SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) પસ્તાવો થયો અને કબૂલ કર્યું કે શંકાના કારણે તેમણે જ મુનિશ્રીને મારી નંખાવ્યા છે. રાજાએ પોતાની ભૂલનો એકરાર કર્યો અને રાણી સાથે તેઓ પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. રાણીએ આહારપાણીનો ત્યાગ કરી અનશન કર્યું. ત્યારે રાજા મુનિશ્રીના કલેવર પાસે જઈ ક્ષમા માગે છે અને ખરા દિલથી પોતાના દુષ્ટ કૃત્ય બદલ વારંવાર માફી માગે છે અને મુનિને ખમાવે છે. પ્રબળ પશ્ચાત્તાપ કરતાં કરતાં તેમજ અનિત્ય ભાવના ભાવતા રાજાને પણ કેવળજ્ઞાન થાય છે. આમ, ઝાંઝરિયા મુનિએ સંયમ યાત્રામાં આવેલ સ્ત્રી પરિષહ અને વધ પરિષહને ખૂબજ સમતાપૂર્વક સહન કરી મોક્ષગતિ પ્રાપ્ત કરી. અસ્તુ. પુસ્તક સૂચિ ૧. તત્ત્વાર્થ સૂત્ર ગુજરાતી વ્યાખ્યા સહિત - વિ.પં. શ્રી સુખલાલ ૨. શ્રી સમવાયાંગ સૂત્ર - લે. ઘાસીલાલજી મ. સા. ૩. શ્રી સમવાયાંગ સૂત્ર - ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ ૪. જૈન શાસનના ચમકતા હીરા - વરજીવનદાસ વાડીલાલ શાહ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહજી સ્વામીના ઉપસર્ગની કથા • ડૉ. મધુબહેન જી. બરવાળિયા (જૈન દર્શનના અભ્યાસુ ડૉ. મધુબહેન સોહમ શ્રાવિકા મંડળ, ઉવસગર ભક્તિ ગ્રુપ અને મુંબઈ મહાસંઘના જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલા છે. તેમણે ત્રણ પુસ્તકોનું સંપાદન કર્યું છે.) બાવીસમા તીર્થંકર નેમિનાથ સ્વામીના પુનિત પગલાંથી પાવન થયેલી, યોગેશ્વર શ્રીકૃષ્ણથી સમલંકૃત થયેલ જામનગર નગરીમાં નિશીથની અર્ધચાંદની સાથે તારાઓ ઝબૂકી રહ્યા હતા. ત્યારે એક સિતારો અંતરિક્ષને અલવિદા કહી દિવ્ય વસુંધરા પર મીઠી નિંદરને માણતી એક સૌભાગ્યવતી યુવતીના મુખમાં પ્રવેશ્યો. એ ધર્મપરાયણ સન્નારી જાગૃત થઈ, તેના મનમાં પ્રસન્નતાના સ્કૂલિંગો ફૂટ્યા અને તે અરિહંત કહેતી નમસ્કારમંત્ર જપવા લાગી. કાળક્રમે લોકાગચ્છના ધર્મપ્રેમીશ્રાવક જિનદાસચંદ્રના ધર્મપત્ની શિવબાની કુખે સંવત ૧૬૫૬ ના વૈશાખ સુદ બારસના ગુરુવારે શાસનસમ્રાટ પૂ. ધર્મસિંહ સ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ ધરમચંદ હતું. આ તેજસ્વી બાળકને સૌ કોઈ ‘ધર્મના લાડલાનામે સંબોધતા. લોકાગચ્છના અધિપતિ પૂ. રત્નસિંહજીસ્વામી શિષ્ય પરિવાર સાથે જામનગર શહેરમાં પધાર્યા. ૧૪ વર્ષનો કિશોર ધરમચંદ પૂજયશ્રીની નિશ્રામાં ધર્મને રંગે રંગાયો. માતાપિતાની આજ્ઞા મળતા સંવત ૧૬૭૨ ના મહાસુદ તેરસને તા. ૨-૨-૧૬૧૬ ના લોકાગચ્છ સંપ્રદાયમાં જામનગર શહેરે દીક્ષા થઈ અને ધરમચંદ, ધર્મસિંહમુનિ બન્યા. આગમો અને તત્ત્વજ્ઞાનના સ્વાધ્યાય દ્વારા ગુરુને સંતોષ્યા, પરંતુ તેઓશ્રીને તેટલેથી સંતોષ ન હતો. તે ક્રાંતિકારી જીવ હતો. “ધર્મક્રાંતિ કરવા (૧૦૦)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy