SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमो धर्म: MI AR નૈતિક શિક્ષણ : આજની અનિવાર્ય આવશ્યકતા ન ડો. બળવંત જાની ) એક યુવાને આપઘાત કર્યાના સમાચાર વર્તમાનપત્રમાં છપાયા હતા. સમાચારને શીર્ષક અપાયું હતું. - “લાગણીના આવેશમાં આવીને આશાસ્પદ યુવાને જીવાદોરી ટૂંકાવી.' સમગ્ર સમાચાર વાંચતાં ખ્યાલ આવ્યો કે - “ઉચ્ચ માધ્યમિકના ૧૨મા ધોરણની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આખી ઉત્તરવહી લખી લીધેલી. છેલ્લે બાજુના વિદ્યાર્થીએ ખાલી જગ્યા પૂરવાના પ્રશ્નના ઉત્તરની ચિઠ્ઠી આપી. એક પ્રકારની લાલચથી દોરવાઈને એ ચિઠ્ઠીને આધારે બે-ત્રણ ખાલી જગ્યાના ઉત્તરો સુધાર્યા, ત્યાં ઓચિંતી છેલ્લી ઘડીએ ઓક્ઝર્વર્સ ટીમ આવી પહોંચી. પેલો વિદ્યાર્થી છેલ્લી ઘડીએ ચિઠ્ઠી સાથે પકડાયો. પરીક્ષામાંથી ઉઠાડી મુકાયો. ઘેર ગયો. પરીક્ષાના છેલ્લા પેપરમાં છેલ્લી ઘડીએ બનેલી ઘટનાની વાત ઘરે કહેવાની હિંમત ન રહી. આટલાં વર્ષ સુધી પ્રામાણિક, નિષ્ઠાવાન વિદ્યાર્થી તરીકેની છાપ ભૂંસાઈ ગઈનું લાગી આવ્યું. દર વર્ષે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થનાર એ વિદ્યાર્થીના અન્ય પેપર્સ પણ ખૂબ સારાં ગયાં હતાં, પણ કોઈ નબળી ક્ષણે નૈતિકતા ચૂકી જવાઈ અને એનો એકરાર કરતાં દ્વિધા અનુભવી. એના દ્વારા પોતાના સ્વીકૃત વ્યક્તિત્વથી વિરુદ્ધનો બનાવ બન્યો. અનૈતિક આચરણ આચર્યાનું ઊંડું દુઃખ અનુભવી અંતે ઘેનની ટીકડીઓ લઈને જીવન ટૂંકાવી લીધું. પોતાની અંદર ઉછરેલા નૈતિક આચરણના ખ્યાલે આ વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પ્રેર્યો એમ કહી શકાય. પોતાના જીવનની કે અસ્તિત્વની પણ હવે કશી વિસાત નથી, એ નૈતિક આચરણબળ જેની પોષક વ્યક્તિ પોતે જ છે, પણ પ્રેરક છે રાષ્ટ્રની સંસ્કૃતિ, સમાજ, કુટુંબ અને વાતાવરણ. નૈતિકતાનું ફલક ઘણું વિસ્તૃત છે. એનો અર્થ, વ્યાપ અને ઊંડાણ જાણવાથી જ ખરો મર્મ પામી શકાય. વળી ધર્મ સાથે આ નૈતિકતાને શો સંબંધ છે? એ પણ સ્પષ્ટ કરવું જોઈએ. આવી નૈતિકતા કઈ રીતે આવશ્યક અનિવાર્યતા છે ? તે પ્રમાણીને મહાત્માઓનાં મંતવ્યો જાણીને પછી આ નૈતિક-શિક્ષણના સ્વરૂપની અનૌપચારિક ચર્ચા કરવાથી આ સંકલ્પના સ્પષ્ટ થશે. અત્રે આ પાંચ મુદ્દાઓમાં નૈતિકતાના અર્થસંકેતને સ્પષ્ટ કર્યો છે : [ ૩૬ . C A આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧. નૈતિકતા : બૃહદ્રફલક : આચાર, વિચાર અને ઉચ્ચાર દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ પરખાતું હોય છે. વિચાર અને ઉચ્ચારનો આધાર આચાર કે આચરણ પર છે. ‘મવાર: પ્રથમ ઘH:' આ કારણે જ કહેવાયું છે. આચારશુદ્ધિની મહત્તા પર ઘણી છે. વ્યક્તિની નીતિમત્તા અને જીવનમૂલ્યો હકીકતે આચાર કે આચરણ દ્વારા પ્રગટતાં હોય છે. આચરણ દ્વારા પ્રગટે એ નૈતિકતા કે જીવનમૂલ્યો અન્ય માટે પ્રભાવ પાડનારાં પણ બની રહેતાં હોય છે. આચાર એટલે કે ક્રિયા - આંત-વ્યક્તિત્વનું ઘોતક છે. નૈતિક આચરણથી જીવનમાં ધ્યેયપ્રાપ્તિ શક્ય બને છે. માનવજીવનમાં ચાર મુખ્ય ધ્યેય છે - “ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.’ આ ધ્યેયપ્રાપ્તિ માટે નૈતિક - શિક્ષણને મદદરૂપ થવું એ જ મહત્ત્વનું છે. મનોભાવ એ મનનો મૂળભૂત ગુણધર્મ છે. મનોભાવ બે પ્રકારના હોય છે - (૧) સારા અને (૨) ખરાબ. મનની સ્થિતિ અને મનોભાવના ગુણો પર જ કમનો આધાર હોય છે, તેથી મનને શિક્ષિત કરી સારાભાવ પેદા કરવા એ નૈતિક-શિક્ષણનો મૂળભૂત ગુણધર્મ છે. માનવમાત્રમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, પ્રકૃતિ તથા વિશ્વ પ્રત્યે સદ્ભાવ અને સમભાવ જાગે તેવાં કાર્યો કરવા પ્રેરવાં તે નૈતિકશિક્ષણનો મૂળભૂત હેતુ છે. ભારતીય વિદ્વાનોના મતે નૈતિકતા જ્ઞાનનો નહિ, આચરણનો વિષય છે. શાશ્વત નિયમો જાણવાથી કોઈ વ્યકિત વિદ્વાન બની શકે, નૈતિક નહિ. નૈતિકતાનો સંબંધ બાહ્ય-વ્યવહાર સાથેનો છે જ, પણ તેનો ખરેખરો સંબંધ તો ભાવના સાથે છે, મન સાથે છે. મનના સંસ્કાર માટે સતત સારાં કાર્યો માં રત રહેવું જરૂરી છે. રોજબરોજનાં કાર્યો કેવી રીતે કરવાં જોઈએ કે - જીવનમાં સમન્વય, સહઅસ્તિત્વ, પારસ્પરિક અવલંબનની ભાવના જાગૃત થાય ! બાળપણમાં બાળકનું વર્તન વ્યવસ્થિત અને નિયમબદ્ધ હોય છે, જે નૈતિક-શિક્ષણનો આધાર છે. આજ્ઞાપાલન તથા અનુકરણની સહજવૃત્તિને કારણે બાળકમાં શિસ્ત આવે છે. સજાના ભયને કારણે પણ બાળક માતાપિતાની આજ્ઞા માનવા તૈયાર થઈ જાય છે. ઉત્તરગાળ - અવસ્થામાં બાળક માતાપિતાથી સ્વતંત્ર બનીને પોતાનાં અને તેના મિત્ર-વર્તુળનાં મૂલ્યો પ્રત્યે આસક્ત બને છે. તેનામાં ઔચિત્ય, ધર્મ, સામાજિક ન્યાય આદર્શ કેળવણીને ઉપનિષદ CM ૩૦ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy