SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઘટના કોઈ અસાધારણ ને જીવનપરિવર્તનની પ્રક્રિયા બની હોય કે નાનાભાઈનું કોઈ ભવ્ય એવું ચિત્ર મારા મનમાં ઊભું થયું હોય એવું નથી. એ સમજવાની મારી ભૂમિકા જ નહોતી. બીજ પોતાનું કામ કરે છે. એ રીતે કેટલાય કાળ પછી આ પ્રસંગથી મારા જીવનમાં વર્તન, વ્યવહાર, વિચાર વગેરેને મૂલવવાની ચાવીઓ પ્રાપ્ત કરવા માટેની પાત્રતા મારામાં આવી હશે એમ મને લાગે છે. પણ હજુ થોડું અંગત આપની સમક્ષ રજૂ કરું. આમ કરવાનું મન થાય છે તે એટલા માટે કે અહીં બેઠેલાંમાંથી ઘણાંખરાં તો મારાં અંતરંગ સ્વજનો જેવાં છે. માનવીય મૂલ્યોને સમજવામાં, તેનું આચરણ કરવાના પ્રયત્નમાં અને વિદ્યાર્થીઓમાં તે વિશે સમજણ, રસ અને આચાર માટેની સજ્જતા ઊભી થાય તે મારા શિક્ષકજીવનના પરમ રસનો વિષય રહ્યો છે. આ રસનું પગેરું મારા જીવનના ભૂતકાળમાં શોધવા હું ઊંડો ઊતરું છું. નાનાભાઈએ મારા જેવા સાવ અલ્લડ, ઢંગધડા વિનાના છોકરામાં ક્યાંક ભીનાશ ભાળી હશે ને આ વિચારબીજ આપ્યું હશે કે સહેજે તેમના જીવનમાંથી તે વેરાઈ ગયું હશે ને ક્યાંક ભીની માટીમાં ચોંટ્યું હશે તે કહેવું મુશ્કેલ છે. પણ મારા ચિત્તની માટીમાં ક્યાંક ભીનાશ તો હશે જ, એમ મને લાગે છે. ભાલના ઉજ્જડ અને સૂકા પ્રદેશમાં અને જેવા ઊગે તેવા આથમે' એવા દિવસોમાં ભીનાશ ક્યાંથી આવે ? માત્ર કઠોરતા, નિર્મમતા સિવાય બીજું શું મળે ? પણ આમ ન બન્યું. આજે પણ ગરીબાઈથી ઘેરાયેલા મારા બાળપણની દુ:ખદ સ્મૃતિઓમાં ઢષનો ડિંખ વરતાતો નથી. એનું શું કારણ ? મને લાગે છે કે આમાં મારી માતાના જીવનનો પ્રભાવ છે. મારી માતાને ભરજુવાનીમાં વૈધવ્ય પ્રાપ્ત થયું. મારા પિતા થોડું દેવું અને અમને પાંચ બાળકોને મૂકી ગયાં હતાં. ઉપર આભ અને નીચે ઘૂઘવતો સંસારસમુદ્ર. એક ભાંગતી નૌકામાં પાંચ બાળકોને છાતીસરસા ચાંપીને તેણે કેવળ ઈશ્વરભરોસે ને આત્મશ્રદ્ધાથી સફર આદરી. આ વસમાં વર્ષોની કથા અહીં વર્ણવવાનો અવકાશ નથી. તેમાંથી એક સ્વતંત્ર પ્રબંધ થઈ શકે તેવું સત્ત્વ ભરેલું છે. અહીં તો મેં પસંદ કરેલા મારા વિષયના સંદર્ભમાં જે પ્રસ્તુત છે તેટલું જ સારવીને કહીશ. [ to૦ છે A આદર્શ કેળવણીનું ઉપનિષદ] આ કાળના તેના જીવન પર આજે નજર નાખતાં બે-ત્રણ બાબતો ઊપસી આવે છે. એક તો આ ગરીબાઈમાં તેણે કોઈ સગાંસંબંધી પાસે પણ લાચારી કરી નથી, સસરા પાસે પણ હકથી મળવું જોઈએ તે માંગ્યું છે. તે મળ્યું જ હોય એવું ભાગ્યે જ બનતું. પણ તેને તે “ભગવાનની મરજી” સમજીને સ્વીકારી લેતી. બીજી બાબત એ તરી આવે છે કે ગમેતેવી આપત્તિમાં પણ તેણે ઈશ્વર પરની શ્રદ્ધા ગુમાવી ન હતી. અણહકની એક પાઈ પણ ખપે નહિ એવી ટેક તેણે જાળવી હતી. તે કાળી મજૂરી કરતી. પણ કોઈને ઘેર જઈને કામ ન કરતી. લગભગ રોજ અધમણ જેટલું દળણું દળતી, પણ તે ઘેર મંગાવતી. ત્રીજી વાત એ જોવા મળે છે કે તે પોતાનાં બાળકોને કોઈ પણ જાતનું અપમાન કે અન્યાય થાય તેવું લાગે ત્યારે પૂરા આવેશથી તેનો સામનો કરતી. ગિરાસદારી ગામમાં એક ગરીબ વિધવાને કેટલી યાતનાઓ વેઠવી પડે તે સમજી શકાય તેમ છે, પણ પોતાની સામે ઊંચી આંખ કરનારને રૌદ્ર રૂપનો અનુભવ કરાવ્યાના પ્રસંગો પણ બન્યા હતા. શાળાના શિક્ષકે પોતાના બાળકને કંઈ પણ વાંક વગર માર્યાની ખબર મળતાં જ તે શિક્ષક પાસે જઈને તાડૂકેલી : “મારાં છોકરાં નબાપાં છે એમ ન સમજતાં. હું તેના બાપ જેવી બેઠી છું. વગરવાંકે મારાં છોકરાંને મરાય જ કેમ તારાથી ? મારા જેવીના નિસાસાથી તારું ભલું નહિ થાય.” આમ અનેક મોરચા પર તે ઘૂમી વળતી ને બાળકો ક્યારે મોટાં થાય તેની આશામાં ને આશામાં તેણે પોતાની ભરજુવાની આ ગામડામાં ગાળી, તેની પુણ્યગાથાનું સ્મરણ વારંવાર થયા કરે અને “ત સંસ્કૃત્ય સંસ્કૃત્ય હૃથમ પુનઃ પુન:” એવી મારા મનની હાલત થાય છે. માનવીય મૂલ્યોનું બીજારોપણ જે નબળું-પાતળું મારા ચિત્તમાં થયું, તેનું મૂળ આ દિવસોમાં હોય એમ મને લાગે છે. વધુ વિચાર કરતાં એમ પણ લાગ્યું કે - “મારી માતાને કોઈ ઉદાત્ત કૌટુંબિક સંસ્કારો મળ્યા હતા, એવું પણ નહોતું. કોઈ મહાન સંત-સાધ્વીનો સત્સંગ પણ મળ્યો નહોતો. નિશાળનું તો પગથિયું પણ તે ચડી નહોતી. કામ કરવા જેટલી ઉંમરે તો ગરીબ માબાપના ઘરનાં કામકાજમાં જ લાગી ગઈ હતી. તે કહેતી કે - “અમને નાનપણથી જ એટલી ખબર હતી કે કામ કર્યા કરવું. હું ભૂતની જેમ કામ કર્યા કરતી.” તેર વરસની ઉંમરે તો તેણે ઘર માંડ્યું. ને જે ઘર મળ્યું તેમાં પણ ગરીબાઈનું રાજ હતું. આ બધાંમાંથી તેણે આ પ્રાણતત્ત્વ ક્યાંથી, કઈ રીતે પ્રાપ્ત કર્યું હશે તે ન સમજાય એવું છે. પણ મોડે-મોડે મારા શિક્ષકજીવન [ આદર્શ કેળવણીનું ઉપનિષદ , A ૦૧ |
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy