SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ એક વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન પૂછ્યો. જવાબ ન મળ્યો. શિક્ષકે એટલા જોરથી તમાચો માર્યો કે કાનના પડદા ફાટી ગયા. દિલ્હીની એક શાળાના શિક્ષકે સાત વર્ષની એક બાળાને હોમવર્ક કરીને ન લાવવાની સજારૂપે નિર્વસ્ત્ર કરી પાટલી પર ઊભી રાખવાનો દંડ ફટકાર્યો. શિક્ષકને જેલની સજા મળી. ઉદેપુરમાં પરીક્ષાખંડમાં એક વિદ્યાર્થિનીએ ડેસ્ક બહાર પગ લાંબા કર્યા. શિક્ષિકાએ સજા કરી. તે બાળાનું જીવન ગયું. સમાજની નજરોમાં શાપિત શિક્ષિકા કારાગારમાં કેદ થઈ. અમેરિકાની એક શાળાના વિદ્યાર્થીને શિક્ષક સાથે ઝગડો થતાં પોતાની રિવૉલ્વરમાંથી શિક્ષકને ગોળી મારી. આ કોઈ ગુનેગાર કે પોલીસની વાતો નથી, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની ઘટનાઓ છે. આવી જે ઘટનાઓ ઘટે છે, તે માત્ર દુર્ઘટના જ નથી બનતી, ભીષણ કરુણાંતિકાઓ બનતી જાય છે. સહશિક્ષણમાં કેટલીય યુવતીઓ સ્વચ્છાએ જાતીય-સાહચર્ય માણે છે, તો કેટલીય બળાત્કારનો ભોગ બને છે. આ સમસ્યા શાળામાં સેક્સ એજ્યુકેશન આપવાથી નહિ ઊકલે, પરંતુ ઘર અને શાળાજીવનનાં પાયામાંથી મળતા નીતિ, સદાચાર, સમૂહજીવન, ધર્મ અને વિવેકયુક્ત સંસ્કાર જ આ દૂષણને ડામી શકે. ૧૯૪૯માં ડૉ. રાધાકૃષ્ણની આગેવાની હેઠળના પંચે પોતાના અહેવાલમાં પરીક્ષાપદ્ધતિની સુધારણા પર ભાર મૂક્યો. ૧૯૬૬માં ડૉ. ડી. એસ. કોઠારીના અધ્યક્ષસ્થાને રચાયેલ કમિશને કહ્યું કે - “વિદ્યાર્થીઓના જ્ઞાનનો ક્યાસ તેમના માર્ક્સ પરથી આવી શકે નહિ. વધુ માર્ક્સ મેળવવાની રેસમાં વાલીઓ અને શિક્ષકો સ્કૂલોમાં ભણતાં ભૂલકાંને શિક્ષણના બોજા હેઠળ કચડી રહ્યા છે.” આપણી પરીક્ષાપદ્ધતિની સૌથી મોટી ખામી એ કે વિદ્યાર્થી અહીં પરીક્ષાર્થીની ભૂમિકામાં હોય છે અને શિક્ષક ન્યાયાધીશની ભૂમિકામાં હોય છે. હકીકતમાં શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં બંનેની બરાબરની ભાગીદારી હોય છે. પરીક્ષાપદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીને પાસ કે નાપાસનો સ્ટૅમ્પ મારવા માટે જ થઈ રહ્યો છે. આજની પરીક્ષાનો હેતુ હવે પાસ થવા પૂરતો જ મર્યાદિત નથી રહ્યો, તે વધુ માર્ક્સ મેળવવાની રેસ બની ગઈ છે. // આદર્શ કેળવણીનું ઉપનિષદ ૫૮ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)માં દર વર્ષે છ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. તેમાંથી નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી કેટલાક ડિપ્રેશન અને માનસિક બીમારીઓનો ભોગ બને છે અને ૪૦૦૦ વિદ્યાર્થીઓ દર વર્ષે આપઘાત કરે છે, એટલું જ નહિ, ૯૨ ટકા માર્ક્સ મળવાથી જ સારી કૉલેજમાં ઍડ્મિશન મળશે એવી ગ્રંથિથી ૯૦ ટકા મેળવનાર વિદ્યાર્થી હતાશામાં જીવનનો અંત આણે છે. જો આપણે વિદ્યાર્થીને સ્ટ્રેસ-હતાશા અને તાણના સકંજામાંથી છોડાવવો હોય તો પરીક્ષાપદ્ધતિનો હેતુ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનો છે. એ વળગણમાંથી બહાર આવવું જોઈએ. વિદ્યાર્થીઓ પર માત્ર બોજો બની રહેલ ૧૦મા ધોરણની પરીક્ષાપદ્ધતિ પુનઃ વિચારણા માંગી લે છે. વિદ્યાલયો અને કૉલેજ કે યુનિવર્સિટીની હૉસ્ટેલોમાં અને છાત્રાલયોમાં રેગિંગની ઘટનાઓ પણ એક ભયંકર દૂષણ છે. રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ તાણ, હતાશા કે ડિપ્રેશનનો ભોગ બને છે. જીવનથી વિમુખ થવાના પણ કેટલાક કિસ્સાઓ બન્યા છે. સંસ્થાના સંચાલકોએ કડક હાથે કામ લઈ આ શરમજનક વિકૃતિને ડામી દેવી જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકારના માનવસંસાધન સચિવાલયે રેગિંગ અટકાવવા એક હેલ્પલાઈન શરૂ કરી છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિની રેગિંગ અંગેની ફરિયાદ ૧૮૦૦-૧૮૦-૫૫૨૨ ટોલ ફ્રી નંબર પર નોંધાવી શકશે. HelpLine@antiragging.net પર તંત્ર કે પોલીસની મદદ માટે ઇ-મેઇલ કરી શકશે. શિક્ષણ કઈ ભાષામાં આપવું તેના વિવાદમાં આપણે દાયકાઓથી ફસાયેલા છીએ. “અંગ્રેજી માધ્યમનો પાયો નાખનાર મેકોલેને તો અંગ્રેજો માટે બાબુઓ પેદા કરવામાં રસ હતો. શિક્ષણચિંતકોએ માતૃભાષાને આંખ અને અંગ્રેજી ભાષાને ચશ્માં સાથે સરખાવી છે. માતૃભાષામાં માના ધાવણ જેવું બળ અને પવિત્રતા છે. માતૃભાષામાં બાળકે ગોખણપટ્ટી નહિ કરવી પડે, તે સહજ રીતે ભણી શકશે.” ઉત્તમ અંગ્રેજીનું શિક્ષણ જરૂરી છે. અંગ્રેજી શીખવા સામે વિરોધ ન હોઈ શકે. ભારતવર્ષમાં અંગ્રેજી સાથે અંગ્રેજિયત આવે તેની સામે વિરોધ હોવો જ જોઈએ. દરેક રાજ્યનો વહીવટ જે-તે પ્રદેશની પ્રાંતીય ભાષામાં ચાલે. સાથે પ્રાંત અને દેશનો વહીવટ રાષ્ટ્રભાષા હિંદીમાં ચાલે તે વાત વ્યવહારુ છે. વિશ્વનાં ૧૮૦ રાષ્ટ્રોમાંથી માત્ર ૧૨ રાષ્ટ્રોમાં અંગ્રેજીનો વ્યવહાર ચાલે છે. ફ્રાન્સ, જર્મની, રશિયા, ચીન, ઇઝરાયલ અને જાપાન જેવા દેશો આદર્શ કેળવણીનું ઉપનિષદ че
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy