SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સ્થૂલિભદ્રજીની કથા - ડૉ. છાયાબેન પી. શાહ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) મુક્તિનો માર્ગ તૈયાર કરી દીધો. કશું જ બન્યું નથી તેમ તેઓ સાધના કરતાં જ રહ્યા અને મુક્તિને વર્યા. કોઈપણ જાતના રાગ-દ્વેષ વગર સાધનામાં અંતરાય ના કર્યો. ઉપસંહાર: દરેક સાધુ પોતાના જીવનમાં આવતા પરિષહ સહન કરે જ છે. ઉપસર્ગ પણ તે રાગ-દ્વેષ વગર સહન કરે છે. ઉપસર્ગ કરનાર પર નહીં દ્વેષ અને બચાવનાર પર નહીં રાગ, તેમ સહન કરનાર ચોક્કસ મુક્તિને વરે છે. સંદર્ભ ગ્રંથ :જૈન દર્શન, ટી. કે. તુકાલ પ્રકરણ – ૧૬, પાના નં. ૧૯૭ થી ૨૧૦ | (અમદાવાદ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ છાયાબહેને પંડિત પ્રભુદાસ પારેખના જીવન અને સાહિત્ય પર સંશોધન કરી Ph.D. કરેલ છે. તેઓશ્રી જૈન શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ રસ ધરાવે છે.) ઉપસર્ગો માનવીય હોય છે. ક્યારેક કુદરતી હોય છે તો ક્યારે પ્રાણીઓ તરફથી હોય છે. પૂર્વજન્મ કે આ જન્મના કોઈ વૈર વૈમનસ્યને કારણે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કષ્ટ-પીડા-દુઃખ આપે છે. જેમકે ગોપાલકે પ્રભુના કાનમાં ખીલા ઠોક્યા. ક્યારેક કુદરતી આપત્તિઓ પણ આવા ઉપસર્ગો લઈને આવે છે. આ થઈ પ્રતિકૂળ ઉપસર્ગોની વાત. મારે જે વાત કરવી છે તે છે, અનુકૂળ ઉપસર્ગોની. સાનુકૂળ ઉપસર્ગો લોભામણા, લલચાવનારા, લપસાવનારા અને પછાડનારા હોય છે. પ્રતિકૂળ કરતા આ ઉપસર્ગો અત્યંત પ્રબલ હોય છે. આવા અનુકૂળ ઉપસર્ગોન સ્થૂલિભદ્રજીએ કેવી રીતે મહાત કર્યા તે ઘટના અત્યંત રસપ્રદ છે, બોધદાયક છે, અનુકરણીય છે અને ગૌરવવન્ત છે. સ્થૂલિભદ્ર પહેલીવાર કોશાને જોઈને તેના પર ઓતપ્રોત થઈ ગયા. મા-બાપ, કુટુંબ સર્વ છોડીને કોશા પાસે આવ્યા. બાર બાર વર્ષ સુધી બન્ને એકબીજામાં સમાઈ ગયા. દુનિયાને ભૂલી ગયા. એક દિવસ બન્ને ઝૂલા પર ઝૂલતા હોય છે ત્યાં અચાનક બારણે ટકોરા વાગે છે. દ્વાર ખોલે છે ત્યાં જુએ છે સ્થૂલિભદ્રનો નાનો ભાઈ શ્રીયક લોહી નીતરતી ખુલ્લી તલવાર સાથે ઊભો છે અને કહે છે કે પિતાજીની આજ્ઞા પ્રમાણે કુટુંબની આબરૂ બચાવવા મેં ભરસભામાં પિતાજીના મસ્તકને ધડથી જુદું કર્યું છે. હવે રાજા સ્થૂલિભદ્રને મંત્રી મુદ્રા સ્વીકારવા બોલાવે છે. (૧૮૪) ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી પરિષહ અધ્યયન પાના નં. ૬૦- ૬૨ (૧૮૩)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy