SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો શકે છે, તો કેટલાક ઉપસર્ગો મરણાંત હોય છે. તીર્થંકરો પણ ઉપસર્ગથી મુક્ત હોતા નથી. પૂર્વ કરેલાં ભારે નિકાચિત કર્મોનો ઉદય થાય ત્યારે તે ભોગવવા જ પડે છે. અનેક મહાન આત્માઓ સમભાવથી પરિષહ અને ઉપસર્ગ વેઠીને ઘાતી કર્મોનો ક્ષય કરી મુક્તિપંથના યાત્રી બને છે. સામાન્ય માનવે પણ જીવનમાં નામા-મોટા કષ્ટો સહન કરવાની ટેવ પાડવી જોઈએ. કષ્ટ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં નવા કર્મો ન બાંધતાં પ્રતિકૂળતામાં સમતા રાખી કર્મક્ષય કરવો. કોઈ મુનિ સાધકને સાધનાના કઠણ પંથમાં ચાલવા જતાં કદાચ પ્રકૃતિની પ્રબળ અસરથી એવો વિચાર આવી જાય કે “હું પરિષહો કે ઉપસર્ગોમાં સપડાઈ ગયો છું અને તેને સહન કરવા માટે હવે કોઈપણ રીતે શક્તિમાન નથી.’' તો તેવા પ્રસંગે વિચાર, ચિંતન, સત્સંગ અને અનેકવિધ સાધનોથી બને ત્યાં સુધી તેમાંથી બચી જવા, પરંતુ પ્રતિજ્ઞાભંગની અકાર્ય પ્રવૃત્તિ ન કરવી. સંદર્ભ : જૈન આગમ ગ્રંથો, ભાવના ભવનાશિની - અરુણવિજયજી, પ્રશમરતિ તથા નવતતત્ત્વદિપીકા (૧૬૩) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો સ્થૂલિભદ્ર તથા કુરગડુ મુનિની કથા - ડૉ. કાન્તિભાઈ બી. શાહ (અમદાવાદ સ્થિત જૈનદર્શનના અભ્યાસુ કાંતિભાઈ બી. શાહે મધ્યકાલીન ગુર્જર સાહિત્યક્ષેત્રે ઘણું જ ઊંચું સંશોધન, સંપાદનનું કાર્ય કર્યું છે.) જૈન ધર્મમાં જે નવ તત્ત્વો કહ્યાં છે તે પૈકીનું એક સંવર તત્ત્વ છે. એનાથી નવા કર્મો આવતા - બંધાતા અટકે છે. આ સંવર તત્ત્વના કુલ ૫૭ ભેદોમાંથી ૨૨ ભેદો પરિષહના છે. પરિષહ એટલે બંધાતા કર્મોને રોકવા કાજે અને બંધાયેલા કર્મોની નિર્જરા અર્થે કષ્ટો વેઠવાં, પ્રતિકૂળ પરિસ્થિતિઓને સહી લેવી. આ ૨૨ પરિષહો પૈકી જ્ઞાનપરિષહ સંદર્ભે શ્રી સ્થૂલિભદ્રજીનું અને આક્રોશ પરિષહ સંદર્ભે કુરગડુ મુનિના કથાનકો અહીં પ્રસ્તુત છે. ૧. સ્થૂલિભદ્રજી : જ્ઞાન પરિષહ સંદર્ભે શ્રી સિદ્ધર્ષિસૂરિ ‘ઉપદેશમાલા' પરની એમની સંસ્કૃત હેયોપાદેય ટીકામાં લખે છે – ગિૌ ગુહાયાં વિજને વનાંતરે, વાસં શ્રયંતો વશિનઃ સહસ્રશઃ | હર્યંતિ રમ્ય, યુવતી જનાન્તિકે વશી સ એકઃ શકટાલનંદઃ ॥ (પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનમાં ઈન્દ્રિયોને વશ રાખનાર તો હજારો છે, પણ અતિ રમ્ય હવેલીમાં અને નારીના સાન્નિધ્યમાં ઈન્દ્રિયોને વશ રાખનાર તો એક શકટાલપુત્ર (સ્થૂલિભદ્ર) જ છે.) જૈન શાસનમાં સ્થૂલિભદ્ર કામવિજેતાનું બિરુદ પામ્યા છે. આચાર્ય સંભૂતિવિજય પાસે એમના શિષ્યોએ કઠિન પરિષહથી યુકત અને અતિ વિષમ એવા સ્થાનોએ આગામી ચાતુર્માસ માટેનો આદેશ માગ્યો. એકે સાપના દર (૧૬૪)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy