SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધિઓના સમન્વય પર આધારિત નૈતિકતા અને સામાજિકતાના વ્યવસ્થિત શિક્ષણની અત્યંત અનિવાર્ય આવશ્યકતા છે. વિશ્વના લગભગ પ્રત્યેક દેશમાં પ્રાથમિકથી માંડીને વિશ્વવિદ્યાલયના સ્તર સુધીના વિદ્યાર્થીઓને પોતપોતાની સંસ્કૃતિ અને જીવનપ્રણાલીનું જ્ઞાન વ્યવસ્થિત અભ્યાસક્રમ દ્વારા નૈતિક-સામાજિક શિક્ષણરૂપે આપવામાં આવે છે. ઇંગ્લૅન્ડ, અમેરિકા તથા જાપાન વગેરે દેશોમાં રોજ એક કલાક તથા સામ્યવાદી રશિયામાં બે કલાક આ માટે વિદ્યાલયમાં ફાળવાયેલા હોય છે. ભારતમાં બધાં જ શિક્ષણ પંચોએ નૈતિક-શિક્ષણની પ્રશંસા કરી છે, એની અનિવાર્યતાને પ્રમાણી છે, પરંતુ એનો અમલ અને એના ઉપર આધારિત અવલંબિત શિક્ષણ-વિભાવનાનો વિનિયોગ બહુ અલ્પ સ્થળે થયો છે. ગુરુકુળ-પદ્ધતિનાં કેટલાંક વિદ્યાલયો, શાંતિનિકેતન અને બીજાં કેટલાંક દૃષ્ટિપૂર્ણ એવી ઉદાત્ત ભાવનાશાળી વિદ્યાપ્રેમી વ્યક્તિઓની દેખરેખ હેઠળ ચાલતાં વિદ્યાલયોમાં આ પ્રકારની એટલે કે, નૈતિક-સામાજિક વિકાસની પૂરી કાળજી રાખવામાં આવે છે, અને એમાંથી દીક્ષિત થયેલ બાળક સમાજને જુદી જ કક્ષાનું લાગે છે. આવો પ્રભાવ આ નૈતિકમૂલ્યો પર આધારિત શિક્ષણનો છે. ૬. નૈતિક-શિક્ષણનું અનૌપચારિક સ્વરૂપ અને પદ્ધતિઓ : નૈતિક-શિક્ષણ વિશેની સમજ અત્યંત જરૂરી છે. નૈતિકતા એ માણસનું આખરી લક્ષ્ય નથી, પણ તે તો લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ છે. ઉપયોગિતાવાદ માણસના નૈતિક સંબંધોની વ્યાખ્યા કરી શકે નહિ. ઉપયોગિતાવાદીઓ આપણને કહે છે કે - ‘નૈતિક - વિષયોનું પાલન કરો, સમાજનું કલ્યાણ કરો.' આપણે શા માટે કોઈનું કલ્યાણ કરીએ ? શા માટે નૈતિક બનીએ ? નૈતિકતા સ્વયંસાધ્ય નથી, એ તો સાધ્યને પ્રાપ્ત કરવાનું માત્ર સાધન છે. જો હેતુ નથી તો આપણે શા માટે નૈતિક બનીએ ? આપણે શા માટે બીજાનું કલ્યાણ કરીએ ? આપણે શા માટે લોકોને કષ્ટ ન આપીએ ?' આ પ્રશ્નોના ઉત્તર ધર્મ અને આધ્યાત્મિકતા પર આધારિત ભારતીય જીવનદર્શનમાંથી જ પ્રાપ્ત થઈ શકે. અન્ય બધા મતો આ બાબતમાં મૌન સેવે છે, તેથી આપણે વિદ્યાર્થીઓને જીવનનું એ પરમ લક્ષ્ય સમજાવવું જોઈએ, જે તેમને નૈતિક બનવા માટે પ્રેરે. સૌપ્રથમ તો આપણે વિદ્યાર્થીઓમાં નૈતિકતાના આધારભૂત ગણાતા આપણાં જીવનદર્શન પ્રત્યે શ્રદ્ધાનું આરોપણ કરવું જોઈએ. આને જ આપણે ધર્મશિક્ષણ કહી શકીએ. આદર્શ કેળવણીનું ઉપનિષદ ૪૪ નાની-નાની ધર્મકથાનકોવાળી બોધ-ઉપદેશની વાર્તાઓનું કથન અને પછી આ ધર્મનિષ્ઠ પાત્રોના ગુણો બાળકમાં ઊતર્યા કે નહિ તેનું નિરીક્ષણ પણ કરતાં રહેવું જોઈએ. ખરો મુદ્દો તો આ નૈતિક-શિક્ષણસંકલ્પના વિદ્યાર્થીઓમાં કઈ રીતે રોપવી તે છે. આપણી આજની શિક્ષણ-વ્યવસ્થામાં આ પ્રકારની શિક્ષણપદ્ધતિ કઈ રીતે યોજવી ? ત્રણેક પ્રકારનું અનૌપચારિક રૂપનું વિભાજન કરીને આ પ્રકારની શિક્ષણ-વિભાવનાનો વિનિયોગ આપણા અભ્યાસક્રમમાં શક્ય છે : (અ) સ્વરૂપ : (૧) રાષ્ટ્ર-ભક્તિ (૨) આધ્યાત્મિકતા (૩) સદાચાર અથવા સદ્ગુણોનો વિકાસ (૧) આજે જ્યારે સ્વાર્થી પરિબળો ચરમસીમાએ છે, વિભાજક પ્રવૃત્તિઓ શક્તિશાળી થતી જાય છે અને પ્રાદેશિકતા રાષ્ટ્રના ટુકડા કરવાની ધમકી આપે છે, ત્યારે આવી વિષમ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય ભાવના જાગે એ અત્યંત જરૂરી બની ગયું છે. ભાવાત્મક દૃષ્ટિએ જોઈએ તો પણ પાશવી સ્વાર્થી પ્રવૃત્તિને નિઃસ્વાર્થતામાં બદલવા માટે પણ રાષ્ટ્રીયભાવ જ ખપમાં લાગે તેમ છે. ન્યૂનતાનું રૂપાંતર વિશાળતામાં જ કરવું હોય તો વિશાળતાનું વ્યાવહારિક સ્વરૂપ રાષ્ટ્રીયતાના સ્વરૂપે જ મળે. રાષ્ટ્રભક્તિમાં આપણી પવિત્ર માતૃભૂમિ, તેની સંતતિરૂપે સંપૂર્ણ સમાજ, તેની ઉત્તમ સંસ્કૃતિ, મહાન પરંપરાઓ, મહાપુરુષો અને ભાષાઓ પ્રત્યે જ્ઞાનયુક્ત શ્રદ્ધા તેમજ આ તમામ પરત્વે એક પ્રકારનો ભક્તિભાવ વિદ્યાર્થીઓનાં અંતઃકરણમાં જાગૃત કરવાનો છે. આ ભક્તિભાવ, આદરભાવ જ બાળકની રુખ બદલી નાખશે. પછી એ કોઈ પ્રલોભનમાં સરી પડીને દેશના ગુપ્ત દસ્તાવેજો વેચી મારવાની કાર્યવાહીમાં નહિ પડે કે એ કોઈ શસ્ત્રસોદાનાં કૌભાંડમાં નહિ સંડોવાય; કારણ કે એની સામે સંપૂર્ણ રાષ્ટ્ર હશે અને એના સંરક્ષણની અને આબાદીની ખેવના હશે. (૨) આધ્યાત્મિકતાનો સંબંધ હકીકતમાં આંતરિક સંવેગો તથા ભાવનાઓ સાથે છે. આપણો પૂર્ણ દૃષ્ટિકોણ આપણી આધ્યાત્મિક ભાવનાઓથી આદર્શ કેળવણીનું ઉપનિષદ ૪૫
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy