SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આમ પૂર્વપ્રાથમિકથી માંડીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે નૈતિક-સામાજિક શિક્ષણ એ એક અત્યંત અનિવાર્ય ઘટક છે. એને આધારે જ વ્યક્તિ ખરા અર્થમાં કેળવાશે અને ભારતીય જીવનમૂલ્યો તથા સંસ્કૃતિના વારસાનું ઉજજ્વળ અનુસંધાન એનામાંથી નીખરી રહેશે. એનો અભાવ બહુ મોટી દુર્ઘટના સર્જશે. નૈતિક-શિક્ષણ : મહાત્માઓનાં મંતવ્યો : વૈદિક-સાહિત્ય અને પુરાણ-ઉપનિષદોમાં નીતિમત્તાનાં ધોરણોનાં નિર્દેશો દૃષ્ટિગોચર થાય છે. વૈદિકકાળ અને મધ્યકાળ દરમિયાન વિદ્યાધામો, ગુરુકુળો, આશ્રમોમાં શિષ્યનું નૈતિક વ્યક્તિત્વ ખીલવવા માટેની જાત-જાતની પ્રવૃત્તિઓ હતી. પછી નવજાગૃતિતકાળથી શિક્ષણ સંદર્ભે વિચારાયું. એમાં અનેક સંદર્ભો, જ્ઞાન-માહિતી ભળેલાં છે. તેમ છતાં એ વિચારકો, મહાત્માઓએ નીતિમત્તાનો તો આગ્રહ સેવ્યો જ છે. એ શિક્ષણ-ચિંતકો, મહાત્માઓનાં નૈતિક-શિક્ષણવિષયક વિચારોનો ટૂંકો પરિચય આ અંગે પ્રસ્તુત કરવો ઉચિત જણાય છે. આ કારણે નૈતિકશિક્ષણની સંકલ્પના વધુ સ્પષ્ટ, સુરેખ અને દેઢ થશે. સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી શ્રદ્ધાનંદ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, રવીન્દ્રનાથ ઠાકુર, ગાંધીજી, સર્વપલ્લી રાધાકૃષ્ણનું અને આચાર્ય વિનોબા ભાવે ઇત્યાદિએ શિક્ષણ વિશે વિચારો રજૂ કરતી વખતે નૈતિકતાના સંદર્ભને પણ નજર સમક્ષ રાખ્યો છે. આમ નૈતિક-શિક્ષણને શિક્ષણ સાથે ગાઢ અનુબંધ છે. શ્રદ્ધાનંદ અને દયાનંદ સ્વામીએ નૈતિકતાનો ઉલ્લેખ કરતી વખતે તર્કનિષ્ઠા (રીઝનિંગ) અને સંયુતિકતા(રેશનાલિટી)ના સંદર્ભે વેદનું ચિંતન, ધર્મનું અનુશીલન, ઈશ્વરમાં શ્રદ્ધા દ્વારા એકેશ્વરવાદ અને નૈતિક, સામાજિક તથા આધ્યાત્મિક મૂલ્યોના જતન તરફ પ્રજાને વાળી. આ એક બહુ મોટી ઘટના હતી અને એનું મૂલ્ય તથા પ્રભાવ પણ ઘણો આવ્યો. સ્વામી વિવેકાનંદે નૈતિક-શિક્ષણ નિમિત્તે રાષ્ટ્ર-વિસ્મરણને અટકાવવાનું બહુ મોટું કાર્ય કર્યું. એમના સમયમાં દેશના શિક્ષિત માણસો પોતાના રીત-રિવાજો, રહેણી-કરણી અને ખાન-પાનને ભૂલી જાય એવા સુઆયોજિત પ્રયાસો થતા હતા. પરસંસ્કૃતીકરણનો પ્રચાર થઈ રહ્યો હતો. એની સામે [ ૪૮ YE 4 આદર્શ કેળવણીનું ઉપનિષદ | સ્વામીજીએ કહ્યું કે - “આત્મવિસ્મરણના ભોગે પરસંસ્કૃતિ પાસેથી શીખવું એ નર્યો આત્મદ્રોહ-રાષ્ટ્રદ્રોહ છે. ધિક્કાર છે એવા આધુનિક શિક્ષણને’ એવા ઉદ્દગારો કાઢીને ભારતીય શિક્ષણનો દઢ આગ્રહ સેવીને નૈતિક આધ્યાત્મિકતાનો પ્રચાર કર્યો. મહર્ષિ અરવિંદની શિક્ષણ-વિચારણામાં પણ ધાર્મિક-નૈતિક શિક્ષણનું મહત્ત્વ ભળેલું છે. તેમની દૃષ્ટિએ મનુષ્યના નૈતિક સાંવેગિક સ્વરૂપથી વિચ્છિન્ન શિક્ષણ માનવજાતના વિકાસને હાનિ પહોંચાડનારું છે. શ્રી અરવિંદ અંગ્રેજી પદ્ધતિથી શિક્ષણ મેળવ્યું હતું, એટલે તેમને એ પદ્ધતિમાંની ધાર્મિક-નૈતિક કેળવણીના સ્વરૂપનો પરિચય હતો. ઉપરાંત શ્રી અરવિંદની પાસે પ્રાચીન ભારતીય શિક્ષણ પરંપરાનો પણ સ્પષ્ટ ખ્યાલ હતો. તેઓએ જણાવ્યું છે કે - “નૈતિક-આધ્યાત્મિક તાલીમનું પ્રથમ સોપાન સૂચવવાનું અને આવકારવાનું છે.’ લાદવાના ભાવનો અસ્વીકાર કરીને તેઓ કહે છે કે - “સૂચવવાની ઉત્તમ પદ્ધતિ પોતાનું અંગત ઉદાહરણ છે, અંગત આચરણ છે.” આમ આચરણથી સૂચવાય અને બાળકમાં એવા ગુણો ખીલે-ફૂલે. શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે નૈતિક - શિક્ષણને વૈશ્વિક સાંસ્કૃતિક પાર્શ્વભૂમાં રજૂ કર્યું. તેઓ કહેતા કે – ‘ઉત્તમોત્તમ શિક્ષણ એ કહેવાય કે જે મનુષ્યને માત્ર માહિતી જ આપતું નથી, પરંતુ મનુષ્યના જીવનને સક્ષમ અસ્તિત્વ સાથે સુસંવાદી બનાવે છે. આવી સુસંવાદિતા વિશ્વસૃજનના સકલ પદાર્થો તથા પરિબળો સાથે માણસ પોતાની નિકટતા કેળવીને પ્રાપ્ત કરી શકે. વિશ્વચેતનામાં વ્યાપ્ત અગ્નિ, જળ, તેજ, વાયુ, ભૂમિ એનાં સમગ્ર વિશ્વનું સ્વયંસ્ટ્રરણાથી સન્માન કરવું એનું નામ જ પૂર્ણશિક્ષણ.’ આમાં મુખ્ય બોધની સાથે ઠાકુર સૌંદર્યબોધને પણ ભેળવે છે. એમાંના સૌંદર્યને જોતાં શીખવું એટલે કેળવાવું. બુદ્ધિકૌશલ્યનું ખરું શિક્ષણ તો આમ વિદ્યાર્થીને વાસ્તવિક જીવન અને પર્યાવરણ સાથે સમાનપણે અનુકૂળ બનતાં શીખવવામાં નિહિત છે. અવાસ્તવિક શિક્ષણ એટલે જીવનવિમુખ શિક્ષણ. તેમણે આપણા દેશબાંધવોને બૌદ્ધિક અપ્રામાણિકતા, અનૈતિક અને દંભી બનાવતાં પરિબળોની આલોચના કરીને પ્રકૃતિના સાંનિધ્યમાં સૌંદર્યબોધ ખીલવીને ભારતીય નાગરિકને કેળવવામાં ભારતીય સંગીત, ચિત્ર અને નૃત્યનો ફાળો પણ ઘણો છે, એમ કહીને સત્ય નૈતિકતા સાથે શિવમ્ અને સુંદરમની પણ જીકર કરી છે. આદર્શ કેળવણીને ઉપનિષદ / U ૪૯ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy