SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સમરહિલ કોઈ પણ સિદ્ધાંતને ઠોકી નથી બેસાડતી, પણ તેમાં લગભગ ચાલીસ વર્ષના વાસ્તવિક અનુભવનો નિચોડ વર્તાય છે. પુસ્તકના લેખકનું માનવું છે કે - “સ્વતંત્રતા ખરેખર કારગત નીવડે છે.” દરેક વિચારશીલ માતા-પિતાને, પોતે બાળક સામે જાયે-અજાણ્ય કેટલી હદ સુધી દબાણ અને સત્તાનો ઉપયોગ કરે છે, તેનું ભાન થતાં આધાત લાગશે. આ પુસ્તકપ્રેમ પરવાનગી અને સ્વતંત્રતાના નવા અર્થો આપશે. નીલ જીવન અને સ્વતંત્રતા પ્રત્યે અસમાધાનકારી આદરભાવ દર્શાવે છે અને જોહુકમીના ઉપયોગનો સંપૂર્ણ અસ્વીકાર દર્શાવે છે. બાળકોનો ઉછેર એ પ્રકારની પદ્ધતિથી થવો જોઈએ કે - “તેમનામાં પોતાની મેળે જ પ્રેમ, સમજશક્તિ, હિંમત, એકસૂત્રતા જેવા ગુણો વિકસે, જે પશ્ચિમી માનવતાવાદી પ્રથાનાં ધ્યેય છે.” જો એક વખત લોકો તેને માટે તૈયાર થાય તો જે સમરહિલમાં બની શકે તે બધે જ બની શકે છે. લેખક કહે છે તેમ - “ખરેખર સમસ્યાગ્રસ્ત બાળકો નથી, પરંતુ “સમસ્યાગ્રસ્ત માતા-પિતા’ અને ‘સમસ્યાગ્રસ્ત માનવતા' છે. હું માનું છું કે - નીલનું કાર્ય એક બીજ છે અને તે પાંગરશે જ. સમય જતાં તેના વિચારો નવા સમાજમાં વ્યાપીને પોતાની એક એવી ઓળખ ઊભી કરશે કે જેમાં મનુષ્ય પોતે અને તેના જીવનના હેતુઓ જ તમામ સામાજિક પ્રયાસોનું પણ અંતિમ ધ્યેય બનશે. આજે સમરહિલ શાળાને કેળવણીના ક્ષેત્રે થયેલ એક સફળ, અનોખા અને ક્રાન્તિકારી પ્રયોગ તરીકે સ્થાન મળ્યું છે. એ. એસ. નીલના ‘સમરહિલ’ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ સંજીવ શાહ દ્વારા કરવામાં આવેલ છે, જે પુસ્તક પ્રાપ્ય છે. અમેરિકામાં ‘લનિંગ વિદ્યાઉટ સ્કૂલિંગ” ઝુંબેશ શરૂ થઈ છે. એના પ્રણેતા અને કેળવણીકાર જોન હોલ્ટે બાળકોને અનુભવ દ્વારા શિક્ષણ આપવાના પ્રયોગો કર્યા છે. ડેન્માર્કમાં કોપનહેગન શહેરમાં ન્યૂ લિટલ સ્કૂલના શિક્ષણના પ્રયોગો જાણવા જેવા છે. ‘દિવ્ય ભાસ્કર'માં સંજય વોરાએ તેનો તાજેતરમાં પરિચય આપેલ છે. સ્કૂલ અને રહેઠાણનાં મકાનો વચ્ચે એક નાનું જંગલ છે, જ્યાં પહેલા માળે સ્કૂલ ચાલે છે. શાળાનો મુખ્ય ઓરડો લાંબો અને સાંકડો છે અને ૧૦૪ / C A આદર્શ કેળવણીનું ઉપનિષદ | કુલ જગ્યાનો બેતૃતીયાંશ ભાગ તો આ ઓરડો જ રોકે છે. મુખ્ય હૉલની પાસે એક નાનકડી વ્યાયામશાળા છે. બાજુમાં એક ઓરડો સંગીત માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બાકીની જગ્યાને બે હજાર લાકડાંની પેટીઓની મદદથી નાના-નાના ભાગોમાં વહેંચી દેવામાં આવી છે. અહીં ખુરશી, ટેબલ, ચોપડીઓનાં કબાટ વગેરે માટે આ લાકડાનાં ખોખાંઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. લિટલ સ્કૂલનું ફર્નિચર પણ ખૂબ સાદું અને સસ્તું છે. ઑફિસમાં એક સાદું ટાઇપરાઇટર, એક ટેપરેકૉર્ડર અને એક ડુપ્લિકેટર છે. મુખ્ય હૉલમાં એક ફ્રિઝ અને પ્રાઇમસ છે, જેની ઉપર બાળકો અવારનવાર ખાવાનું બનાવે છે. શાળામાં એક નાનો પણ સારો પુસ્તકોનો સંગ્રહ છે. વર્કશોપમાં લાકડાનું અને ધાતુનું કામ કરવા માટેનાં ઓજારો છે. સાથે એસિટિલિન વાયુથી ધાતુ કાપવા માટેનાં અને વેલ્ડિંગ કરવા માટેનાં સાધનો પણ છે. રમતો અને કોયડાઓનો પણ એક નાનો સંગ્રહ છે. પુસ્તકાલયમાં કેટલાંક વિજ્ઞાન અને ગણિત વિશેનાં પુસ્તકો છે, જેમાં પાઠ્યપુસ્તકોનો પણ સમાવેશ થઈ જાય છે. અહીં એક હાથસાળ અને સિલાઈ-મશીન પણ છે. બાળકોને રંગોનો ઉપયોગ કરવો હોય તો તેની પણ વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે. આ બધાંનો ઉપયોગ શિક્ષણનાં સાધનો તરીકે કરાય છે. ન્યૂ લિટલ સ્કૂલની સવારની દિનચર્યાનો ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ સવારના વ્યાયામ અને નૃત્યની પ્રવૃત્તિઓ છે. શાળાની વ્યાયામશાળાનો જે ઓરડો છે, તે ખૂબ જ નીચી છતવાળો છે. તેમાં એક મોટી શેતરંજી અને બે ડ્રમ રાખવામાં આવ્યાં છે. રોજ સવારે નૃત્ય અને સંગીતમાં કુશળ એક શિક્ષક અને મોટા ભાગના વિદ્યાર્થીઓ વ્યાયામશાળામાં ભેગાં થાય છે. શિક્ષક ડ્રમ ઉપર એક જોશીલી ધૂન વગાડે છે અને બાળકો નાચવાકૂદવાનું શરૂ કરી દે છે. એક સત્ર ક્યારે ય બીજા સત્ર જેવું નથી હોતું. બાળકો યોગ્ય લાગે તે રીતે મસ્ત બનીને લયમાં નાચે છે અને એક લય બીજા લયને આગળ લઈ જાય છે. બાળકો અગાઉના લય અને તાલમાંથી તેમને જે સારા લાગે છે તે ફરી-ફરીને કર્યા કરે છે. સંગીતકક્ષમાં એક શિક્ષક ઇલેક્ટ્રિક ગિટાર ઉપર કોઈ વિદ્યાર્થીને કોઈ ધૂન વગાડવાનું શીખવી રહ્યા હતા. આ શિક્ષક કુશળ પિયાનોવાદક હતા. આદર્શ કેળવણીને ઉપનિષદ નું છે૧૦૫]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy