન જાની [ ૧૦૮ ////////////// આદર્શ કેળવણીને ઉપનિષદ)
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy