SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્ટરનેશનલ પરિસંવાદો અને તેમાં રજૂ થતા કહેવાતા સંશોધન-લેખો અને તેની રીત એક ફારસ જેવું લાગે છે. રજિસ્ટ્રેશન ફી પણ કેટલી બધી ! આવાં આયોજનોમાં ક્યાંક ધોરણો પણ જળવાતાં હશે, પરંતુ ધોરણ જાળવવાવાળી કેટલી યજમાન સંસ્થાઓ હશે ? અધ્યાપકો-આચાર્યોની પસંદગી માટે ISSN નંબરવાળા જર્નલમાં પ્રગટ થયેલા લેખોને તથા ISBN નંબરવાળાં પુસ્તકોને જ ક્રેડિટ ગુણ આપવા માટે ધ્યાનમાં લેવાના યુજીસીના નિયમો હાસ્યાસ્પદ લાગે છે. આ નંબરો ગુણવત્તાનો કોઈ આંક સૂચવતા નથી. આ તો ફક્ત તેના પ્રકાશનની ઓળખ અર્થાત્ ક્યાંથી, કોના દ્વારા અને કઈ ભાષામાં પ્રકાશિત કરવામાં આવેલ છે તે સૂચવે છે. આ પ્રથાના કારણે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે Bibliographic control તથા પ્રકાશનોની પ્રાપ્તિ સરળ બને છે. ક્રેડિટ ગુણ માટે આ મૂલ્યહીન આધાર શા માટે ? કરુણતા તો એ કે આ નિયમ અમલમાં આવ્યા તારીખ પૂર્વે પ્રકાશિત થયેલાં પુસ્તકો કે લેખોને પણ આ નિયમના ઓઠા હેઠળ ગ્રાહ્ય ન રાખવાની રીતિ-નીતિનો અમલ કેટલા અંશે યોગ્ય ગણાય ? આ નિયમના કારણે ગુજરાત અને સમગ્ર દેશમાં બિલાડીના ટોપની જેમ કહેવાતા નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સના પ્રકાશકો રાતોરાત ફૂટી નીકળ્યા ! જર્નલ્સ પ્રકાશન ઇન્ડસ્ટ્રીઝની ધમાકેદાર એન્ટ્રી થઈ. લેખના પ્રકાશન માટે પ્રતિલેખ દીઠ રૂ. ૧૦૦૦ થી ૩000 જેટલો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. એજન્ટો દ્વારા કહેવામાં આવે કે લેખ - શોધપ્રબંધ તમારે લખવાનો છે કે અમારે વ્યવસ્થા કરવાની છે ? આવું સંશોધન ક્ષેત્રે ઘણું બધું ચાલી રહ્યું છે ત્યારે પ્રો. એન. આર. દવેસાહેબ (પૂર્વ કુલપતિ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) કહે છે તેમ - Check - in - built અંદરની ચોકીઓ ઊભી કર્યા સિવાય કોઈ છૂટકો જ નથી. આ કહેવાતાં સંશોધન જર્નલ્સના પ્રકાશકોને પોતાના જર્નલના નામાભિધાનમાં ઇન્ટરનેશનલથી કશું જ ઓછું ખપતું નથી, તેમજ જ્ઞાનજગતના બધા જ વિષયો અને બધી જ ભાષાઓમાં લખાયેલા લેખોને આવરી લેવાની ગતિની નોંધ સાથે. આ પ્રકારનાં પાંચેક જર્નલ્સ પૈકી કયા કયા જર્નલ્સ ગુજરાતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં લવાજમથી મંગાવવામાં આવે છે કે કેમ તે સંદર્ભે કેટલાક ગ્રંથાલયોમાં પૃચ્છા કરતા જાણવા મળ્યું છે કે આ પૈકીનું કોઈ જર્નલ મંગાવવામાં આવતું નથી, કે નામ સાંભળવામાં ૮૬ . A આદર્શ કેળવણીનું ઉપનિષદ 1 આવ્યું નથી. આવાં જર્નલ્સનું સલાહકાર મંડળ પ્રાયઃ પ્રાદેશિક કે આંતરપ્રાંતીય અને લેખ લખનાર લેખકો પ્રાયઃ પ્રાદેશિક હોય છે. આ જર્નલ્સના લેખકો પૈકી કોના લેખો University news'માં પ્રકાશિત થયા છે તે તપાસતાં કોઈનું નામ દેખાયું નહિ. વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨માં ‘University news'માં આશરે ૬૫૦ જેટલા લેખો અને દીક્ષાંત સમારોહનાં ભાષણો પ્રકાશિત થયેલાં જોવા મળ્યાં. આ પૈકી ગુજરાતી કે ગુજરાતની સંસ્થાઓમાં કાર્ય કરતા અધ્યાપકો વગેરેના કુલ ૨૪ લેખો પ્રગટ થયેલા જોવા મળ્યા, જેમાં સૌથી વધુ ૮ લેખો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વઉપકુલપતિ, કાર્યકારી કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ ડૉ. દાઉદભાઈ ઘાંચી સાહેબના ૮ લેખો, જ્યારે ૩-૩ લેખો ડૉ. જયંતિ રવી અને તેમના સહયોગીઓના તથા ડૉ. જગદીશ અરોરા અને તેમના સહયોગીઓના છે, જ્યારે બાકીના ૮ લેખો એક-એક લેખકના કર્તુત્વવાળા છે. આ પ્રકારની એક અન્ય વિસંગતતા એ પ્રવર્તે છે કે યુજીસીએ M.Phi - Ph.D.ના અભ્યાસ માટે પ્રવેશ-પરીક્ષા લઈને પ્રવેશ આપવા સંબંધી નિયમ વર્ષ ૨૦૦૯ના જુલાઈ આસપાસ પરિપત્રિત કર્યો. આ આવકાર્ય બાબત છે. પરંતુ, જેમણે M.Phi . Ph.D. આ પરિપત્ર પૂર્વે પૂર્ણ કરેલ હોય કે રજિસ્ટ્રેશન કરાવી દીધેલ હોય અને પાછળથી નિયમાનુસાર શોધપ્રબંધ રજૂ કરીને Ph.D.ની ડિગ્રી મેળવેલ હોય તેમને આ નિયમ લાગુ ન જ પડે; કારણ કે તેમણે જ્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું. હતું ત્યારે આ નવો નિયમ અસ્તિત્વમાં ન હતો. પરંતુ સંબંધિતો દ્વારા અધ્યાપકો, ગ્રંથપાલો વગેરેને કહેવામાં આવે કે તમે એન્ટ્રસ ટેસ્ટ વગરની ડિગ્રી ધરાવો છો, એટલે કઈ રીતે માન્ય ગણાય ? આ એક સામાન્ય સમજણની - સ્વવિવેકની બાબત છે. આવી સ્પષ્ટતાઓ માટે કોર્ટનું જ શરણું લેવાનું ? આ કેટલે અંશે યોગ્ય ગણાય ? નિયમના ખોટા અર્થઘટનના ઓઠા હેઠળ કેટલી અરાજકતા પ્રવર્તી રહી છે? જેમણે ખરી મહેનત કરીને - સંશોધન કરીને ડિગ્રી મેળવી છે, તેઓ હતાશ ન થાય તો બીજું શું થાય ? સંશોધન સંદર્ભે યુજીસી દ્વારા પીએચ.ડી.ના શોધપ્રબંધોના લેખનનું માધ્યમ - આધુનિક ભારતીય ભાષાઓ સિવાયના વિષયો માટે - અંગ્રેજી નિયત કરવામાં આવ્યું છે. અંગ્રેજીના માધ્યમથી સંશોધનમાં ગુણવત્તા આવશે તે કેમ કરીને ગળે ઊતરી શકે ? માતૃભાષામાં જ સરળ, સાહજિક આદર્શ કેળવણીનું ઉપનિષદ ઈ. ૮૦
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy