SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો અને અનેક બચ્ચાઓ સહિતનું શિયાળવીનું રૂપ ધારણ કરી મુનિના શરીરને ખી-ખી કરતી અદેશ્ય રૂપે ખાવા લાગી. છતાં મુનિ સમતાભાવે આવેલ પરિષદને સહન કરતા રહ્યા. સતત પંદર દિવસ સુધી આ પીડાને સમભાવે સહન કરી મુનિ કેવળજ્ઞાન પામ્યા. જે રીતે કાલવૈશિક મુનિએ રોગ પરિષહ સહન કર્યો તે રીતે સહુ મુનિઓએ આ પરિષદને સહન કરવો જોઈએ. (૨) ઉપસર્ગ: સંસ્કૃત ભાષામાંથી બનેલ ૩૫રસ શબ્દનો અર્થ આવી પડેલું ભયંકર કષ્ટ, ક્યારેક એ કષ્ટ મરણાન્તિક પણ હોય છે એટલે કે મૃત્યુમાં પરિણમનારું હોય છે. જૈનાગમ “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ના એકત્રીસમાં ચરણવિધિ અધ્યાયના સૂત્ર-૫ માં જણાવ્યા મુજબ दिब्वे य जे उवसग्गे तहा तेरिच्छ माणुसे । जे भिक्खू सहई निच्चं से न अच्छड़ मण्डले ॥ અર્થાત્ દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ત્રણ પ્રકારના ઉપસર્ગોને જે સાધુ સદા સહન કરે છે તે સંસારમાં રોકાતો નથી. શ્રી સ્થાનાંગસૂત્રના દસમાં સ્થાનમાં ૧૫૨ મી ગાથા દસ અચ્છેરામાં ઉપસર્ગને સમજાવામાં આવેલ છે. ૩ઘસT: ઉપસર્ગ-ધર્મ આરાધકને, સાધકને ધર્મ કે સાધનામાર્ગથી ચલાયમાન કરવા, મનુષ્ય, તિર્યંચ કે દેવ, જે વિપ્નો ઉપસ્થિત કરે તેને ઉપસર્ગ કહે છે. સામાન્યતઃ કેવળી ભગવાનને અને અનંત પુણ્યશાળી તીર્થકરોને ઉપસર્ગો આવતા નથી, પરંતુ મહાવીર સ્વામીને તીર્થકર અવસ્થામાં ઉપસર્ગ (૧૦૯) સહન કરવા પડ્યા હતા. ઉપસર્ગના અર્થને વધુ સમજવા નળરાજા અને સતી દમયંતીને આવેલ ઉપસર્ગોની કથાને આધારે સમજી શકાશે. કથા: અલૌકિક ચતુરાઈવાળી, દક્ષિણ દિશાની શોભારૂપ તેવા વિદર્ભ દેશમાં કંડિનપુર નામનું નગર હતું, જેમાં ૩૬ પ્રકારના શસ્ત્રોના સાગર, સિત્તેર લાખ સેનાનો સ્વામી, શત્રુસેનાને ભયંકર, ત્રણ ભુવનમાં ખ્યાત-કીર્તિ વાળા ભીમસેન નામના રાજવી રાજ્ય કરતા હતા. તેઓને મનોહર, સ્વમાની, દાનશીલ, ચતુર, નિર્મળતા, પવિત્ર શિયળવાળી આદિ ગુણો ધરાવતી પ્રિયંગુમંજરી નામે રાણી હતી. એકદા દેવી ચક્રેશ્વરીની આરાધના કરવાથી તેમના પર પ્રસન્ન થયેલ દેવીએ આપેલ શુભ આશિષ દ્વારા, દમનક મુનિ નામના ચારણ શ્રમણ મુનિવરની લબ્ધિ દ્વારા, રાણીના મસ્તક પર મંદાર નામના કલ્પવૃક્ષની માંજર ધારણ કરી ઉપનિષદો જેમ વિઘાને જન્મ આપે તેમ પ્રિયંગુમંજરીએ સર્વ પ્રકારના ક્લેશનો નાશ કરનારી પુત્રીને જન્મ આપ્યો. પુત્રીના જન્મ સમયે તેના ભાલ સ્થાનમાં ઉદય પામેલ નૂતન સૂર્ય જેવું, સકલ દિશાઓને પ્રકાશિત કરતું બ્રહ્મા વડે લાંછન-ચિહ્નના મિષથી તિલક જોવામાં આવ્યું અને તે સમયે લોકોએ આકાશમાં દિવ્ય વાણી સાંભળી કે, “આ કન્યા તેના ભર્તારને ત્રણ ખંડનું સામ્રાજય પ્રાપ્ત કરાવશે.” સાથે સાથે અદ્ભુત સુગંધ - મંદ તેમજ શીતળ પવન, આશ્ચર્યને ઉપજાવતી પુષ્પવૃષ્ટિ થવા લાગી, આકાશમંડળમાં જોરથી દેવ દુંદુભિ વાગવા લાગી અને પૃથ્વીતળ સ્વર્ગ સમાન બની ગયું. જન્મથી માંડીને જ સ્ત્રી સમુદાયના સમગ્ર ગર્વનું જાણે દમન કરતી હોય તેમ જણાવાથી કુટુંબ વર્ગે તે કન્યાનું ‘દમયંતી’ એવું યથાર્થ નામ રાખ્યું. વળી, તેના જન્મદિવસે દાવાનળથી (૧૧૦)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy