SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી અલગ-અલગ જાતિઓ બની અને તેમનાં જુદાં-જુદાં નામ પડ્યાં. લાંબો વખત એક જ સ્થળે રહેવાથી ત્યાંના લોકોનો એક સમાજ બન્યો. તેમનાં રીતરિવાજ, તહેવારો, ઉત્સવો, માન્યતાઓ અલગ-અલગ હોવાથી ભૌગોલિક પ્રભાવને કારણે તેમનો સામાજિક, આર્થિક, રાજકીય, ભાષાકીય પરિવેશ પણ અલગ-અલગ રહ્યો. પછીથી તેને સંસ્કૃતિનું નામ આપવામાં આવ્યું. અલગ-અલગ સંસ્કૃતિનાં નામ પણ અલગ-અલગ રહ્યાં. કોઈ કારણસર જ્યારે લોકો એક સ્થળેથી બીજે સ્થળે ગયા ત્યારે આ તફાવત તેમને સ્પષ્ટ દેખાયો. પરંતુ આજે તો લોકો અલગ-અલગ સંસ્કૃતિના હોવા છતાં એકબીજાના સંપર્કમાં આવે છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. પણ લોકો બીજાની જાતિ અને સંસ્કૃતિથી પોતાને શ્રેષ્ઠ માને છે. અન્ય સંસ્કૃતિને નષ્ટ કરવા હિંસાનો આશરો લે છે. ચિરંતન સનાતન સત્ય તો એ છે કે - મૂળભૂત રીતે પ્રત્યેક વ્યકિત એક સરખી છે; કારણ કે તેની મૂળભૂત માનવીય વૃત્તિ એક જ છે. મૂળભૂત વૃત્તિઓ અને પ્રેરણાઓનો વિકાસ કરવો એ જ નૈતિક-શિક્ષણનો આધાર છે. આપણે સૌ ભારતવાસીઓ હકીકતે તો આર્યવંશજો છીએ, એટલે કે આર્યની નીતિરીતિના અધિકારી છીએ. આ આર્યભાવ જ આપણાં કુળકર્મ અને જાતિધર્મ છે. એમ કહી શકાય કે જ્ઞાન, ભક્તિ અને નિષ્કામ-કર્મ આર્ય નીતિરીતિનાં મૂળભૂત તત્ત્વો છે. જ્ઞાન, ઉદારતા, પ્રેમ, સાહસ અને વિનય એ આર્ય ચારિત્ર્યનાં મૂળભૂત લક્ષણો છે. માનવજાતને જ્ઞાન આપવું, જગતમાં ઉન્નત, ઉદાત્ત ચારિત્ર્યનું નિષ્કલંક ઉદાહરણ રજૂ કરવું, નિર્બળનું રક્ષણ કરવું અને અત્યાચારીને શિક્ષા કરવી એ આર્યજીવનનું ધ્યેય ગણાયેલું છે, અને આ ઉદ્દેશ્યને, ધ્યેયને સિદ્ધ કરવું એમાં જ આપણી ચરિતાર્થતા છે. આજે આપણે ધર્મભ્રષ્ટ, લક્ષ્મભ્રષ્ટ થઈને આર્ય નીતિરીતિમાંથી બાકાત થઈ ગયા છીએ. જો આપણે જીવિત રહેવું હોય તથા અનંત નરકમાંથી મુક્ત થવાની ખરેખર થોડી-ઘણી પણ ઇચ્છા હોય તો આપણી જાતિનું રક્ષણ કરવું એ આપણું પ્રથમ કર્તવ્ય બની જાય છે, અને તે માટે ચારિયના પુનર્ગઠનની આવશ્યક્તા છે. આપણી સમસ્ત જાતિને એવું યોગ્ય શિક્ષણ, ઉચ્ચ આદર્શ અને આર્ય ભાવવાળી કાર્યપ્રણાલી આપવી ૪૦ ઈ ////ળ આદર્શ કેળવણીને ઉપનિષદ] જોઈએ કે તેથી માતૃભૂમિનાં ભાવિ સંતાનો જ્ઞાની, સત્યનિષ્ઠ, માનવ પ્રત્યે ભ્રાતૃભાવયુક્ત, સાહસિક અને શક્તિશાળી બનીને દેશની એક બહુમૂલ્ય અક્યામત બની રહે. ૩. નૈતિકતા અને ધર્મ : કેટલાક લોકો ધર્મનું નામ પડતાં ચોંકી ઊઠે છે. તેમના મત પ્રમાણે ધર્મનિરપેક્ષ ભારતમાં ધર્મ વિશેનું શિક્ષણ શાળામાં આપી ન શકાય.” પરંતુ આવું કહીને આપણે ક્યાં સુધી ભાવિ પેઢીનો વિનાશ નોંતરતા રહીશું ? ધર્મ વિના નૈતિકતા કે સદાચારની કલ્પના જ ન થઈ શકે. મહર્ષિ અરવિંદના મત પ્રમાણે તો - “ધર્મ વિના નૈતિકતાની વાત કરવી એ થડ વિનાના વૃક્ષની વાત કરવા જેવું છે.” અહીં ધર્મનો અર્થ ઉપાસના પદ્ધતિ નથી. ધર્મ તો જીવનનું ચરમ લક્ષ્ય છે. ભારતીય જીવનદર્શન અનુસાર આ સમસ્ત જગતમાં એક શાશ્વત ચૈતન્ય, પરમાત્મતત્ત્વ વ્યાપેલું છે. આ પરમાત્મતત્ત્વની અભિવ્યક્તિ કરવી એ જ માનવજીવનનું અંતિમ લક્ષ્ય છે. આ જ ધર્મ છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં “પ્રત્યેક આત્મા જ વ્યક્ત બ્રહ્મ છે. બાહ્ય તેમ જ અંતઃ પ્રકૃતિ એ બંનેનું નિયમન કરીને અંતનિહિત બ્રહ્મસ્વરૂપને અભિવ્યક્ત કરવું તે જીવનનું ધ્યેય છે.” મહર્ષિ અરવિંદ આ જ વાતને આ શબ્દોમાં રજૂ કરી છે. તેમના મતે જીવનલક્ષ્ય છે - ભાગવત ચેતનામાં પ્રવેશ કરવો અને ભગવાન સાથે એકમાત્ર ભગવાન માટે પ્રેમ કરવો, આપણી પ્રકૃતિને ભગવાનની પ્રકૃતિ સાથે એકરૂપ કરવી તેમ જ આપણા સકલ કાર્યકલાપ અને જીવનને ઈશ્વરનું યંત્ર બનાવવું. જીવનના આ ભવ્ય ઉદ્દેશ્યને અહીં વ્યાવહારિક ભાષામાં વ્યક્ત કરવામાં આવે છે. સમાજ પોતે જ તે બ્રહ્મનું વિશાળ તેમજ વ્યક્ત રૂપ છે. આથી આપણા જીવનને આ સમાજ પરમેશ્વરની સેવામાં પૂર્ણરૂપે જોડવું તે જ જીવનનું ચરમ લક્ષ્ય છે. તેમાં જ માનવજીવનનું સાચું સુખ સમાવિષ્ટ છે. વાસ્તવમાં માણસ પોતાની ન્યૂનતાને જેટલી નષ્ટ કરીને જેટલો વિશાળતાનો અનુભવ કરે તેટલું જ સુખ તે પામે છે. આ જ વિચાર વેદમાં પણ રજૂ કરવામાં આવેલ છે. પોતાના શરીરને જ સર્વસ્વ માનીને તેના સુખ માટે બાહ્યા સાધન, પરિવાર, ભરણપોષણ વગેરેમાં મગ્ન રહી “હું” અને “મારું'ની મર્યાદામાં ઘેરાઈ જાય છે, એથી જીવનના સાચા ધ્યેયની પૂર્તિ માટે આ મર્યાદાઓ તૂટવી જરૂરી છે. પૂર્ણ નિઃસ્વાર્થપણું આદર્શ કેળવણીને ઉપનિષદ છે ૪૧ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy