SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) કોઈને સૂવા દેતા નથી. પાસે એક ખુલ્લી ધરમશાળા હતી ત્યાં જવાનું કહ્યું. એ ધર્મશાળા ત્રણ બાજુથી ખુલ્લી હતી. પોષ મહિનાની એ કડકડતી ઠંડીમાં ખુલ્લી ધર્મશાળામાં રહેવું એ લોઢાના ચણા ચાવવા સમાન હતું. છતાં શીતનો પરિષહ સહન કરીને પણ આખી રાત સમભાવપૂર્વક ત્યાં ગાળી. (૨) સેજાનો પરિષહ: આ પરિષહ અનુસાર સાધક પુરુષને સ્ત્રી, પશુ, નપુંસક રહિત જે ઉપાશ્રય કે રહેવાનું સ્થાન મળે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ ત્યારે એમ વિચારે કે એક રાતમાં અહીં મારું શું બગડશે. માટે એક રાત રહેવામાં મને કોઈ વાંધો નથી. સુંદર ઉપાશ્રય મળે તો હર્ષ ન કરે અને તૃણ યુક્ત જૂનો પુરાણે ધૂળિયો ઉપાશ્રય મળી જાય તો એમાં શોક ન કરે, દુઃખ ન અનુભવે. એ અનુસાર એક વખત વિહાર કરતા રસ્તામાં એક બસી નામનું રેલવે સ્ટેશન આવ્યું. રેલવે સ્ટેશનોમાં ઘણીવાર રાત્રિ ગાળવાની પરવાનગી મળી રહેતી, પણ બસીના સ્ટેશન માસ્તરે રહેવાની પરવાનગી આપી નહીં અને ગામમાં જવાનું કહ્યું. ગામ બે માઈલ દૂર હતું ત્યાં સુધી પહોંચી શકાય એમ ન હતું. તેથી પૃચ્છા કરતાં કોઈએ કહ્યું કે આગળ જતાં સડકને રસ્તે કોઠો છે ત્યાં રહી શકાશે. કોઠા પાસે પહોંચ્યા ત્યારે સૂર્યાસ્તને ૧૫ મિનિટની જ વાર હતી. કોઠાનું મકાન તૂટી ગયેલું હતું. છાપરું પણ એવું હતું કે લાત મારતા તૂટી પડે. મકાનમાં ખાડા પડેલા. બારી-બારણાનું નામોનિશાન નહીં, ધૂળનો પણ પાર નહીં. જંગલી જનાવરોના પગલા દેખાતા હતા પણ ત્યાં રાતવાસો કર્યા સિવાય છૂટકો ન હતો. એટલે પરિસ્થિતિવશ મુનિ ભગવંતોએ ત્યાં નિરુપદ્રવે રાત્રિ વ્યતીત કરી. આમ સજજાનો પરિષહ સહન કર્યો. આવો જ બીજો અનુભવ અજમેરથી પાછા ફરતા એરીનપુર રોડ નામના -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) સ્ટેશને થયો. ત્યાં સ્ટેશન માસ્તર ન હતા, પણ થોડે દૂર એક ઝૂંપડી હતી. તેમાં એક માણસ રહેતો હતો. એની પાસેથી રજા મેળવી સ્ટેશનમાં રહ્યા. ત્યાં રાત્રે નવેક વાગ્યે થાણેદાર આવ્યા. તેમણે કહ્યું કે અહીં ત્રણ-ચાર વર્ષથી લૂંટફાટ ચાલે છે. તેથી સ્ટેશન ઉજજડ થઈ ગયું છે. ગાડીના ટાઈમે ગાર્ડ જ ટિકિટ આપે છે. આ લૂંટારુઓનો અડ્ડો છે માટે સલામત નથી. અહીંથી એકાદ ફલાંગ દૂર મારું મકાન છે. આપ ત્યાં પધારો. મુનિશ્રીએ કહ્યું, “રાત્રે અમારાથી ક્યાંય જવાય નહીં અને અમારી પાસે એવું કાંઈ નથી કે લૂંટારાઓ લૂટે એમ કહીને રાત ત્યાં જ ગાળી. પણ વરસાદ ખૂબ પડ્યો. તેથી લૂંટારાઓ આવ્યા નહીં પણ સ્થાન તો ઉજ્જડ જ હતું.” (૩) તૃષાનો પરિષહ - રેલવે લાઈન પર વિહાર કરતા હોય અને વસતિ ખૂબ દૂર હોય ત્યારે કોઈ વાર રેલવેના ડ્રાઈવરને વિનંતી કરી એન્જિનનું ધગધગતું પાણી મેળવવું પડતું. પંજાબમાં વિહાર દરમિયાન ગામડામાં શિયાળાની ઋતુમાં ગરમ પાણી મળે પણ ઉનાળામાં કોઈ નહાવા માટે ગરમ પાણી કરે નહીં ત્યારે છાશ મેળવીને પણ ચલાવવું પડતું. એક વખત સહાદરા નામના ગામમાં છાશ, પાણી કશું ન મળ્યું. ત્યારે છેક પાંચ વાગ્યે એક કારખાનું ચાલુ થયું. ત્યારે તેમાંથી ધગધગતું ગરમ પાણી મળ્યું. તે ઠારવામાં આવ્યું પછી આહાર કરી શકાયો. આમ, અનેક પરિષદો સહન કરીને સમભાવથી જીવન વ્યતીત કર્યું. સંદર્ભઃ- આ છે અણગાર અમારા - સ. મુનિ પ્રકાશચંદ્રજી (૧૨૫) (૧૨)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy