SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) યૌવનના પ્રાંગણમાં પગ મૂક્યો ત્યારે તેનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉડ્યું. એકવાર મહેલની અટારીમાં ઊભી હતી ત્યારે આકાશમાર્ગે યાત્રા કરતા કોઈ પુનર્વસુ નામના વિદ્યાધરની દૃષ્ટિ તેના ઉપર પડી. તેના ચુંબકીય વ્યક્તિત્વથી પુનર્વસુ તેના તરફ ખેંચાયો. પ્રિયદર્શી એવી અનંગસુંદરીના રૂપમાં ઓળધોળ થયો. કંઈપણ વિચાર કર્યા વિના રાજકુમારીનું અપહરણ કર્યું. ત્રિભુવનાનંદ ચક્રવર્તીને પુત્રીના અપહરણના બનાવની જાણ થઈ. તેમણે કેટલાક વિદ્યાધરોને પુનર્વસુને પકડવા દોડાવ્યા. વિદ્યાધરોએ પુનર્વસુને પકડ્યો. બન્ને પક્ષે યુદ્ધ રચાયું. તે સમયે અનંગ સુંદરી વિમાનમાંથી ગબડી પડી. તેની કોઈને ખબર પડી નહીં. જયારે જાણ થઈ ત્યારે બન્ને વિદ્યાધરો આકાશમાર્ગે યુદ્ધ કરતાં ઘણા આગળ નીકળી ગયા હતા. હવે બન્ને પક્ષે શોધખોળ થઈ, પરંતુ કોઈ સમાચાર ન મળ્યા. સંતપ્ત હૃદયે ચક્રવર્તીએ મન વાળી લીધું, પરંતુ પુનર્વસુની આસક્તિ તો અનંગસુંદરીમાં જ ઓતપ્રોત થઈ ગઈ હતી. સમય જતાં પુનર્વસુ દીક્ષિત થયો. તેણે સંયમ લઈને તપયજ્ઞ માંડ્યો, પરંતુ અનંગસુંદરીને કોઈ રીતે ન ભૂલી શક્યો. સ્ત્રી પરિષહથી તે પરાભવ પામ્યો. સ્ત્રી પ્રાપ્તિની અનહદ તૃષ્ણાએ દુર્લભ સંયમને વેચી નાખ્યો. પુનર્વસુ મુનિએ નિયાણું કર્યું કે, “ભલે આ ભવમાં અનંગસુંદરીને ન પામી શક્યો, પરંતુ આવતા ભવમાં અનંગસુંદરીનો સ્વામી બનું. તેના જેવી અનેક રૂપવતી નારીઓનો ભરથાર બનું.” રે ! કામવાસનાએ સાધુ-સંતોને પણ છોડ્યા નથી. બીજી બાજુ અનંગસુંદરી આકાશમાંથી નીચે પડી ત્યારે કોઈ લતાગૃહમાં તેથી બચી ગઈ. પરંતુ ભેંકાર, અપરિચિત, ગહન વનસ્થલીમાં માનવનું આવાગમન ન હતું. તે તદ્દન એકાકી બની. ઊંચે આભ અને નીચે ધરતી ! આવા કપરા કાળમાં હતાશ ન થતાં તેણીએ માનસિક સ્વસ્થતા જાળવી રાખી. -ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) તેણે જીવનમાં ધર્મને પ્રધાનતા આપી ધર્મનું શરણું સ્વીકારી લીધું. અનશન અંગીકાર કર્યો. ત્યાં પ્રચંડ તિર્યચકૃત ઉપસર્ગની પુષ્પવૃષ્ટિ થઈ. કોઈ અજગર તેણીને આખીને આખી ગળી ગયો. આપત્તિના પહાડોમાં અનંગસુંદરીએ સત્ત્વની જ્યોત જલતી રાખી. વેદનાને ખંખેરી નાખી સમતાને ધારણ કરી વિચારવા લાગી કે, “ભોગાવલી કર્મથી તીર્થકર, ચક્રવર્તી જેવા મહાપુરુષો મુક્ત થઈ શક્યા નથી તો હું કોણ ?' અનશનમાં અપૂર્વ ખુમારી દાખવી સમાધિમરણે મૃત્યુ પામી અનંગસુંદરી બીજા ભવમાં વિશલ્યા બની. પુનર્વસુ મુનિ પણ કાળધર્મ પામી દશરથનંદન ‘લક્ષ્મણ’ બન્યા. પૂર્વ જન્મના નિયાણાના કારણે બન્ને પતિ-પત્નીના સંબંધે જોડાયા. કર્મસત્તાએ પડકારો ઝીલવા માટે અનંગસુંદરીને ઘણી વિવશ કરી, પરંતુ દઢ મનોબળ અને સંકલ્પશક્તિની મજબૂતાઈથી લાચારીને એક કોર ફગાવી કર્મસત્તાને હંફાવનાર નારીશક્તિની કાબેલિયત પ્રશંસનીય છે. શ્રમણોપાસક મહાશતકઃ (શ્રી ઉપાસકદશાંગ સૂત્ર) ભગવાન મહાવીરના પડિમાધારી દશ શ્રાવકોમાંથી શ્રમણોપાસક મહાશતકને પોતાની પત્ની રેવતીનો જ ઉપસર્ગ નડ્યો. રાજગૃહી નગરીના રહેવાસી ગાથાપતિ મહાશતક પ્રચૂર ધનસંપત્તિના સ્વામી હતા. તેમની રેવતી વગેરે તેર પત્નીઓ હતી. મહાશતક વૈભવશાળી હતા, પરંતુ ધન-સંપત્તિ કે વિષયસુખોમાં ગરકાવ થયા ન હતા. તેથી જ પ્રભુ મહાવીરનું આગમન થતાં તેમના દર્શન-વંદન અને દેશના શ્રવણ થતાં જ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. મહાશતકની મુખ્ય પત્ની રેવતી નાસ્તિક, અધર્મી અને કામાંધ હતી. પતિના ધર્માચરણથી તેની વાસનાપૂર્તિમાં વિક્ષેપ પડ્યો એ તેને ખટક્યું. (૫) (૬)
SR No.034404
Book TitleUpsarg Ane Parishah Pradhan Jain Kathanak
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy